રાહતના સમાચાર : 'ભારત સરકાર રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી'

રાહતના સમાચાર : 'ભારત સરકાર રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી'
કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા

ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે તા. ૧૨ અને ૧૩ માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ, જેમાં મહત્વનો નિર્ણય લેવાયો.

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસથી હાહાકાર જેવી પરિસ્થિતિ છે, તેમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે તા. ૧૨ અને ૧૩ માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયા.

હાલમાં દેશના સાત રેમડેસીવીર ઉત્પાદકોની ક્ષમતા ૩૮ લાખ વાઇલ પ્રતિમાસ છે. વધારાની ૭ સાઈટ પર ૧૦ લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા ૬ ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ-ટ્રેક એપ્રુવલ આપી દેવામાં આવી છે. બીજી વધારાની ૩૦ લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતા ૭૮ લાખ વાઇલ પ્રતિમાસ નો ધરખમ વધારો થશે.આ પણ વાંચોRemdesivir અછતનો મામલો : GMCLએ રેમડેસિવર વહેંચવાની સત્તા હવે તમામ જિલ્લાના કલેક્ટરને સોંપી

તા. ૧૧ એપ્રિલ ૨૦૨૧માં રોજ DGFT દ્વારા રેમડેસીવીર પર તેના API અને ફોર્મ્યુલેશન માટે નિકાસ પ્રતિબંધિત કરાયો હતો. સરકારનાં હસ્તક્ષેપથી, રેમડેસીવીરના લગભગ ૪ લાખ વાઇલ, કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક/ઘરેલું માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસીવીરના ઉત્પાદનકર્તાઓને સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.૩૫૦૦ થી ઓછી કિંમતે આ અઠવાડિયાના અંત સુધીમાં ધટાડી દેશે. રેમડેસીવીરના ઉત્પાદકર્તાઓને સરકાર દ્વારા હોસ્પીટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટે નિર્દેશો અપાયા છે.

આ પણ વાંચોઅમદાવાદ : રેમડેસીવીરના કાળા બજારનો પર્દાફાશ, રૂ. 8500માં ઈન્જેક્શન વેચનારને છટકું ગોઠવી ઝડપ્યો

DGGI દ્વારા ભારત અને રાજયની એનફ્રૌર્સમેન્ટ ઓથોરીટીને કાળા બજારી, સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા માટે ઝડપી પગલાં લેવા માટે નિર્દેશો અપાયા છે. National Pharmaceutical Pricing Authority (NPPA) રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે સતત મોનીટરીંગ કરી રહ્યુ છે.
Published by:kiran mehta
First published:April 14, 2021, 17:55 pm

ટૉપ ન્યૂઝ