'અહેમદ પટેલે ધાર્યું હોત તો રાષ્ટ્રપતિ બની શકતા, તેઓ હંમેશા સત્તાથી વિમુખ રહ્યા' : શંકરસિંહ વાઘેલા

'અહેમદ પટેલે ધાર્યું હોત તો રાષ્ટ્રપતિ બની શકતા, તેઓ હંમેશા સત્તાથી વિમુખ રહ્યા' : શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા

બાપુએ જણાવ્યું કે, 'અહેમદ પટેલના જવાથી ન માત્ર કૉંગ્રેસને પરંતુ તમામ પાર્ટી અને દેશને મોટી ખોટ છે.'

  • Share this:
    કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું (Ahmed Patel) આજે વહેલી સવારે 71 વર્ષે નિધન (Ahmed Patel Death) થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળીને શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાપુએ જણાવ્યું કે, 'અહેમદ પટેલના જવાથી ન માત્ર કૉંગ્રેસને પરંતુ તમામ પાર્ટી અને દેશને મોટી ખોટ છે.'

    શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, "મારા મિત્ર એવા અહેમદભાઇ પટેલનાં સમાચાર મળ્યા, સાંભળતા સ્વાભાવિક દુખ થાય. જે માણસ પાર્ટી માટે અને પાર્ટી કાર્યકર્તાઓ માટે જીવ્યા. ખૂબ વફાદાર કહી શકાય તેવા સૈનિક, કૉંગ્રેસને ગમે ત્યારે કોઇપણ તકલીફ પડે તો તે અડધી રાતે પણ સમસ્યાને સોલ્વ કરીને ગાડી પાટા પર લઇ આવે તેવા અહેમદભાઇની ખોટ પડી છે તે ન પુરાય તેવી છે. એટલું જ નહીં દેશનાં રાજકારણમાં પણ તેમની ખોટ પડશે. આ એવો માણસ કે પબ્લિક લાઇફમાં પડ્યા પરંતુ સત્તાથી વિમુખ રહ્યા, ધાર્યું હોત તો દેશના રાષ્ટ્રપતિ થઇ શકત. જાહેરજીવનમાં આવા વ્યક્તિત્વ ઘણાં ઓછા હોય છે એવા અહેમદભાઇ પટેલને દિલથી શ્રદ્ધાંજલિ આપુ છું. તેમની જેટલી ખોટ પરિવારને છે તેનાથી ઘણી વધારે કૉંગ્રેસને છે."



    કૉંગ્રેસનાં 'ચાણક્ય' ગણાતા અહેમદ પટેલ ગુજરાતનાં પીરામણ ગામના હતા વતની



    બાપુએ વધુમાં કહ્યું કે, "જ્યારે પણ કોઇ કાર્યકર્તાઓને તકલીફ હોય તો ત્યારે તે રડતો જાય અને હસતો આવે. ક્યારેય કોઇ દવાખાનામાં હોય કે, કોઇને આર્થિક તકલીફ હોય તો અહેમદભાઇ તેના સુખદુખમાં ભાગીદાર બનતા હતા. હું અને અહેમદભાઇ વર્ષ 1977થી પાર્લામેન્ટમાં સાથે હતા. અમારા એટલા વ્યક્તિગત સંબંધ હતા કે, હું જ્યારે પણ અંકલેશ્વર જતો ત્યારે તેમના ઘરે ચોક્કસ જતો. તેમના બાળકોને મેં રમાડેલા છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ તેમનો સાઉથ એવન્યૂમાં એમનો ફ્લેટ હતો અને મારો નોર્થ એવન્યૂમાં રહેતો. પાર્ટી અમારી અલગ હતી તો પણ વ્યક્તિગત સંબંધો હતા. હું કૉંગ્રેસમાં હતો ત્યારે કોઇપણ સંકટ આવે તો પહેલા અહેમદભાઇ પાસે જવાનું. તેઓ કૉંગ્રેસ માટે હંમેશા કામ કરવા તત્પર રહેતા. તેઓ એકદમ લો પ્રોફાઇલ માણસ હતા, જાહેરજીવનમાં રહીને લો પ્રોફાઇલ રહેવું ઘણું અઘરૂં છે. તેમના જવાથી ન માત્ર કૉંગ્રેસને પણ બધી પાર્ટીને મોટી ખોટ છે."
    Published by:Kaushal Pancholi
    First published:November 25, 2020, 11:47 am

    ટૉપ ન્યૂઝ