Home /News /north-gujarat /Power Corridor: સ્પિરીચ્યુઅલ ઇન્ટેલીજન્સમા અંજુ શર્માએ કર્યું Phd
Power Corridor: સ્પિરીચ્યુઅલ ઇન્ટેલીજન્સમા અંજુ શર્માએ કર્યું Phd
અંજુ શર્માની ફાઈલ તસવીર
Gandhinagar News: સાડા ચાર વર્ષ જેટલો લાંબો સમય ગાળી ચૂકેલા સિનિયર આઇએએસ અધિકારી (Senior IAS officer) અંજુ શર્મા અત્યાર સુધી વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરતા રહ્યા છે.
ગાંધીનગરઃ હાયર એજ્યુકેશન (Higher education) વિભાગમા સાડા ચાર વર્ષ જેટલો લાંબો સમય ગાળી ચૂકેલા સિનિયર આઇએએસ અધિકારી (Senior IAS officer) અંજુ શર્મા અત્યાર સુધી વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરતા રહ્યા છે. પરંતુ પહેલી વાર એવુ બનશે કે આજે સાંજે પીડીપીયુ ખાતે યોજાનારા કોન્વોકેશન કાર્યક્રમમા તેઓ પોતે ડીગ્રી મેળવવા અન્ય સામાન્ય વિદ્યાર્થીઓની સાથે કતારમા સામે છેડે ઉભા હતા. જીહાં, અંજુ શર્માએ છેલ્લા સાત વર્ષ સુધી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલીજન્સનો અભ્યાસ કર્યો છે. ને ફાઇનલી આજે તેઓ આજ વિષયમા પીએચડીની ડીગ્રી સીએમ ભૂપેન્દ્ર ભાઇ પટેલના હસ્તે મેળવ્યો હતો. આવા અસાધારણ વિષય પર પીએચડી કરનાર અંજુ શર્મા ગુજરાતના પહેલા આઇએએસ ઓફિસર બન્યા છે.
અને હસમુખ પટેલ હિરો બની ગયા છે ગુજરાતમાં એલઆરડીની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ છે. વિવાદમાં સપડાયેલી આ પરીક્ષા સફળતા પૂર્વક પાર પડે તે માટે એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનો એક્શન પ્લાન એક્ઝિક્યુટ થયો છે. અને તેઓ હિરો બની ગયા છે. જીપીએસસીમાં જે સિસ્ટમ અપનાવવામાં આવે છે તેવી સિસ્ટમ તેમણે અપનાવી હતી જેમાં પોલીસ થી પ્રિન્સિપલની કેબિન સુધી સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા હતા.
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ અને એસઆરપીએફ કોન્સ્ટેબલની 10459 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. હસમુખ પટેલે પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ઉમેદવાર કે સ્ટાફને પણ મોબાઇલ લઇને જવા દેવામાં આવ્યા ન હતા. એક જ વિસ્તારના ઉમેદવારોને અલગ અલગ જિલ્લા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા, જે આઇડિયા સફળ રહ્યો છે.
બ્રિજેશ મેરજાના ભાઇ સીએમની ગુડબુકમાં છે મનાઇ રહ્યું છે કે - રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજા આજકાલ મુખ્યમંત્રી અને ભાજપની ગુડબુકમાં છે તેથી તેમને મહત્વનું પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરજાને ભાજપની સરકારે ખાત્રી આપી હતી કે તેમને મંત્રી બનાવી તેમના ભાઇને આઇએએસ તરીકે નોમિનેટ કરી સારૂં પોસ્ટીંગ આપવામાં આવશે. સરકારે તેનું વચન પાળ્યું છે. રમેશ મેરજાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે.
અત્યારે આ કોર્પોરેશનમાં મોટાભાગના હોદ્દેદારો આનંદીબહેન પટેલ અઅને ભૂપેન્દ્ર પટેલના જૂથના નહીં હોવાથી રમેશ મેરજાને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે. રાજ્યના માહિતી વિભાગમાં આરએ મહેતાને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે તે પણ સૂચક છે, કારણ કે આરએ મહેતા એ ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ કહી શકાય છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે માહિતી ખાતાનો રોલ મહત્વનો માનવામાં આવે છે. સરકારની છબી સુધારવા માટે કાબેલ અને વિશ્વાસુ અધિકારીની આવશ્યકતા હોવાથી તેમને આ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
ટુરિઝમમાં મિત્રા અને બચ્ચનનો સમય પૂર્ણ થયો ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનમાં હવે પૂર્વ સેક્રેટરી વિપુલ મિત્રા અને ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચનો સમય પૂર્ણ થયો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આ કોર્પોરેશનની દિવાલો અને લિફ્ટમાં ચિત્રો બદલાઇ ચૂક્યા છે. વિપુલ મિત્રા જ્યારે આ વિભાગમાં હતા ત્યારે ચારેબાજુ અમિતાભ બચ્ચન અને ખુશ્બુ ગુજરાત કી...ના પોસ્ટર્સ અને બેનર્સ જોવા મળતા હતા.
હવે સમય બદલાયો છે. ટુરિઝમમાં અમિતાભ બચ્ચનના વિડીયોની એડવર્ટાઇઝ ચાલી રહી છે પરંતુ તેમના ચિત્રો બદલાઇ ગયા છે. ગુજરાતના પ્રવાસન સ્થળોને દિવાલો પર લગાવી દેવામાં આવ્યા છે. ટુરિઝમના એમડી આલોક પાંડેએ આ કાયાપલટ કરી છે. ઉદ્યોગ ભવનમાં આવેલા આ કોર્પોરેશનમાં લિફ્ટ અને બ્લોકની દિવાલો પર સાપુતારા અને શિવરાજપુર બીચના પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા છે. આ બન્ને સ્થળને પ્રમોશન કરવા માટે આ પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. લિફ્ટ અને બ્લોકની દિવાલો પર આવું પ્રથમવાર જોવામાં આવ્યું છે. કહેવાય છે કે વિભાગના અધિકારી બદલાય એટલે ઓફિસનો લૂક બદલવામાં આવતો હોય છે. એવી ઘણી ઓફિસો છે કે જેમાં આવેલું પરિવર્તન આંખે વળગે તેવું હોય છે.