ગુજરાત શિક્ષણ બોર્ડની મહત્ત્વની જાહેરાત, 30 માર્ચથી લેવાશે ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડની મહત્ત્વની જાહેરાત, 30 માર્ચથી લેવાશે ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા
પ્રતિકાત્મક તસવીર

રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. આગામી 30 માર્ચથી જિલ્લાના નિયત થયેલા કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાશે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોનાના (coronavirus) ભય વચ્ચે ગુજરાતમાં શાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (hsc board) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની (Standard 12 Science) પ્રાયોગિક પરીક્ષાની (Practical exam) તારીખ જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી તારીખ પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. આગામી 30 માર્ચથી જિલ્લાના નિયત થયેલા કેન્દ્ર ઉપર પરીક્ષા લેવાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી પ્રમાણે ઉ.મા.પ્ર.પરીક્ષા (ધોરણ 12) વિજ્ઞાન પ્રવાહની મેં-2021માં યોજાનાર પરીક્ષામાં નોંધાયેલી વિદ્યાર્થીઓની રસાયણ વિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) અને જીવ વિજ્ઞાન (057) વિષયની પ્રાયોગિક પરીક્ષા તારીખી 30/03/2021થી જિલ્લાના નિયત થયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા લેવાશે.

આ પણ વાંચોઃ-

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે લગાવેલા લોકડાઉનમાં સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવામાં આવી હતી. જોકે, મહિનાઓ સુધી બંધ રહેલી શાળાઓ ગત 11 જાન્યુઆરથી ફરીથી ચાલું કરવામાં આવી છે.કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનને ધ્યાનમાં રાખીને સ્કૂલોમાં ફરીથી શરું થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે મહત્વનું ગણાતા ધોરણ 12 સાયન્સ બોર્ડના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પ્રાયોગિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.
Published by:ankit patel
First published:January 13, 2021, 16:45 pm

ટૉપ ન્યૂઝ