Home /News /north-gujarat /

શ્રી અન્નપુર્ણાધામ ટ્રસ્ટ અડાલજ ખાતે હોસ્ટેલનું ઉદ્ધાટન અને આરોગ્યધામનું ભૂમી પૂજન, PM અને CMS શું કહ્યું?

શ્રી અન્નપુર્ણાધામ ટ્રસ્ટ અડાલજ ખાતે હોસ્ટેલનું ઉદ્ધાટન અને આરોગ્યધામનું ભૂમી પૂજન, PM અને CMS શું કહ્યું?

અન્નપુર્ણાધામ ટ્રસ્ટ અડાલજ કુમાર હોસ્ટેલ અને એજ્યુકેશન કોમ્પલેક્ષના ઉદ્ધાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની વર્ચ્યુઅલ અને રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil)ની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ (shree annapurna dham trust), અડાલજ, કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ, હીરામણિ આરોગ્ય ધામનું ભૂમિપૂજન અડાલજ ખાતે કરવામાં આવ્યું

વધુ જુઓ ...
ગાંધીનગર : આજે શ્રી અન્નપુર્ણાધામ ટ્રસ્ટ અડાલજ કુમાર હોસ્ટેલ અને એજ્યુકેશન કોમ્પલેક્ષના ઉદ્ધાટન સાથે જન સહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિ પૂજન પણ થયું. શિક્ષા, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે સમાજ સેવા કરવી તે ગુજરાતના લોકોનો સ્વભાવ છે. દરેક સમાજ કંઇકને કંઇક સમાજીક જવાબદારી પુરી કરે છે જેમાં પાટીદાર સમાજ પણ કયારેય પાછળ રહ્યો નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અને રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ, કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ, હીરામણિ આરોગ્ય ધામનું ભૂમિપૂજન અડાલજ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી એ “જય મા અન્નપુર્ણા”ના નાદથી સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું કે, મા અન્નપુર્ણાના આ પાવનધામમાં આસ્થા,આધ્યાત્મ અને સામાજીક જવાબદારીથી જોડાયેલા અનુષ્ઠાનોથી મને જોડાવવાનો સતત અવસર મળતો રહે છે માના આશિર્વાદથી દર વખતે મને કોઇને કોઇ કારણોથી તમારી વચ્ચે રહેવાની તક મળે છે.

પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, મા અન્નપુર્ણાના આશિર્વાદથી સેવા ના કાર્ય વધુ થાય તેવા મા અન્નપુર્ણા આશિર્વાદ આપ સૌને આપે. મા અન્નપુર્ણા પર આપણી ઘણી આસ્થા રહી છે. પાટીદાર સમાજ ધરતી માતાથી સિધો જોડાયેલો રહ્યો છે. મા પ્રત્યે અતૂટ શ્રદ્ધાને કારણે થોડાક મહિના પહેલા મા અન્નપુર્ણાની મૂર્તીને આપણે કેનેડાથી પાછા કાશી લાવ્યા છીએ. માતાની આ મૂર્તીને સદીઓ પહેલા કાશીથી ચોરી વિદેશમાં લઇ જવામાં આવી હતી. આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા ઘણા પ્રતિકોને છેલ્લા 7 થી 8 વર્ષ દરમિયાન વિદેશથી પાછા લાવ્યા છીએ. આપણી સંસ્કૃતિમાં શિક્ષા,આરોગ્ય અને ભોજન પર સૌથી વધુ ભાર આપવામાં આવ્યો છે. આજે આ તત્વોને મા અન્નપુર્ણા ધામમાં વિસ્તાર કર્યો છે. જે નવી સુવિધાઓ વિકસી છે અને જે આરોગ્ય ઘામ અંહી બનશે તેનાથી ગુજરાતના સામાન્ય વ્યકિતને ખૂબ લાભ મળશે. ડાયાલીસીસ, 24 કલાક બ્લડ સપ્લાયની સુવિધાથી કેટલાય દર્દીઓની બહુ મોટી સેવા થશે.

પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના લોકો સાથે મળવાનું થાય એટલે ગુજરાતીમાં વાત કરવાનું મન થાય. આજે ગુજરાત સહિત દેશના લોકોએ જે જવાબદારી આપી છે તેને પુરી કરવાનો પ્રયાસ કરુ છું. આ કાર્યક્રમમાં રૂબરુ અવાયુ નથી. જો રૂબરુ અવાયું હોત તો જૂના જોગીઓને મળવાનો અવસર મળ્યો હોત.પીએમ મોદી વધુમાં જણાવ્યું કે, ગુજરાતને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેની મને ખાતરી છે કે આવનાર દિવસોમાં ગુજરાતને નવી ઊંચાઈઓમાં લઇ જવા માટે ભુપેન્દ્રભાઇ પટેલનો નવો વિચાર અને પાયાના કામની જવાબદારીનું ધ્યાન રાખવું એમ સાચા અર્થમાં આપણા રાજય માટે ખૂબ મોટુ નેતૃત્વ મળી રહ્યુ છે. અંહી બેઠેલા દરેક સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઇ-બહેનોને આગ્રહ કર્યો કે આપણા જ્યા જયા હરિભકતો હોય ત્યા પ્રાકૃતિક ખેતી તરફ વળીને ધરતીમાને બચાવવા આગળ આવીએ. ગુજરાત દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.

ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ એ જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે આપણો મંત્ર હતો. ગુજરાતના વિકાસમાટે નવા માપંદડ સ્થાપિત કરીએ કે જે ગુજરાતની સમૃદ્ધ પરંપરા છે તે સમૃદ્ધ પરંપરાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણે આગળ વઘારીએ. પ્રધામંત્રી નરેન્દ્ર મોદી એ અંબાજી મંદિર વિશે વાત કરતા જણાવ્યું કે, મા અંબાજી મંદિરનું જે પ્રકારે કાયાકલ્પ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી રહ્યા છે તેનો મને આનંદ છે. જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટ સરદાર સાહેબને ગુજરાતે એટલી મોટી શ્રદ્ધાંજલી આપી છે કે આખી દુનિયામાં સરદાર સાહેબનું નામ આજે મોખરે છે. એજ રીતે અંબાજીમાં દરેક ભકતને 51 શક્તિ પીઠના દર્શન કરવાની તક મળે તેમ મે વિચાર્યુ હતું આજે ભુપેન્દ્રભાઇએ તે કામને આન, બાન, શાનથી આગળ વધાર્યુ છે. ઉત્તર ગુજરાત ટુરિઝમ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.

આખા દેશમાં સુપોષણ અભિયાન ચલાવવા હાંકલ કરી

ભોજનના અભાવને કારણે કુપોષણ આવે છે તે જરૂરી નથી. ભોજન શું ખાવવું તેની યોગ્ય જાણકારી ન હોવાથી કુપોષોણનો શિકાર થવાની સંભાવના વધે છે. આખા દેશમાં બે અઢી વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળે તે દુનિયા માટે આશ્ચર્ય છે. દુનિયા સામે એક નવી મુશીબત આવી છે કે અન્નંના ભંડાર ખૂટવા માંડયા છે કાલે અમેરિકાના રાષ્ટ્રપતી સાથે ચર્ચા પણ કરવામાં આવી. કોરોના સામે ખૂબ ઝડપથી આપણે કોરોનાની રસીકરણ આપણા દેશના લોકોને આપ્યુ છે તેમાં ગુજરાતે પણ સારુ કામ કર્યુ તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ અભિનંદન પાઠવ્યા. હવે બાળકોને કોરોનાની રસી માટે છુટ આપવામાં આવી છે. હવે નો સમય સ્કિલ ડેવલપમેન્ટનો છે. સમાજના લોકોને પીએમ મોદીએ હાંકલ કરી કે બાળકોના સ્કીલ પર પુરતુ ધ્યાન આપે. આ કામ માટે ગુજરાત સમગ્ર દેશનું નેતૃત્વ કરે તેમ જણાવ્યું. ગુજરાત હમેંશા સૌને સાથે રાખી ચાલનારુ રાજય છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજનાથી દેશના સામાન્ય વ્યકિતને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની બિમારીનો ખર્ચો સરકાર ભોગવે જેથી તેમને ઘણી મદદ મળે છે.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે શિક્ષણ, ભોજન અને આરોગ્યના ત્રિવેણી સંગમ સમાન પ્રકલ્પો સમાજસેવામાં કાર્યરત કરવા બદલ માં અન્નપૂર્ણા ધામ અને હિરામણી ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું કે મંદિરમાં એક પ્રતિમા હોય અને તેના દર્શન - આશીર્વાદ માટેની આપણી સૌની કલ્પના હોય છે. પરંતુ માં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટે આ વ્યાખ્યા સંપૂર્ણ પણે બદલી નાખી છે, આ મંદિર ધર્મ , આદ્યાત્મની સાથે સાથે સામાજિક ચેતનાનું પણ કેન્દ્ર બન્યું છે. આ પ્રકલ્પો દ્વારા ફક્ત ૨૦ રૂ. માં ભોજન, બાળકો માટે અભ્યાસ, તાલીમ અને નિવાસની વ્યવસ્થાઓ અહી નિર્માણ પામી છે જે આ બાળકોના વિકાસ અને ભવિષ્યના ઘડતરમાં મહત્વના પુરવાર થશે.

સી આર પાટીલે કહ્યું કે આ બધી વ્યવસ્થાને કારણે આ મંદિર સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં માતાજીના આશીર્વાદના પરિણામે ગુજરાત પ્રગતિ અને સમૃદ્ધિ ના પથ પર હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાત અને ગુજરાતીઓની ખમીરી માટે કહી શકાય કે ગુજરાતી વ્યક્તિ ફક્ત આપવા માટે હાથ લંબાવે છે માગવા માટે નહીં. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય જ્યાં મંદિરો, સમાજસેવા, લોકહિત માટે નાખેલી ટહેલમાં કલાકોમાં જ કરોડો રૂપિયાનું દાન એકત્ર થઇ જાય છે.

તેઓએ સુરત ખાતેના એક કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સ્વ. કેશુભાઈ પટેલની ઉપસ્થિત માં રૂ. ૪૦૦ કરોડના દાન માટે નાખેલ ટહેલ માત્ર એક જ કલાકમાં પૂર્ણ થઈ અને પાછળથી દાન માટે ના પણ પાડવી પડી. સી આર પાટીલ સાહેબે ઉમેર્યું હતું કે ગાયો, ગૌશાળાઓ, પાંજરાપોળમાં સખાવત માટે ગુજરાતીઓ હંમેશા ઉદાર હાથે દાન આપે છે. આ સખાવતી અને કરુણાના અભિગમ માટે ધર્મભિરૂતા મહત્વની ભૂમિકા ભજવે છે. સમાજની સેવા - સમાજનું ઉત્થાન થાય તેવા પ્રયાસોમાં સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે સહયોગી બને તે આપણી સંસ્કૃતિ - આપણી ઓળખ છે. તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દાદા ભગવાનમાં રહેલી અનન્ય શ્રદ્ધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સતાં સાથે ધર્મનો સમન્વય હંમેશા નીતિ અને સત્યનો માર્ગ પ્રશસ્ત કરતા હોય છે, તેમાં કોઈ ખોટા નિર્ણય ન લેવાય અને સમાજના હિતમાં જ નિર્ણય થાય તેવી તકેદારી રહેતી હોય છે. કોરોના મહામારી દરમ્યાન અનેક ગૌશાળાઓ, પાંજરાપોળ દાનના અભાવે મુશ્કેલીઓ અનુભવી રહી હતી. સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે પ્રત્યેક ગાય માટે પ્રતિદિન રૂપિયા 30 ખર્ચ આપવાનો નિર્ણય કરીને ખૂબ મોટું કલ્યાણકારી પગલું લીધું છે. આ ઉપરાંત શહેરો અને ખુલ્લા ખેતરોમાં ધણખૂંટના કારણે ઉદભવતી સમસ્યાઓની પણ ચિંતા કરીને જે સ્વૈચ્છિક સંસ્થા કે વ્યક્તિ આ ધણખૂંટના રાખે તેને પ્રતિદિન પ્રતિ ખૂંટ માટે રૂ. ૪૦ ની આર્થિક સહાયની પણ જોગવાઈ કરી છે.

સી આર પાટિલે પીએમ નરેન્દ્ર મોદીની દૂરંદેશી, મક્કમ નિર્ધારના પરિણામે આપણે ખૂબ ઝડપથી સ્વદેશી રસી વિકસાવી શક્યા અને અન્ય દેશોને પણ આપીને ' વસુધૈવ કુટુમ્બકમ ' નો સંદેશો મજબૂતાઈ થી સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી શક્યા. આ વેક્સિનનેશન અભિયાનમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું અને ગુજરાતના નાગરિકોને કોરોના સામે સુરક્ષિત કર્યા. સી આર પાટિલે કહ્યું કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એક વખત કલામ સાહેબ ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા, તેમને અનુભવ્યું કે ગુજરાતના વિકાસ માટે જે સાંભળ્યું હતું તેનાથી વિશેષ જોવા મળ્યું છે. નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પ્રતિમાને અનુરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને વિશ્વમાં ગુજરાત અને દેશને આગવી ઓળખ અપાવી છે. આજે દેશમાં તાજમહલ કરતા પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. સી આર પાટિલે અંતમાં કહ્યું કે કેટલાક લોકો મફત, વીજળી, પાણી અને અન્ય સુવિધાઓની લાલચ આપીને ગુજરાતીઓને ગુમરાહ કરવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા છે. ગુજરાતમાં અનેક અન્નના ભંડારા ચાલે છે જ્યાં બે સમયનું ભોજન મળી જાય પરંતુ તેમ છતાં મહેનતકશ ગુજરાતી ૪૫ ડિગ્રી તાપમાનમાં પણ પરસેવો પાડી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. આ દર્શાવે છે કે ગુજરાત અને પ્રત્યેક ગુજરાતી ખુમારીથી જીવે છે અને પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે નહીં કે બીજાના વાયદાઓ પર.

આ કાર્યક્રમમાં રાજયના સીએમ ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્ધાટન તેમજ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તેના માટે સંસ્થાઓ સાથે જોડાયેલા દરેકને અભિનંદન પાઠવું છું. સરકાર હંમેશા સમાજના દરેક વર્ગને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન સહિતની પાયાની સુવિઘાઓ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આપણા દેશના પીએમ નરેન્દ્રભાઇ મોદી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર આપ્યો છે. મા અન્નપુર્ણાધામના પ્રકલ્પો સમાજના સર્વાંગી કલ્યાણના ધ્યેયને સાકાર કરશે. આજે કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલને કારણે વધુ ને વધુ યુવાનો ને શિક્ષણમાં તક મળશે. રાજય અને દેશની સેવા કરવા ઉત્સુક યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની ઉત્તમ તાલીમ મળશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે કહે છે તે કરે , જે કરી શકે તેટલું જ કહેવું તેવી કાર્યશૈલી વિકસાવી છે.

ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, આપણા દેશમાં ડાયાલીસીસ માટે પહેલા માળખાકીય સુવિધાઓ પણ પ્રાપ્ત ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રીય ડાયાલીસીસ અભિયાનની શરૂઆત કરી છે. દેશના દરેક જીલ્લામાં ડાયાલીસીસ સેન્ટરની સ્થાપના કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું લક્ષ છે. વન નેશન, વન ડાયાલીસ કાર્યક્રમ અંતર્ગત ગયા મહિને રાજયમાં એક સાથે 31 ડાયાલીસ કેન્દ્રોની આપણે શરૂઆત ગુજરાત રાજયએ કરી છે. રાજયના તમામ કેન્દ્રમાં વિના મુલ્યે ડાયાલીસીસ સેવા પુરી પાડવામાં આવી રહી છે.

ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, આપણી ધરતી માતા આપણી અન્નપુર્ણા છે. આપણે રાસાયણીક ખાતરનો વધુ ઉપયોગ કરીને ધરતી માતાના સ્વાસ્થને ખૂબ નુકશાન પહોંચાડયું છે. હવે ધરતી માતાના સ્વાસ્થ સુઘારવાની દિશામાં આગળ વધવા હાંકલ કરી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સુચન કર્યુ છે. ધરતીમાતાનું સ્વાસ્થ સુઘારવા એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે. પ્રાકૃતિક ખેતીના આઘારે જમીનની ગુણવત્તા સુધરશે. પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે.

ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી આઝાદી કા અમૃત વર્ષે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા 75 ખેડૂતો તૈયાર કરવા આહવાહન કર્યુ છે. જળસિંચન દ્વારા પાણીનો વધુ સંગ્રહ કરવા જણાવ્યું. રાજયભરમાં જળસંગ્રહની ક્ષમતા વઘારવા માટે સુજ્જલમ સુફલમ જળ અભિયાન ચાલી રહ્યુ છે. તેમજ આઝાદી કા અમૃત વર્ષે દરેક જીલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની હાંકલ પણ કરી છે. આઝાદીકા અમૃત કાળમાં સ્વસ્થ ભારત, સુશિક્ષીત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સામાજીક શક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવામાં આવે.
Published by:kiran mehta
First published:

Tags: CM Bhupendra Patel, CR Patil, પીએમ નરેન્દ્ર મોદી

આગામી સમાચાર