Home /News /north-gujarat /

રેલવેનું ડીજીટલ ઇન્ડિયા તરફ વધુ એક પગલું, રેલવે કર્મચારીઓ માટે ઇ-પાસ શરૂ કરાયા

રેલવેનું ડીજીટલ ઇન્ડિયા તરફ વધુ એક પગલું, રેલવે કર્મચારીઓ માટે ઇ-પાસ શરૂ કરાયા

પશ્ચિમ રેલવેનાં કર્મચારી અને તેમના પરિવાર માટે ઇ પાસ સુવિધા ટિકિટ ઓર્ડરનું પેપરલેસ કામ થશે.

પશ્ચિમ રેલવેનાં કર્મચારી અને તેમના પરિવાર માટે ઇ પાસ સુવિધા ટિકિટ ઓર્ડરનું પેપરલેસ કામ થશે.

પશ્ચિમ રેલવે  (Western Railway) દ્વારા પોતાના કર્મચારીઓ માટે ઇ-પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ડિજીટલ ઇન્ડિયા પહેલ તરફ વધુ એક પગલું ભારતીય રેલવે (Indoan Railway) દ્વારા ઇ પાસની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. જે માનવ સંસાધન સંચાલન પ્રણાલીનું એક મોડ્યુલ છે.પશ્ચિમ રેલવેનાં કર્મચારી અને તેમના પરિવાર માટે ઇ પાસ સુવિધા ટિકિટ ઓર્ડરનું પેપરલેસ કામ થશે.

આ સુવિધાનો લાભ મેળવવા માટે રેલવે કર્મચારીઓને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. રેલવે દ્વારા પુરા પાડવામાં આવેલા લોગીન આઇ ડી અને પાસવર્ડની મદદથી લોગિન કરવું પડશે. આ સુવિધા હેઠળ અપાયેલા પાસને કર્મચારીઓએ ડાઉનલોડ કરવા ઉપરાંત કર્મચારી તેમની સુવિધા મુજબ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે. જોકે, અત્યાર સુધી રેલવે કર્મચારીઓને ઓનલાઈન ટિકિટ બુકીંગ માટેની સુવિધા ઉપલબ્ધ ન હતી.

આ પણ વાંચો - માઈભક્તો માટે સારા સમાચાર : અંબાજીનું મંદિર 4ના બદલે હવે 2 સપ્ટેમ્બર સુધી જ બંધ રહેશે

ઇ પાસ સુવિધા સાથે રેલવે કર્મચારીઓ ને હવે પાસ ઈશ્યુ કરવા માટે સંબંધિત ઓફિસની મુલાકાત લેવી પડશે નહિ. અથવા ટિકિટ બુક કરવા માટે અનામત કચેરીએ જવાની જરૂર રહેશે નહીં. પ્રારંભિક તબક્કે આ સુવિધા કાર્યકારી કર્મચારીઓ મુખ્ય મથક સહિત તમામ વિભાગ માટે ઉપલબ્ધ કરાઈ છે.  1 નવેમ્બરથી પાસ આપવામાં આવશે નહિ.

આ પણ જુઓ - 

જોકે, પહેલા મેન્યુઅલ પાસ નીકળતા હતા અને રેલવે કર્મચારીઓ સંબધિત ઓફિસના ધક્કા ખાવા પડતા હતા.પરંતુ હવે રેલવે કર્મચારીઓ ઓનલાઈન પાસ મેળવી શકશે.

આ પણ વાંચો - સુરત : પરિણીતા રસોડામાં કામ કરતી હતી અને પડોશી યુવાન અચાનક નગ્ન થઇ ગયો
Published by:Kaushal Pancholi
First published:

Tags: Employees, ગુજરાત, ભારતીય રેલવે, રેલવે

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन