Home /News /north-gujarat /

કોરોનાવાયરસ : ગાંધીનગરના વિશેષ કંટ્રોલ રૂમમાં 300 કૉલ આવ્યા, વિદ્યાર્થીઓના વાલીઓ સૌથી વધારે ચિંતિત

કોરોનાવાયરસ : ગાંધીનગરના વિશેષ કંટ્રોલ રૂમમાં 300 કૉલ આવ્યા, વિદ્યાર્થીઓના વાલીઓ સૌથી વધારે ચિંતિત

ગાંધીનગર ખાતે શરૂ કરાયેલો કંટ્રોરૂમ 24 કલાક ચાલુ રહેશે.

ચીનમાં કોરોનાવાયરસના ફફડાટ બાદ સ્ટેટ કંટ્રોલ રુમ શરૂ કરાયો છે, ગુરુવારે બપોર સુધી કંટ્રોલ રૂમમાં 300 કૉલ આવ્યાં

    ગાંધીનગર : ચીનના કોરોનાવાયરસે દેશ-દુનિયામાં ફફડાટ ફેલાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક વિશેષ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમને અત્યાર સુધીમાં કુલ ૩૦૦
    જેટલા ફોન કોલ્સ મળ્યા છે, જેમાંથી ૧૦૦ ફોન કોલ્સ માહિતી માંગવા માટે આવ્યા હતા, જ્યારે અન્ય 200 કોલ્સ ચીનમાં ભણી રહેલા વિદ્યાર્થીઓના સગા-સંબંધીઓ અને પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

    કોરોનાવાયરસને લઈને ઇન્ડિયન એમ્બેસી દ્વારા કુલ ત્રણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે તેમજ એક ઇમેલ એડ્રેસ પણ જાહેર કરવામાં આવ્યું છે. ચીનમાં કોરોનાવાયરસના કારણે ફસાયેલા ભારતીયોને મદદ માટે આ
    ત્રણ નંબર અને ઈ-મેલ એડ્રેસ જાહેર કરવામાં આવ્યા છે.

    ગુજરાતમાં ગાંધીનગર ખાતે શરૂ કરાયેલા સ્ટેટ કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં 300 કોલ્સ આવ્યા છે, જેમાં સૌથી વધારે ઇન્ક્વાયરી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ
    અને બરોડામાંથી પણ સૌથી વધુ ઇન્કવાયરી આવી રહી છે.



    આ મુદ્દે વધુ વિગત માટે ન્યૂઝ18 ની ટીમ દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેક્ટર તૃપ્તિ વ્યાસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સૌથી વધારે કોલ ઉત્તર ગુજરાતના છે, મોટાભાગના કોલ
    ચીનમાં ભણી રહેલા વિદ્યાર્થીઓનાં પરિવારજનો અને વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને કેવી રીતે ચીનથી ગુજરાત પરત લાવવામાં આવે તે મુદ્દે મદદ અને માહિતી કંટ્રોલ રૂમ પાસેથી માંગવામાં આવી રહી છે.

    મોટાભાગના લોકોમાં ચીનમાં કોરોનાવાયરસને લઈને ભય અને ચિંતા જોવા મળે છે. આ વાયરસ કેવી રીતે ફેલાય છે? વાયરસ ફેલાયો છે તેવો કેવી રીતે ખ્યાલ આવે? તેવા પ્રશ્નો સાથે લોકો હાલ રાજ્યના સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરી
    રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો આ કંટ્રોલરૂમ 24 કલાક માટે કાર્યરત છે. જે કોઈપણ માહિતી અથવા તો મદદ મેળવવા માંગતું હોય તેઓ ઇન્ડીયન એમ્બેસી દ્વારા જાહેર કરાયેલા કુલ ત્રણ
    હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકે છે.

    ચીન ખાતે ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર :

    +8618610952903
    +8618612083629
    +8618612083617

    ઇ-મેઇલ આઈડી :

    helpdesk.beijing@mea.gov.in



    ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર :

    જો તમારું કોઈ સ્વજન ચીનમાં ફસાયેલું હોય તો માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦, નાયબ કલેકટર ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદાર ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાય છે.

    વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાય તો આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Control Room, Coronavirus, Students, ગાંધીનગર`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन