Home /News /north-gujarat /

Power Corridor: પી. ભારતી એક એવા IASજેની મહેનતનો યશ હંમેશા બીજા લઈ જાય છે

Power Corridor: પી. ભારતી એક એવા IASજેની મહેનતનો યશ હંમેશા બીજા લઈ જાય છે

IAS પી ભારતી

Gandhinagar News: આગામી વિધાનસભા ચૂંટણીને (Assembly Election) અનુલક્ષીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી કરીને તેમના સ્થાને IAS પી.ભારતીની નવા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાવામાં આવી છે.

ગાંધીનગરઃ જીએડી દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) તરીકે સજેસ્ટીવ ત્રણ નામોની પેનલ દોઢ મહિના અગાઉ જ સેન્ટ્રલમા મોકલવામા આવી હતી. ફાઇનલી એમાંથી એક નામ પર આખરી મહેર મારવામા આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને (Assembly Election) અનુલક્ષીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી કરીને તેમના સ્થાને IAS પી.ભારતીની નવા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાવામાં આવી છે. પી.ભારતી 2005ની બેચના આઇએએસ અધિકારી છે.

પી ભારતી પહેલા પણ ચૂંટણી પંચમા કામ કરી ચૂક્યા છે - ત્યારબાદ તેઓ સર્વ શિક્ષા અભિયાનમાંને છેલ્લે લેબર કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. કોવિડની કપરી સ્થિતિ વચ્ચે સચિવ વિનોદ રાવ જ્યારે સતત વડોદરા કોવિડ કામગીરી મા વ્યસ્ત હતા ત્યારે સર્વ શિક્ષા વિભાગમા પી. ભારતી એ જી શાલા એપ મારફતે બાળકોને એજ્યુકેશન સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાત નો જ નહી ભારત નો આ સૌથી પહેલો સફળ પ્રયોગ હતો. પરંતુ તેની ક્રેડીટ લેવાનો સમય આવેએ પહેલાંજ તેમની બદલી શ્રમ અને રોજગાર વિભાગમા કરી દેવામાં આવી

ત્યા પણ તેમણે તમામ અસંગઠિત મજૂરોને કોવિન એપ સાથે જોડવાનું અભિયાન ચલાવ્યું હતુ. જેમા તેઓ મહદ અંશે સફળ રહ્યા હતા. એની ક્રેડીટ લેવાનો સમય પાકેએ પહેલા તેમની બદલી હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કરી દેવામાં આવી છે. આ બદલીના કારણે પી. ભારતી ધણા અપસેટ હોવાનું જાણવા મળ્યું છે. એક શ્રમિકની જેમ કામ કરનારા આ મહિલા અધિકારીના કામનો યશ હંમેશા અન્યો લઇ જાય છે.

આઇએએસ લોબીમા બદલી રાઉન્ડનો કાગડોળે ઇન્તજાર
આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મહત્વના આઇએએસ અધિકારીઓની બદલીઓ નિશ્ચિત છે. આ રાઉન્ડમાં પોતાનો નંબર લાગી જાય એ માટે ક્રીમ પોઝીશન મેળવવા ઇચ્છુક આઇએએસ અધિકારીઓ એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. આ માટે દરેક વ્યક્તિ પોત પોતાનાં ગોડફાધર સાથે લોબીંગ કરવામાં લાગી ગયા છે. કેટલાક વળી રુબરુ મળીને પણ બદલી માટે રજૂઆત કરી આવ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતના વરાછા વિસ્તારમાં હનીટ્રેપ કરતા બે ઝડપાયા, એક યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવ્યો

જોકે સૂત્રો પ્રમાણે IAS અધિકારીઓની બદલી ચૂંટણી લક્ષી છે. ત્યારે , એવાજ અધિકારીઓ ની પસંદગી થશે જે વિકાસ માટે અગાઉ ઉપયોગી નિવડયા છે. માટે જોર ભલામણોનું નહી રહે પણ ઉપયોગીતાનું રહેશે. અગાઉ ઉપયોગી નીવડેલા અધિકારીઓ જ ક્રીમ પોસ્ટીંગના હકદાર બનશે.

વહેલી ચૂંટણીની અફવાએ અધિકારીઓમા અફડા તફડી મચાવી

છેલ્લા બે મહિનાથી જે પ્રકારે મંત્રીઓને વિવિધ વિસ્તારોમા દોડાવાઇ રહ્યા હતા
- મોદીએ એપ્રિલ માસમાં લગાતાર ગુજરાત વિઝીટ કરી અને જે પ્રકારે કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી ઓ યોજાવાના નિવેદનો કર્યા હતા. તેને લઇને ચૂંટણી
વહેલી આવશે ની અફવાએ જોર પકડ્યું હતું. એમાંય આઇએએસ પી. ભારતી ની રાજ્ય ના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અચાનક નિમણૂંક થતા અધિકારીઓ મા વહેલી ચૂંટણીની અફવા જાણે નિશ્ચિત બની હતી. ને ચૂંટણી લક્ષી બદલીઓનો ઇન્તજાર કરી રહેલા આઇએએસ અધિકારીઓમા અફડા તફડી મચી ગઇ હતી.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ સુરતમાં એક જ મહોલ્લાની પાંચ યુવતીઓ પહોંચી પોલીસ સ્ટેશન, યુવકે કર્યું હતું જોરદાર કારસ્તાન

જોકે સૂત્રો પ્રમાણે તો ચૂંટણી નિયત સમયે જ એટલે કે ડિસેમ્બર માંજ યોજાશે. પરંતુ, રાજકીય પક્ષો અફવાઓ ફેલાવીને વિરોધી પક્ષોનો લિટમસ ટેસ્ટ કરતા હોવાના બનાવ અગાઉ પણ સામે આવ્યા છે - ને ફરી એક વખત આવો લિટમસ ટેસ્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news, Power Corridor

આગામી સમાચાર