Home /News /north-gujarat /ગાંધીનગર : રાજ્યના 20 IPS અધિકારીઓને આ સપ્તાહમાં પ્રમોશન મળશે, ધરખમ ફેરફારની શક્યતા

ગાંધીનગર : રાજ્યના 20 IPS અધિકારીઓને આ સપ્તાહમાં પ્રમોશન મળશે, ધરખમ ફેરફારની શક્યતા

પ્રતિકાત્મક તસવીર

રાજ્યના 11 DSP, 5 ASP, 4 ADGPને સરકાર પ્રમોશન આપશે, જાણો પ્રમોશન બાદ તેમને ક્યો હોદ્દો મળશે

રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ (IPS) અધિકારીઓને બઢતી અને બદલી માટે કવાયત હાથ ધરાઈ છે.આ સપ્તાહ માં જ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપી દેવા માં આવશે.રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા વર્ષ  2006 બેન્ચના SP રેન્કના અધિકારીઓ અને 2016 બેન્ચના ASP રેન્કના આઇપીએસ અધિકારીઓને ગયા જાન્યુઆરી મહિનામાં બઢતી મેળવવા ને પાત્ર હતા. જોકે કોરોના મહામારીમાં  (Gujarat corona updates)વ્યસ્ત રાજ્ય સરકારે IPS અધિકારીઓને પ્રમોશનની ફાઇલ ક્લિયર કરી ન હતી.જોકે હવે  વર્ષ 2006 બેન્ચના 13 SP રેન્કના IPS અધિકારીઓને DIGમાં બઢતી મળવાની હતી  પરંતુ કોઇ કારણોસર આ બઢતીના હુકમો હજુ સુધી થયા નથી.

2006 બેન્ચના 13 પૈકી 12 IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવશે .જ્યારે IPS અધિકારી આરએફ સંઘાડા  માર્ચ મહિનામાં ડીઆઇજીમાં બઢતી મળ્યા વગર નિવૃત થયા હતા.

આ પણ વાંચો :   સુરત : બોમ્બે માર્કેટ અને હીરા-ચોક્સી બજારમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન, Corona બેકાબૂ બનતા નિર્ણય લેવાયો

આ 12 IPSને DIG તરીકે બઢતી મળશે

વર્ષ 2006 બેન્ચના આ 12 આઇપીએસ અધિકારીઓને બઢતી મળશે જેમાં નીલેશ ઝાંઝડિયા, બીપીન આહિરે, શરદ સિંઘલ, ચિરાગ ગોરડિયા, પીએલ માલ, બીઆર પાંડોર, એન.એન ચૌધરી, અશ્વિન ચૌહાણ, ડૉ. એમ.કે નાયક, રાજેન્દ્ર અસારી અને કે એન ડામોરને DIG તરીકે પ્રમોશન મળશે. જ્યારે 2016 બેન્ચના પાંચ ASP રેન્કના અધિકારીઓમાં પ્રેમસુખ ડેલ, રવિન્દ્ર પટેલ, શેફાલી બરવાલ, અમિત વસાવા અને પ્રવીણ કુમારને SP તરીકે  પ્રમોશન મળશે.

રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા SP , ASP ,રેન્જ IG સહિતનાં પ્રમોશન આપવા માં આવતા જિલ્લા પોલીસ વડા થી લઈ રેન્જ IG માં ધરખમ ફેરફાર જોવા મળશે.

આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા 31 જુલાઈ ના રોજ નિવૃત થનાર છે.  ત્યારે તેમના સ્થાને વર્ષ 1985 બેચના અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાને DGP  બનાવવા માં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
" isDesktop="true" id="1001069" >

આ પણ વાંચો :  ભાજપના વધુ એક ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જ્યારે  વર્ષ 1987 બેચના અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવને બનાવવા માં આવે તેવી શક્યતાઓ છે.જોકે વર્ષ 1988 બેચ ની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે અજય તોમર પણ દાવેદાર છે .તેઓ રાજ્ય સરકારની એકદમ નજીક માનવા માં આવે છે. .જોકે આખરી ચિત્ર 31 જુલાઈ એ જ સ્પષ્ટ થશે.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarat police, Promotion, આઇપીએસ, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन