Home /News /north-gujarat /PM Modi Gujarat Visit: ગાંધીનગરમાં PM Modiએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના રિયલ ટાઈમ મોનિટરિંગ સેન્ટરનું કર્યું નિરીક્ષણ

PM Modi Gujarat Visit: ગાંધીનગરમાં PM Modiએ વિદ્યા સમીક્ષા કેન્દ્રના રિયલ ટાઈમ મોનિટરિંગ સેન્ટરનું કર્યું નિરીક્ષણ

મોદી વિધ્યા સમીક્ષા કેન્દ્રમાં

PM Narendra Modi Gujarat Visit: મોદી ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર (vidhya Samiksha kendra) પહોંચ્યા હતા. જ્યાં તેમણે શિક્ષણ વિભાગનું રિયલ ટાઈમ મોનિટરિંગ સેન્ટરની નિરીક્ષણ કર્યું હતું.

    ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં (PM Modi in Gujarat) આવી પહોંચ્યા છે. સોમવારે સાંજના 5.30 કલાકે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ઉપર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. મોદી ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર (vidhya Samiksha kendra) પહોંચ્યા હતા. જ્યાં તેમણે શિક્ષણ વિભાગનું રિયલ ટાઈમ મોનિટરિંગ સેન્ટરની નિરીક્ષણ કર્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પનોતા પુત્ર ગાંધીનગર પહોંચી ચુક્યા છે. અને ગાંધીનગરમાં આવેલા શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં સેન્ટરના અધિકારીઓ દ્વારા મોદીનું સ્વાગત કર્યું હતું. અને વિદ્યાર્થી બેન્ડ દ્વારા પણ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મોદીએ સ્વરસ્વતી માતાની મૂર્તી આગળ દિપ પ્રાગટ્ય કર્યું હતું.

    મોદીનો ગુજરાત પ્રવાસ


    ત્યારબાદ શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બનાવેલા રિયલ ટાઈમ મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. અને મોદીએ અહીંના અધિકારીઓ દ્વારા આખું તંત્ર કેવી રીતે કામ કરે છે એ અંગેની જાણકારી મળવી હતી. શિક્ષણ વિભાગનું મોનિટરિંગ સેન્ટર આખા ગુજરાતના સરકારી શાળાઓમાં બાજ નજર રાખે છે. અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. એ અંગે પણ જાણકારી મેળવી હતી.

    મોનિટરિંગ સેલ શિક્ષણ વિભાગની સરકારી શાળાઓમાં શિક્ષણ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણના સ્તર ઉપર નજર રાખે છે. આ ઓનલાઈન મોનિટરિંગ સેન્ટરથી ગુજરાતના શિક્ષણમાં ચાલતી લાલીયા વાડી ઉપર પણ કંટ્રોલ આવી ગયો છે.

    આ પણ વાંચોઃ-PM modi Gujarat Visit: જામનગરમાં નિર્માણ પામશે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન, કાલે PM મોદી કરશે શિલાન્યાસ

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત બાદ રાજભવન જશે અને જ્યાં વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરશે અને આવતી કાલ સહિત બે દિવસના પ્રવાસના આગળના કાર્યક્રમોમાં ભાગ લેશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જરાત પ્રવાસનો કાર્યક્રમ

    19 એપ્રિલ - મંગળવાર
    બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે
    દિયોદર ખાતે જનસભામાં હાજર રહેશે
    દિયોદર બાદ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે
    પીએમ મોદી બપોરે 1.20 વાગે જામનગર પહોંચશે
    5 વાગે અમદાવાદ આવશે
    રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

    20 એપ્રિલ - બુધવાર
    પીએમ મોદી મહાત્મા ગાંધી મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે
    દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુરત કરશે
    સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે
    Published by:Ankit Patel
    First published:

    Tags: Gandhinagar News, Gujarati news, Pm modi in gujarat

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો