તો શું રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો પર ભાજપ મારશે બાજી?

તો શું રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો પર ભાજપ મારશે બાજી?
હવે આ બંને સંસદ સભ્યોના નિધન બાદ બેઠક ખાલી પડતાં રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

હવે આ બંને સંસદ સભ્યોના નિધન બાદ બેઠક ખાલી પડતાં રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

  • Share this:
ગુજરાતના રાજ્યસભાના બે સંસદ સભ્યોના નિધન બાદ રાજ્યસભાની ચૂંટણી ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ વર્ષ 2017માં જ્યારે ભાજપ નેતા અભય ભારદ્વાજ વર્ષ 2020મા રાજ્યસભામા ગયા હતા. હવે આ બંને સંસદ સભ્યોના નિધન બાદ બેઠક ખાલી પડતાં રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

હાલમાં રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંને બેઠક પર ભાજપ પોતાના બે ઉમેદવાર રાજ્યસભામાં મોકલવા માટે સફળ થશે. કારણકે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્યોએ બંને બેઠકો માટે અલગ-અલગ મત આપવા પડ્યા હતા એટલે કે, ચૂંટણી ભલે એક જ દિવસે યોજાય પરંતુ બંને બેઠકો માટે વિધાનસભાના તમામ સભ્યો અલગ-અલગ મતદાન કરશે.વડોદરા: ફટાકડા ફોડીને રમી રહેલા બાળકો પાછળ કૂતરો છોડ્યો અને દંડો લઇને મારવા આવ્યા, ઘટના CCTVમાં કેદ

કોંગ્રેસે જે તે સમયે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો પરંતુ ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2009 અને 1994માં યોજાયેલી ચૂંટણીનો રેફરન્સ આપતા એક જ જાહેરનામા બંનેએ બેઠકોની અલગ-અલગ ચૂંટણી કરવા થયેલા આ પ્રક્રિયાનો હવાલો આપ્યો હતો એટલે કે ગુજરાતની ખાલી પડેલી બંને બેઠકો પર ભાજપના બંને ઉમેદવારને જીત મળશે અને રાજ્યસભા પહોશે.

રાજકોટ સિવિલમા કોરોનાના 180 દર્દીઓ લઈ રહ્યા છે માસ પ્રોનિંગ થેરાપી, આનાથી ઓક્સિજન વધારે પ્રમાણમાં મળે છે

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો

મહત્ત્વનું છે, રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે આ પેૈકીની સૌથી વધુ 7 બેઠકો હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતે છે. જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસના ખાતે છે. ભાજપમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે.કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા.
Published by:Kaushal Pancholi
First published:December 03, 2020, 10:53 am

ટૉપ ન્યૂઝ