સાવધાન! આડેધડ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ ખતરનાક, ઢગલો છે આડઅસરો, કયા સંજોગોમાં લેવું જોઈએ?

સાવધાન! આડેધડ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ ખતરનાક, ઢગલો છે આડઅસરો, કયા સંજોગોમાં લેવું જોઈએ?
પ્રતિકાત્મક તસવીર

આડેધડ રેમડેસિવિર ઈજેકશન લખી આપતા ડોક્ટરોને સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ચેતવ્યા છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રેમડેસિવિરથી કોરોનાના દર્દીનો મૃત્યુદર ઘટાડી શકાય વેન્ટિલેટરની જરૂર ઓછી પડે છે તેના કોઈ પુરાવા નથી.

  • Share this:
ગાંધીનગરઃ કોરોનાના દર્દીઓને (corona patient) જરૂર ન હોય છતાં આડેધડ રેમડેસિવિર ઈજેકશન (Remedivir ejection) લખી આપતા ડોક્ટરોને (doctors) સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ચેતવ્યા છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રેમડેસિવિરથી કોરોનાના દર્દીનો મૃત્યુદર ઘટાડી શકાય વેન્ટિલેટરની જરૂર ઓછી પડે છે તેના કોઈ પુરાવા નથી. રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના (Covid Task Force)  સભ્ય ડો . તેજસ પટેલ (Dr. Tejas patel) અને ડો . અતુલ પટેલે (Dr. Atul Patel) રેમડેસિવિર ક્યારે અને કયા સંજોગોમાં અપાય તે અંગે ગાઈડલાઈન (Guideline) બહાર પાડી છે .

ડોકટરોના મતે આ સંજોગોમાં રેમડેસિવિર આપી શકાય :


૧-  જો કોરોનાના દર્દીમાં ઓક્સિજનનું પ્રમાણ 94 ટકાથી ઘટી જાય ત્યારે .
૨ - ત્રણ - ચાર દિવસની દવા અને સારવાર પછી પણ દર્દીને હાઈગ્રેડ તાવ રહેતો હોય અને સી - રિએક્ટિવ પ્રોટિન ( સીઆરપી ) નું પ્રમાણ વધ્યું હોય ત્યારે .
૩- દર્દીને સતત નબળાઈ સાથે સતત ઝાડા રહેતા હોય ત્યારે .
૪-  વાઈરલ કફ સતત રહેવા સાથે ઓછો ન થતો હોય .
૫- દર્દી સામાન્ય પ્રવૃત્તિ કરે તો પણ વધુ થાક લાગતો હોય કે શ્વાસ ચઢી જતો હોય.
૬- શ્વાસોશ્વાસની ગતિ પ્રતિ મિનિટ 24 થી વધારે થઈ ગઈ હોય . 50 વર્ષથી વધુ વય હોય અને કોરોનાને કારણે સીઆરપી , ડી ડાઇમર , ફેરિટિનના પ્રમાણમાં વધારો થયો હોય .
૭- દર્દીનો એક્સ - રે પહેલાં નોર્મલ આવ્યો હોય પણ પછીથી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી જણાય.

લિમ્ફોપેનિયા સાથે એનએલઆરનું પ્રમાણ 3.5થી વધુ થાય આ સંજોગો મા રેમડેસિવર આપવું સલાહ ભર્યું છેએ સિવાય ખાસ કિસ્સામાં ચેપી રોગના નિષ્ણાત , ફિઝિશિયન કે બાળરોગના નિષ્ણાતના અભિપ્રાય પછી જ રેમડેસિવિર આપી શકાય.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

કોરોનાના લક્ષણ નહીં ધરાવતા કે સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને રેમડેસિવિર ઈજેક્શન આપવું સલાહભર્યું નથી..ઉલ્ટુ સામાન્ય દર્દીઓ માટે આ ઇન્જેક્ષન સેંકડો આડ અસર લઇને આવે છે. જે બકરું કાઢતા ઉંટ પેઠા જવી સ્થિતિ પૈદા કરે છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની (corona vaccines) વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. (Coronavirus) રાજ્યમાં આજે વિક્રમજનક 11,407 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,179 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 117 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે.
Published by:ankit patel
First published:April 19, 2021, 22:22 pm

ટૉપ ન્યૂઝ