Home /News /north-gujarat /વિવિધ પ્રશ્નો અંગે કાલે ગુરુવારે સાત લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન
વિવિધ પ્રશ્નો અંગે કાલે ગુરુવારે સાત લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન
સચિવાલયની તસવીર
Gandhinagar latest news: રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠનો (Various employee unions) દ્વારા ઉપવાસ, આંદોલન, ધરણાં, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
ગાંધીનગરઃ જૂની પેન્શન યોજના (Old pension scheme) લાગુ કરવાના મામલે છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠનો (Various employee unions) દ્વારા ઉપવાસ, આંદોલન, ધરણાં, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમનો કોઇ પ્રતિસાદ સરકાર તરફથી ન મળતાં હવે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો (Gujarat State Joint Employees Front) મેદાનમાં આવ્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના બનેલા વિવિધ સરકાર માન્ય સંઘ અને મહાસંઘના બનેલા અને સરકાર દ્વારા જેમને માન્ય યુનિયન તરીકે સ્વીકારવામાં આવેલ છે. તેવા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી કિરીટસિંહ ચાવડાએ આ મામલે મુખ્યમંત્રી સહિતના સરકારના ટોચના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે.
અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા આવતીકાલ તારીખ 14 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રાજ્યભરમાં કર્મચારીઓ બાબાસાહેબની પ્રતિમા પાસે એકત્ર થઇને પોતાનો વિરોધ નોંધાવશે.
મોરચાના આગેવાનોના જણાવ્યા મુજબ આવતી કાલનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક વિસ્તારમાં યોજવામાં આવનાર છે અને આ માટેના આદેશ દરેક જિલ્લાને અપાઈ ગયા છે.
બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો સાડા ત્રણ લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને જુદા જુદા બોર્ડ નિગમના કર્મચારીઓ સહિત કુલ સાત લાખ જેટલા કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલા છે મોરચાની મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવાની છે.
આ ઉપરાંત ફિક્સ પગાર પદ્ધતિ બંધ કરી ને પૂરો પગાર ચૂકવવા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાના લાભ આપવા પ્રાથમિક શિક્ષકો સિવાયનાઓને પણ સળંગ નોકરીનો લાભ આપો એવી માગણી કરવામાં આવી છે અને દસ દિવસમાં માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો રાજ્યવ્યાપી મહા આંદોલન ની ચેતવણી આપવામાં આવી છે.