Home /News /north-gujarat /

Power Corridor: શાલિની અગ્રવાલે બાળકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

Power Corridor: શાલિની અગ્રવાલે બાળકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ

Power corridor: IAS officers: વડોદરામાં પાણીની તીવ્ર અછતની સમસ્યાને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે (Municipal Commissioner Shalini Agarwal) 963 શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ શરૂ કરવાનો એક પ્રયાસ કર્યો છે.

Power Corridor: ક્યારે કયો આઇડીયા કલીક કરી જશે એ ક્યારેક કામ કરનારને ખબર નથી હોતી. વડોદરાના (Vadodara) એક સમયના કલેક્ટર (Collector) અને હવે મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે (Municipal Commissioner Shalini Agarwal) લડાવેલા એક આઇડીયા મા પણ કંઇક આવુજ થયું છે. વડોદરામાં પાણીની તીવ્ર અછતની સમસ્યાને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે (Municipal Commissioner Shalini Agarwal) 963 શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ શરૂ કરવાનો એક પ્રયાસ કર્યો છે. જેના કારણે દર વર્ષે 10 કરોડ લિટર પાણીની બચત કરીને 1.8 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.

શાલિની અગ્રવાલ દ્વારા આ યોજના 2020માં શરૂ કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા વરસાદી પાણીને ટેરેસમાંથી એકત્રિત કરવામાં આવે છે અને જમીન ના ભૂગર્ભ ટાંકા મા ઉતારવામા આવે છે. શાલિની અગ્રવાલ દ્વારા આ માટે વડોદરામાં વિવિધ વર્કશોપ, સ્પર્ધાઓ અને ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું ..જેમાં અન્ય કોઇને નહી પણ બાળકોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા હતા.

લોચન સહેરા: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બનવા થી ભાજપ લોબીમા ખુશીનો માહોલ

અમદાવાદના પૂર્વ એએમસી કમિશ્નર મુકેશ કુમાર સામે - મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની નારાજગી છૂપી નહોતી. કેટલાય સમય થી મુકેશ કુમારની ભાજપ લોબી સાથે ચાલી રહેલી ઝીણી ખટપટ ને કારણે એક તબક્કે તેમની કમિશ્નર તરીકેની વિદાય નિશ્ચિત બની હતી. પરંતુ, એ વિદાય વાઇબ્રન્ટ સમીટ પછી થશે એમ સહુ કોઇ માની રહ્યા હતા. પણ એ પહેલાંજ મુકેશ કુમાર વિદાય થઇ જવાથી ભાજપ લોબી ખુશખુશાલ છે.

સામે પક્ષે લોચન સહેરાની કંમ્પેરીઝન એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનું પદ શોભાવી ચૂકેલા મહાપાત્રા સાથે થઇ રહી છે. મહાપાત્રા એક ખૂબ સારા અધિકારી હતા ને સરકાર અને વહીવટ સાથેનું સંકલન તેઓએ અદભૂત રીતે સાધ્યુ હતું. લોચન સહેરા એ ભૂતકાળ ના મહાપાત્રાની ગરજ સારશે એમ સૌ કોઇને લાગી રહ્યું છે. એટલે હાલ તો એએમસી પર રાજ કરી રહેલી ભાજપ લોબીની ખુશી બેવડાઈ છે.

મુકેશ કુમારના શહેરી વિકાસમાં આવવાથી વિકાસ ને પાંખો આવશે?!!!

રાજ્ય સરકારના વિવિધ ખાતાઓમાં ઉદ્યોગ અને શહેરી વિકાસ વિભાગ, આ બેય ખાતા એવા છે કે જેના સામાન્ય સેક્રેટેરીનું મહત્વ પણ એક એસીએસ કે રાજ્ય ના ચીફ સેક્રેટરી થી વધુ મહત્વનું અંકાય છે. એવા પદ પર મુકેશ કુમાર ને મુકાતા સૌની આંખો પહોળી થઇ ગઇ છે. જોકે મુકેશ કુમારને બગાસું ખાતા પતાસું પડ્યું હોય - સાવ એવુ ય નથી. સીએમ ભૂપેન્દ્ર ભાઇ પટેલ એકસમયે ઔડાના ચેરમેન હતા. ત્યાર બાદ ઔડાના ચેરમેન તરીકે મુકેશ કુમારે ગાદી સંભાળી હતી. પરંતુ, પૂર્વ ચેરમેન ની રુ એ મુકેશ કુમારે - ભૂપેન્દ્ર પટેલનું સન્માન જાળવીને જે પ્રકારે તેમના કામો કર્યા હતા. તે હવે મુકેશ કુમારને ફળ્યા છે.

સાડા ચાર વર્ષથી શહેરી વિકાસ વિભાગનો કબ્જો કરીને બેઠેલા મુકેશ પુરીની કાર્યશૈલી ને કારણે લોકો તો ઠીક તેમના પટાવાળા સુધ્ધા ત્રાસી ગયા હતા તેમ ચર્ચાઇ રહ્યું છે. એક તબક્કે કોઇના કામજ નહી થવાથી પુરીની ઓફિસ લોકોની અવરજવર વગર લગભગ સૂની પડી ગઇ હતીને ફાઇલોના ઢગ ખડકાયા હતા. પરંતુ, મુકેશ કુમારના આવવા થી સટાસટ આ ફાઈલોનો ઉકેલ આવશેને ખરા અર્થમા વિકાસને પાંખો આવશે. એમ સૌ કોઇ માની રહ્યા છે.

GPSCની તૈયારી કેવી રીતે કરવી તે દિનેશ બ્રહ્મભટ્ટ કહે છે

ગુજરાતમાં જીપીએસસીની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. જેમાં ઘણાં વિદ્યાર્થીઓ સફળ રહ્યાં છે પરંતુ આવી પરીક્ષા હવે 2022-23માં આવી રહી છે ત્યારે તેની તૈયારી કેવી રીતે કરવી તે વિશે પૂર્વ આઇએએસ ઓફિસર દિનેશ બ્રહ્મભટ્ટે હવે ઓનલાઇન જ્ઞાન આપવાનું શરુ કર્યું છે. તેઓ કૃષિ વિભાગના સચિવ તરીકે રહીને 2014માં નિવૃત્ત થયા છે. ને તેમણે પોતાની જિંદગીમાં એક કરતા વધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા હાંસિલ કરી છે.

તેમના મતે અભ્યાસનું અવલોકન અને અદ્યયન જરૂરી છે. પરીક્ષાની પેટર્ન જાણવી પણ અગત્યની હોય છે. ગોખણિયા ગ્યાન વાળાને તેઓ ચેતવી રહ્યા છે કે -પરીક્ષામાં નોલેજ ચકાસવામાં આવે છે, યાદશક્તિ નહીં.

આ છે ગુજરાતના 2022-23ના વર્ષના બજેટના ઘડવૈયા

ગુજરાતના સામાન્ય બજેટ 2022-23ના ઘડવૈયા કોણ છે તે જાણવું એટલું જ રસપ્રદ છે , જેટલું નાણામંત્રી બજેટનું વાંચન કરે છે ત્યારે લોકોને સાંભળવાનું કૂતુહલ હોય છે. ગુજરાતનું બજેટ બ્યુરોક્રેસીમાં નાણા વિભાગના અગ્ર સચિવ જેપી ગુપ્તા તૈયાર કરવાના છે.

તેઓ બજેટના મુખ્ય ઘડવૈયા છે. તેમની ટીમમાં ઇકોનોમી એફેર્સ સેક્રેટરી મિલિન્દ તોરવણે આવે છે. તેઓ વેટ કમિશનરનો ચાર્જ પણ સંભાળી રહ્યાં છે. બજેટના કામમાં એક્સપેન્ડિચર સેક્રેટરી મનિશા ચંદ્રાનો પણ સમાવેશ થાય છે. એ ઉપરાંત બજેટ વિભાગમાં એડિશનલ સેક્રેટરી એસ છાકછુક, ઇન્સ્ટીટ્યુશનલ ફાયનાન્સના ડાયરેક્ટર બીવાયવી સત્યનારાયણ, દિલીપ ઠાકર, સપના રાણા, દિલીપ હડીયલ અને કોમલ ભટ્ટ સહિત બીજા 12 અધિકારી એવા છે કે જેઓ ગુજરાતના બજેટ માટે દિન-રાત હાલ મહેનત કરી રહ્યા છે.

સામાન્ય રીતે તમામ વિભાગો માટે હાલ વાઇબ્રન્ટની સીઝન છે. એથી ઉલ્ટુ જે.પી.ગુપ્તા અને એમની ટીમ માટે બજેટની સીઝન ચાલી રહી છે. બજેટ તૈયાર કરવામાં સૌથી મહત્વનું કામ રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને મુખ્યમંત્રીના અગ્રસચિવ પંકજ જોષી અને મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંઘનું રહ્યું છે. આ સાથે રાજ્યના નાણા વિભાગ સિવાયના અન્ય 27 વિભાગોના ટોચના અધિકારીઓ બજેટની શાખાઓ તૈયાર કરી રહ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarat Government, Power Corridor, વડોદરા સમાચાર

આગામી સમાચાર