સાવધાન! રાજ્યમાં મંજૂરી સિવાય ફરતી ખાનગી બસો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરાશે


Updated: May 24, 2020, 8:53 PM IST
સાવધાન! રાજ્યમાં મંજૂરી સિવાય ફરતી ખાનગી બસો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરાશે
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન-4 માં મળેલી છૂટછાટ અનુસાર ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં 20મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના 8થી સાંજના 6 કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

  • Share this:
ગાંધીનગરઃ લૉકડાઉન-૪માં (lockdown) નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ખાનગી બસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથી. એટલે કે ખાનગી બસોને (Private buses) પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ફરતી ખાનગી બસોને ડિટેઈન કરીને તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે (Chief Minister's Secretary Ashwini Kumar) જણાવ્યું છે.

લૉકડાઉન-4 માં મળેલી છૂટછાટ અનુસાર ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં 20મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના 8થી સાંજના 6 કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ બસ કન્ટેન્ટમેન્ટ વિસ્તારના રૂટમાંથી પસાર કરવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ-કાલે 25 મેથી દિલ્હીથી થશે 380 ફ્લાઈટનું સંચાલન, IGI એરપોર્ટ ઉપર રહેશે આવી ખાસ વ્યવસ્થા

એસ.ટી બસો ઉપરાંત જેને મંજૂરી નથી તેવી ખાનગી બસો પણ પરિવહન કરતી હોવાની વિગતો મળતાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાનગી બસોના પરિવહન પર કાર્યવાહી કરવા અંગેની સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-તક્ષશીલા અગ્નીકાંડને એક વર્ષ પૂર્ણ: ફાયર વિભાગને એક વર્ષમાં આવા આધુનિક સાધનો સાથે સજ્જ કરાયું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જૂના અને જાણીતા આ પગરખાં બજારમાં ખરીદી કરવા માટે આટલું રાખવું પડશે ધ્યાનતેમ જણાવી સચિવે ઉમેર્યું કે, લૉકડાઉન-૪માં ખાનગી બસોને પરિવહનની મંજૂરી ન હોવા છતાં મુસાફરોની હેરફેર માટે ખાનગી બસો રોડ પર ફરતી જોવા મળશે. તો તે બસોને ડિટેઈન કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
First published: May 24, 2020, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading