રાજ્યસભા ચૂંટણી : 'CMના બંગલે ગુલાબી નોટોથી અમારા ધારાસભ્યોને ત્રાજવામાં તોલી BJPએ ખરીદ્યા'

News18 Gujarati
Updated: March 15, 2020, 10:35 PM IST
રાજ્યસભા ચૂંટણી : 'CMના બંગલે ગુલાબી નોટોથી અમારા ધારાસભ્યોને ત્રાજવામાં તોલી BJPએ ખરીદ્યા'
વિપક્ષ નેતા પરેશ ધાનાણી

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપાએ અમારા ધારાસભ્યોને ભ્રષ્ટાચાર કરી કાળાનાણાના જોરે ખરીદી લીધા છે

  • Share this:
રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમા ગરમી આવી ગઈ છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાના બે ઉમેદવારને કેવી રીતે હવે જીતાડવા તે મુશ્કેલી પેદા થઈ ગઈ છે. જેને જોતા તત્કાલિન ગુજરાત કોંગ્રેસની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપાએ અમારા ધારાસભ્યોને ભ્રષ્ટાચાર કરી કાળાનાણાના જોરે ખરીદી લીધા છે. અમારા ધારાસભ્યો પણ લાલચ રાખી પાર્ટી અને પ્રજા સાથે દગો કર્યો છે. જે પ્રજાએ તેમને કોંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બનાવ્યા તેમના સાથે તેમણે દગો કર્યો છે. તેમણે કહ્યું કે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે, અમારા બંને ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવશે.

તો વિપક્ષ નેતા દાનાણીએ કહ્યું કે, ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં જોડતોડની નીતિ અપનાવી છે. તેમણે પોતાના ચાર ધારાસભ્યોના રાજીનામા મામલે ભાજપા પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, સીએમ વિજય રૂપાણીના બંગલે ત્રાજવું મુકવામાં આવ્યું હતું, અને ભાજપે કોંગ્રેસના ચૂંટેલા પ્રતિનિધિઓને ગુલાબી નોટોથી જોખી ખરીદી લોકોના વિશ્વાસને ગીરવે મુકવાનું જે રીતનું કામ કર્યું છે તેનાથી સમગ્ર ગુજરાતની જનતાનું માથુ શરમથી જુકી જાય છે. તેઓ આ પ્રકારની રાજનીતિ રમી રહ્યા છે, તેનાથી પ્રજામાં બીજેપી પર રોષ ફેલાયો છે. તેમને પ્રજા જરૂર જવાબ આપશે. તેમણે વધુ માં કહ્યું કે, ભાજપની મનશા ક્યારેય પૂરી નહી થાય. અમારા બંને ઉમેદવારોને પુરતા વોટ મળશે.

ઉલ્લેખનીય છે કે, આગામી 26મી તારીખે રાજ્યસભાની ચૂંટણી (RajyaSabha Election) થવાની છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં (Politics) ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કૉંગ્રેસમાંથી (Gujarat congress) રાજીનામું આપી દીધું છે, તો કોંગ્રેસ અધ્યક્ષે આ ચારે ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે.

વિધાનસભા સૂત્રો અનુસાર, હજી વધુ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં (Gujarat BJP) આવી શકે છે. હાલ કૉંગ્રેસનાં 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં એક રિસોર્ટમાં (Rajasthan resort) મોકલી દેવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસનાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણ મારુ, અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડિયાના રાજીનામા સ્વીકારી દેવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર, કોંગ્રેસના ચાર ધારાસભ્યો રાજીનામા ધરી દીધા બાદ કોંગ્રેસ પાસે હવે 69 ધારાસભ્યોના વોટ રહેશે, ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારને જીતાડવા મુશ્કેલ બની શકે છે
First published: March 15, 2020, 10:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading