રાજ્યસભાની ચૂંટણીમાં BTP કિંગમેકર : છોટુભાઈ વસાવાને મનાવવા ભાજપ-કૉંગ્રેસના મરણિયા પ્રયાસ

News18 Gujarati
Updated: June 19, 2020, 1:25 PM IST
રાજ્યસભાની ચૂંટણીમાં BTP કિંગમેકર : છોટુભાઈ વસાવાને મનાવવા ભાજપ-કૉંગ્રેસના મરણિયા પ્રયાસ
છોટુભાઈ વસાવા

સરકાર આદિવાસીઓ અંગે અમારી વિવિધ માંગણી મામલે લેખિતમાં ખાતરી આપે બાદમાં જ અમે મતદાન કરીશું : છોટુભાઈ વસાવા

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભા (RS Election Voting)ની ચાર બેઠક માટે ગાંધીનગર (Gandhinagar)માં મતદાનનું આયોજન કરાયું છે. આ દરમિયાન બીટીપી (Bharatiya Tribal Party)ના છોટુભાઈ અને મહેશભાઈ વસાવાએ મતદાન નહીં કરવાનો નિર્ણય કરીને શાસક બીજેપીનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આદિવાસીઓના પ્રશ્નોના નિરાકરણ માટે લેખિતમાં ખાતરી આપ્યા બાદ જ મતદાન કરશે તેવું જણાવ્યું છે. બીટીપી તરફથી બીજેપી-કૉંગ્રેસ એમ બંને પાર્ટીઓને ઑફર આપવામાં આવી છે. આ દરમિયાન ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ છોટુભાઈ વસાવાના મનાવવા માટે મરણિયા બન્યાં છે.

અમે વોટ આપવાનું નક્કી નથી કર્યું : છોટુભાઈ વસાવા

આ મામલે સવારે મીડિયા સામે પ્રતિક્રિયા આપતા બીટીપીના છોટુભાઈ વસાવાએ જમાવ્યું હતું કે, "અમે મતદાન નહીં કરીએ. સરકાર આદિવાસીઓ અંગે અમારી વિવિધ માંગણી મામલે લેખિતમાં ખાતરી આપે બાદમાં જ અમે મતદાન કરીશું. ભાજપ અને કૉંગ્રેસ બંને પાર્ટીઓએ ગુજરાત પર રાજ કર્યું છે. અમે બંને પાર્ટીઓથી નારજ છીએ. શિડ્યૂલ 5ને લાગૂ કરીને લોકોને લાભ આપો."

આ પણ વાંચો : શું NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને 'દગો' દીધો? વૉટ આપીને કહ્યુ- પાર્ટીના આદેશ પ્રમાણે મત આપ્યો

આ મામલે મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, "શિડ્યૂલ પાંચનો અમલ થશે તો જ અમે મતદાન કરીશું. ભાજપ લેખિતમાં શેડ્યૂલ 5નાં અમલ માટે ખાતરી આપે તો અમે તેમને મત આપીશું. જો કૉંગ્રેસ આદિવાસીઓના હક્કો અને માંગણીઓ માટે આગામી સમયમાં લડતની બાંહેધરી આપે તો અમે તેમને વોટ આપીશું. અમે વર્ષોથી આદિવાસીઓ માટે લડત લડી રહ્યા છીએ. અમે ભાજપ-કૉંગ્રેસમાં નહીં પરંતુ ગરીબોનો અવાજ ઉઠાવવા માટે સ્વતંત્ર રીતે લડ્યા છીએ. પોલીસ દમન, વિસ્થાપિત થયેલા આદિવાસીઓ મામલે અમારો વિરોધ છે."
બીટીપીને મનાવવા ભાજપ-કૉંગ્રેસના નેતાઓની કવાયત

બીટીપીના મત હાર અને જીત માટે નિર્ણાયક હોવાથી ભાજપ અને કૉંગ્રેસના નેતાઓએ સવારથી જ બીટીના નેતાઓ સાથે મુલાકાતો શરૂ કરી દીધી હતી. ભાજત તરફથી છોટુભાઈ વસાવાને મનાવવા માટે પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર પહોંચ્યાં હતાં. તેમણે છોટુભાઈ વાસવા સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે, "ભાજપના ત્રણેય ઉમેદવારો ચૂંટણી જીતશે. છોટુભાઈ ભૂતકાળમાં પણ અમારી સાથે રહ્યા છે. આદિવાસીઓ માટે તેમના મનમાં હશે તે પ્રશ્નોની સરકાર સાથે ચર્ચા કરીશું. આદિવાસીઓના પ્રશ્નોની માંગણી મામલે સરકારનું વલણ હકારાત્મક છે. છોટુભાઈ સાથે બીજેપીને કોઈ વૈચારિક મતભેદ નથી."

કૉંગ્રેસના નેતાઓ છોટુભાઈને મળવા પહોંચ્યા

ભાજપની જેમ કૉંગ્રેસના ત્રણ નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશિયારા છોટુભાઇને મનાવવા માટે તેમના ઘરે પહોંચ્યા હતાં. જે બાદમાં કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને નિરીક્ષક હરિપ્રસાદ પણ પહોંચ્યા હતા. આ મામલે રાજીવ સાતવે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નો મામલો બીટીપીની માંગણી સાથે છે. આ સાથે રાજીવ સાતવે બીટીપીના બંને મત કૉંગ્રેસ પાર્ટીને મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં એક જ પરિવારના છ લોકોનાં મૃતદેહ મળતા ખળભળાટ
First published: June 19, 2020, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading