ગુજરાતમાં પોસ્ટિંગ મેળવનારા 7 IPS અધિકારીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ગુજરાત વિશે પાઠ ભણશે

ગુજરાતમાં પોસ્ટિંગ મેળવનારા 7 IPS અધિકારીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ગુજરાત વિશે પાઠ ભણશે
સાત IPS કરાઇ એકેડેમી ખાતે તાલિમ મેળવશે.

કેન્દ્ર સરકારે યુપીએસસી પાસ થઈને આવેલા સાત ઉમેદવારોને ગુજરાત કેડર ફાળવી, જેમનું પોસ્ટિંગ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરી દેવાયું છે.

  • Share this:
ગાંધીનગર : યુપીએસસી (UPSC Exam)પાસ થઈને ગુજરાતમાં પોસ્ટિંગ પ્રાપ્ત કરનાર સાત IPS અધિકારી (Indian Police Service)ની કરાઈ પોલીસ એકેડેમી (Karai Police Training Academy) ખાતે તાલીમ શરૂ કરાઇ છે. કરાઈ એકેડેમીમાં તાલીમ દરિયાન ગુજરાતી ભાષા (Gujarati Language), ગુજરાતી રીતભાત (Gujarati Culture), ગુજરાત પોલીસના કાયદાઓ શીખવાડવામાં આવશે. આગામી સમયમાં ફિલ્ડ વર્ક દરમિયાન આ વસ્તુ તેમને ઉપયોગી થશે. આ તાલીમ દરમિયાન તેમણે એક સામાન્ય કેડેટની જેમ કરાઈ એકેડેમીમાં વર્તવું પડશે. તેમને અહીં કોઈ વિશેષ સવલતો પણ નહીં આપવામાં આવે.

યુપીએસસી પાસ થઈને આવેલા સાત ઉમેદવારોને ગુજરાત કેડર કેન્દ્ર સરકારે ફાળવી છે. જેમનું પોસ્ટિંગ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરી દેવાયું છે. જેમાં અતુલ બંસલને ભરૂચ, અભિષેક ગુપ્તા, જગદીશ બંગારવા અને જંગમ કુલદીપને અમદાવાદ ગ્રામ્ય, પાલ સેસમાને ખેડા, વિજયસિંહ ગુર્જરને ભાવનગર અને વિશાખા ડબરલને જૂનાગઢમાં જવાબદારી સોંપાઈ છે.આ પણ વાંચો : એકમ કસોટી 'ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ' જેવી વાત : રાજ્ય શાળા સંચાલક મહામંડળ

મહત્વપૂર્ણ બાબત છે કે યુપીએસસી પાસ થઈને આવેલા ઉમેદવારોને ગુજરાતી ભાષા, સંસ્કૃતિ કે ગુજરાત પોલીસ મેન્યુઅલ કાર્યપદ્ધતિ વિશે ખબર હોતી નથી. હોતો નથી. ત્યારે તેમને આ તમામ બાબતોથી અવગત કરાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાઈ પોલીસ એકેડેમી ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહીં તેમને ગુજરાતની નાનામાં નાની બાબતો વિશે શીખવવામાં આવશે. અહીં તેઓએ સામાન્ય તાલીમાર્થીની જેમ જ તમામ વિષયોમાં નિપુણતા કેળવવાની રહેશે. અહીં તેમને તાલીમ આપનાર હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ અધિકારી હશે. આઈપીએસ અધિકારીઓએ તેમના તમામ આદેશોનું પાલન તાલીમના ભાગરૂપે કરવા નું રહેશે.

વીડિયો જુઓ :  સુરતમાં સ્પામાં થયેલી બંને લૂંટનો ભેદ ઉકેલાયો

કરાઈ પોલીસ એકેડેમીના પ્રિન્સિપાલ અને ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ નવા આવેલા IPS અધિકારીઓના તાલીમ કાર્યક્રમ અંગે કહ્યુ હતુ કે, તેઓએ કરાઈ એકેડેમીના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેઓ મંજૂરી વગર એકેડેમીની બહાર પણ નહીં જઇ શકે. તેમણે ફરજીયાત રીતે આનુશાસનમાં રહેવાનું રહેશે. તેઓએ ટ્રેનિંગ આપનાર હેડ કોન્સ્ટેબલના દરેક આદેશનું પાલન કરવાનું રહેશે. તેમને મળેલી તાલીમ ફિલ્ડ વર્ક દરમિયાન ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અધિકારીઓ રોજ વહેલા ઉઠવાનું અને પોતાના બેરેકમાં સમયસર પહોંચી જવું પડશે. સાથે સાથે તેમને ટ્રેનિંગ આપનાર દરેક પોલીસ કર્મચારીઓને માન-સન્માન આપવાનું રહેશે. કારણ કે તેઓ હાલ તેમના તાલીમાર્થી છે.
Published by:Vinod Zankhaliya
First published:July 23, 2020, 12:09 pm

ટૉપ ન્યૂઝ