Home /News /north-gujarat /રાજ્યસભાની ચૂંટણી માટે કૉંગ્રેસમાંથી શક્તિસિંહના નામની ચર્ચા, સત્તાવાર જાહેરાત બાકી

રાજ્યસભાની ચૂંટણી માટે કૉંગ્રેસમાંથી શક્તિસિંહના નામની ચર્ચા, સત્તાવાર જાહેરાત બાકી

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાનું નામ જાહેર કર્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાનું નામ જાહેર કર્યું છે.

  ગાંધીનગર : આગામી 26મી માર્ચના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી બે નામની જાહેરાત કરી દેવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી શક્તિસિંહનું નામ ચર્ચામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. શક્તિસિંહ ગોહિલ હાલ બિહાર કૉંગ્રેસના પ્રભારી છે.

  ભાજપે બે નામ જાહેર કર્યા

  આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ બુધવારે સાંજે બે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. ભાજપા તરફથી ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની પસંદગી કરી છે. હાલની વિધાનસભાની સ્થિતિ પ્રમાણે ભાજપ અને કૉંગ્રેસને રાજ્યસભાની બે-બે બેઠક મળી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ત્રીજું નામ પણ જાહેર કરે તેવી શક્યતા છે. આ માટે ભાજપ કૉંગ્રેસના અમુક ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરાવે અથવા કૉંગ્રેસના અમુક ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે જો ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાની ચૂંટણી માટે ત્રીજો ઉમેદવાર ઉભો રાકશે તો કૉંગ્રેસ પણ પોતાની ત્રીજો ઉમેદવાર ઉભો રાખશે. જો આવું થશે તો આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની રહેશે.

  ભાજપે જાહેર કરેલા ઉમેદવારો :

  અભય ભારદ્વાજ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના મિત્ર છે. તેઓ રાજકોટ શહેરના જાણીતા વકીલ છે. ભારદ્વાજે કાયદાનો અભ્યાસ કર્યો છે અને વકીલાત કરે છે. તેઓ રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટેકેદાર પણ રહી ચુક્યા છે.

  રમીલા બારા : રમીલા બારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે. તેઓ પૂર્વ નાયબ સચિવ તરીકે નિવૃત થયા હતા અને ત્યારથી રાજકારણમાં જોડાયા હતા. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીના ખેડબ્રહ્મા બેઠકના ઉમેદવાર તરીકે એકવાર પેટા ચૂંટણી પણ જીતી ચુક્યા છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્પષ્ટ વક્તા છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन