ગાંધીનગર : LRDની ભરતીમાં અન્યાય મુદ્દે 45 દિવસથી ધરણા કરી રહેલી મહિલાઓ આમરણાંત ઉપવાસ પર ઉતરી

Updated: January 23, 2020, 2:08 PM IST
ગાંધીનગર : LRDની ભરતીમાં અન્યાય મુદ્દે 45 દિવસથી ધરણા કરી રહેલી મહિલાઓ આમરણાંત ઉપવાસ પર ઉતરી
મહિલાઓ 45 દિવસથી ધરણા પર.

2018નો  એક પરિપત્ર રદ કરવાના મુદ્દે અનામત વર્ગની મહિલાઓ આંદોલન પર ઊતરી છે, જ્યારે એજ પરિપત્ર રદ નહીં કરવા મુદ્દે બિનઅનામત વર્ગની મહિલાઓ મેદાને પડી છે.

  • Share this:
ગાંધીનગર  : લોકરક્ષક દળની પરીક્ષામાં ભરતી મુદ્દે વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે. જેમાં અનામત વર્ગની મહિલાઓ અને બિનઅનામત વર્ગની મહિલાઓ સામેસામે છે. બિનઅનામત વર્ગની મહિલાઓ તેમના માટે
ન્યાયની માગણી કરી રહી છે, જ્યારે અનામત વર્ગની મહિલાઓ તેમના માટે
ન્યાય ની માગણી કરી રહી છે.

2018નો  એક પરિપત્ર રદ કરવાના મુદ્દે અનામત વર્ગની મહિલાઓ આંદોલન પર ઊતરી છે, જ્યારે એજ પરિપત્ર રદ નહીં કરવા મુદ્દે બિનઅનામત વર્ગની મહિલાઓ મેદાને પડી છે.

લોકરક્ષક દળની પરીક્ષામાં ભાગ લઇ ચૂકેલી અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 45 દિવસથી આંદોલન પર બેઠી છે, જેમાં મહિલાઓએ આજથી ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.

કુલ 20 મહિલાઓમાંથી અંદાજે સાત મહિલાઓએ ઉપવાસ શરૂ કર્યા છે, તેમના સમર્થનમાં ચાર ભાઈઓ પણ આવ્યા છે. તેઓએ પણ આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

આ મહિલાઓનો દાવો છે કે જ્યાં સુધી 2018નો રાજ્ય સરકારનો પરિપત્ર રદ ન થાય અને તેમને ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ આમરણાંત ઉપવાસ ચાલુ રાકશે. હવે એ જોવું રહ્યું કે 45 દિવસથી આંદોલન પર બેઠેલી આ મહિલાઓને ન્યાય ક્યારે મળશે.
First published: January 23, 2020, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading