કોરોનાનો કહેર : રાજસ્થાને ફરી એકવાર તમામ બોર્ડર સીલ કરી દીધી, પાસ વગર પ્રવેશ નહીં

News18 Gujarati
Updated: June 10, 2020, 12:46 PM IST
કોરોનાનો કહેર : રાજસ્થાને ફરી એકવાર તમામ બોર્ડર સીલ કરી દીધી, પાસ વગર પ્રવેશ નહીં
ફરીથી બોર્ડર સીલ.

ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ, માલવાહક વાહનો અને ઇમરજન્સી વાહનો આવ-જા કરી શકશે, અન્ય વાહન માટે પાસ જરૂરી બનશે.

  • Share this:
અમદાવાદ : રાજસ્થાન સરકારે (Rajasthan Border) મોટો નિર્ણય કરતા તમામ આંતરરાજ્ય સરહદ (Rajasthan Inter state Border)ફરીથી બંધ કરી દીધી છે. જેના પગલે ગુજરાતને રાજસ્થાન (Gujarat-Rajasthan Border) સાથે જોડતી સરહદો પણ બંધ કરી દેવામાં આવી છે. સરકારના આવા નિર્ણય બાદ હવે રાજસ્થાન કે રાજસ્થાન થઈને બીજા રાજ્યમાં જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતા સરકારે આવો નિર્ણય કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

માલ-વાહક વાહનો સિવાય કોઈને પ્રવેશ નહીં

રાજસ્થાન સરકારે રાજ્યની તમામ સરહદો સીલ કરતા ફક્ત માલવાહક વાહનોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. માલવાહક વાહન સિવાય કોઈએ રાજસ્થાનમાં પ્રવેશ કરવો હશે તો તેના માટે પાસની જરૂર પડશે. ગુજરાતથી રાજસ્થાન સાથે જોડતી દાહોદ જિલ્લાની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. જે અનુસંધાન ઝાદોદ નજીક આવેલી મોનાડુગર બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અંબાજી નજીક આવેલી છાપરી બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ-રાજસ્થાન બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસંધાને બોર્ડર પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી : મંત્રી પદ નથી મળ્યું તેવા બે બીજેપી MLA કૉંગ્રેસના સંપર્કમાં હોવાનો હાર્દિક પટેલનો દાવો

કૉંગ્રેસના ધારાસભ્યોની મુશ્કેલી વધશેતાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે કૉંગ્રેસ તેના ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને રાજસ્થાન ખસેડી શકે છે. કૉંગ્રેસના વધારે ધારાસભ્યો ન તૂટે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ કરી દેવામાં આવી છે ત્યારે આ ધારાસભ્યોએ હવે ગુજરાત બહાર જવા માટે પાસ લેવો પડશે. બીજી તરફ ગુજરાતમાં આજે કેબિનેટ બેઠક મળી છે ત્યારે બોર્ડર સીલ કરી દેવાનો મુદ્દો બેઠકમાં ચર્ચવામાં આવશે.

ગુજરાતમાંથી જતા અને આવતા લોકોને મુશ્કેલી પડશે

નોંધનીય છે કે ગુજરાતમાં અનેક રાજસ્થાની લોકો કામ કરે છે. લૉકડાઉન બાદ મોટી સંખ્યામાં લોકો વતન પલાયન કરી ગયા હતા. હવે અનલોક 1.0 હેઠળ પરિસ્થિતિ થાડે પડી રહી છે તેમ તેમ લોકો હવે પરત આવી રહ્યા હતા. રાજસ્થાન-ગુજરાત બોર્ડર સીલ થતાં હવે આ લોકો આવન-જાવન નહીં કરે શકે. આ માટે હવે તેમણે પહેલાની જેમ પાસ લેવો પડશે.

આ પણ વાંચો : અમદાવાદમાં વ્યાજખોરો બેફામ બન્યા, કારની ટક્કર મારી વ્યક્તિની હત્યાનો પ્રયાસ
First published: June 10, 2020, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading