કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ધારાસભ્યોને સાથે લઈને ફરે છે : પ્રદીપસિંહ જાડેજા


Updated: June 17, 2020, 8:30 PM IST
કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ધારાસભ્યોને સાથે લઈને ફરે છે : પ્રદીપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજા

કોંગ્રેસ પાસે ૬૫ મત છે એટલે દિલ્હીના એક નેતાના ઈશારે એકને જીતાડવો અને બીજાને હરાવવા અંગેની નીતિ અજમાવવામાં આવી રહી છે તે કોંગ્રેસની આંતર કલહની નીતિ સ્પષ્ટપણે દેખાઇ રહી છે

  • Share this:
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તે જણાવ્યું છે કે, આગામી ૧૯મી જૂને યોજાનાર રાજ્યસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે એટલે કોંગ્રેસ સીધી હાર ભાળી ગઈ હોવાથી બેબુનિયાદ નિવેદનો કરી રહી છે.રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ મતદાન કરવું એ તેમની નૈતિક ફરજ છે ત્યારે સૌ ધારાસભ્યો મુક્ત મને મતદાન કરે, તેમણે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પક્ષ પાસે પૂરતા મત છે અમારે કોંગ્રેસના એક પણ મતની જરૂર નથી એટલે જ અમારી જીત નિશ્ચિત છે.

કોંગ્રેસ પાસે ૬૫ મત છે એટલે દિલ્હીના એક નેતાના ઈશારે એકને જીતાડવો અને બીજાને હરાવવા અંગેની નીતિ અજમાવવામાં આવી રહી છે તે કોંગ્રેસની આંતર કલહની નીતિ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. આમ હાર દેખીને કોંગ્રેસ પોતાના ધારાસભ્યો સાથે લઈને ફરી રહી છે એ જ દર્શાવે છે કે અમારી જીત નક્કી છે.

બીજી બાજુ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે. સરકારે આ અંગે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. આજે એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જનતા કર્ફ્યૂ વચ્ચે યોજાશે અને માત્ર 250 લોકો જોડાશે. જોકે, કોરોનાના સંક્રમણના કારણે સરકારે કોઈ નિર્ણય હજુ ન લીધો હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 'રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ વિભાગો પાસે આ અંગે ફીડબેક મંગાવ્યો છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.' આમ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાશે કે નહીં તે ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે.
First published: June 17, 2020, 8:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading