Home /News /north-gujarat /

ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કરી શકે છે પીછેહઠ

ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કરી શકે છે પીછેહઠ

ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ

Cattle control laws Gujarat Government : માલધારી સમાજ (Maldhari samaj) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતાં સરકાર (Government) હવે ભેખડે ભરાઈ હોય તેવી સ્થિતિ જાવા મળી રહી છે.

ગાંધીનગરઃ ઢોર નિયંત્રણ કાયદાના (Cattle control laws) ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર (state Government) કકડી ઊઠી છે અને હવે ગમે ત્યારે આ કાયદો પાછો ખેંચાઈ શકે છે. વિધાનસભા (Assembly) બજેટ સત્રના છેલ્લા દિવસે રાતે 1.30 વાગ્યે આ કાયદો સરકારે બહુમતીના જોરે પસાર કર્યો હતો. જોકે માલધારી સમાજ (Maldhari samaj) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતાં સરકાર હવે ભેખડે ભરાઈ હોય તેવી સ્થિતિ જાવા મળી રહી છે.

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલે કહ્યું કે, માલધારી સમાજના આગેવાનો મને મળ્યા છે, કેટલાક સાધુ-સંતો અને મહંતો પણ મળવા આવવાના છે. કાયદા સામે સખત રોષ છે અને અમે પણ સરકારમાં રજૂઆત કરીશું.

આજે મેં મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને આ કાયદા મામલે ફેર વિચારણા કરવા માટે કહ્યું હતું. હવે ગમે ત્યારે આ કાયદો પાછો ખેંચાઈ શકે છે તેવી શક્યતાઓ બળવત્તર બની રહી છે. રાજ્ય સરકારે બહુમતીના જોકે કાયદો તો બનાવ્યો પણ હવે માલધારી સમાજ સામે સરકારને નમતું જાણેખવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

આ પણ વાંચોઃ-firing: સુરતમાં પૂર્વ પ્રેમિકાનો પ્રેમ સંબંધ ચાલુ કરવા દબાણ, યુવકે યુવતીની બહેન ઉપર ફાયરિંગ કર્યું, ધરપકડ

અમદાવાદ સહીત મહાનગરોથી લઈ અન્ય પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ચૂક્યો હતો ત્યારે રાજ્ય સરકારે બજેટ સત્રના છેલ્લા દિવસે બહુમતીના જોરે રખડતા ઢોર પર નિયંત્રણ માટેનો કાયદો પસાર કર્યો હતો. જેમાં માલધારી સમાજે લાઇસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું હતું અને દંડની જાગવાઈ પણ કરવામાં આવી હતી અને એફઆઈઆર પણ નોંધવાની જોગવાઇ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-Couple suicide: સુરતમાં પ્રેમી યુગલે તાપી નદીના કિનારે સજોડે જીવન ટૂંકાવ્યું

જોકે રાજ્યભરમાં આ કાયદાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો અને ઠેર ઠેર વિરોધ શરૂ થયો હતો. સરકાર આ કાયદો પરત ખેંચે તેવી માગણી કરવામાં આવી હતી. જે મામલે આજે પ્રદેશ પ્રમુખ પાટિલે પણ કહ્યું કે, મને પણ રજૂઆતો મળી છે મને ઘણા લોકો મળવા આવ્યા હતા અને આ કાયદો પાછો ખેંચવા માગણી કરી હતી.

મેં આજે મુખ્યમંત્રીને વડોદરા જતા પહેલાં વાત કરી હતી અને આ કાયદા મામલે ઘટતું કરવા માટે રજૂઆત કરી હતી અને તેમણે પોઝિટિવ કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના જ નેતાઓ તેમના પ્રવચન મા રખડતા ઢોરની વાતો કરતા હતા. અને સરકાર કડક કાયદો બનાવશે તેવું કહેતા હતા. ફાઇનલી સરકારે કાયદો બનાવ્યો હતો પણ ચોમેરથી વિરોધ થતાં હવે સરકારને પણ પીછેહઠ કરવી પડી છે.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन