Home /News /north-gujarat /

પાવર કૉરિડોર : સાથીદારોની ઇર્ષ્યાએ શ્રીનિવાસનું પત્તુ કટ કર્યુ? કેન્દ્રના ટ્રાન્સફર ઓર્ડરથી IAS લોબીમાં આઘાત

પાવર કૉરિડોર : સાથીદારોની ઇર્ષ્યાએ શ્રીનિવાસનું પત્તુ કટ કર્યુ? કેન્દ્રના ટ્રાન્સફર ઓર્ડરથી IAS લોબીમાં આઘાત

ગાંધીનગર સચિવાલયની ફાઇલ તસવીરક

Gandhinagar News: શું છે ગાંધીનગર સચિવાલયનો માહોલ, નવા ચીફ સ્ક્રેટરી તરીકે કોની નિમણૂક ઇચ્છતા હતા અધિકારીઓ, ક્યા ડે.કલેક્ટરને જાગ્યા છે 'સાહેબ' કહેવાડાવાના અભરખા, અધિકારીઓના ગલિયારાની ખાસ વાતો

Power Corridor :  ગીતા મહેતા  23મી ઓગસ્ટે કેન્દ્રમાંથી (Central Government ) થયેલા એક  ટ્રાન્સફર ઓર્ડરે  સમગ્ર આઇએએસ (Gujarat IAS Transfer) લોબીમાં આઘાતજનક આશ્ચર્ય ફેલાવ્યુ છે.એડીશનલ સેક્રેટરી ની પોઝીશન પર ડીઓપીટી માં  એશ્તાબ્લીશ્ડમેન્ટ ઓફિસર તરીકે કાર્યરત  કે.શ્રીનિવાસ ની અચાનક લાલ બહાદુર નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસુરી (Lal Bahadur Shastri IAS Training Academy Mussoorie) ખાતે બદલી થતાં તેમનાં થી પરિચિત લગભગ તમામને આઘાત લાગ્યો છે.

તેઓને સેક્રેટરી તરીકે પ્રમોશન મળનાર હતુ. અને આગામી સમયમાં તેમને પીએમઓમાં સ્થાન મળવાની સંભાવનાઓ જોવાઇ રહી હતી. તેવા સમયે અચાનક મસુરી ટ્રાન્સફર ને કારણે એક ગણગણાટ એવો પણ છેકે - કેન્દ્ર ની આઇએએસ લોબીમાં શ્રીનિવાસ ઇર્ષ્યાનુ કારણ બન્યા હતા અને ગળાકાપ હરીફાઇ વચ્ચે શ્રીનિવાસ તરફ અન્યોને રહેલા દ્વેષ ને લઇને આમ બન્યુ છે.

જોકે દિલ્હીમાં રહેલી ગુજરાત કેડરની આઇએએસ લોબી આને એક ગુજરાત કેડર ના ઓફિસરનુ બહુમાન પણ માનેછે. હવે પછી જેટલા પણ આઇએએસ સમગ્ર ભારત ખાતે તૈયાર થશે. તેઓ એક ગુજરાત કેડર ના આઇએએસ ના માર્ગદર્શન હેઠળ તૈયાર થશે.

આ પણ વાંચો : પાવર કૉરિડોર: ગુજરાતમાં IAS પછી હવે IPS ઑફિસરોની બદલીની સંભાવના, 60થી વધુ બદલાશે

આમ ગુજરાત કેડરના અધિકારીઓનો દબદબો હવે મસુરી ટ્રેનિંગ એકેડમ માં પણ વર્તાશે જે નાની સુની વાત નથી.વીરપુરના નાયબ કલેકટરે તેમના ગ્યાનમાં અભિવૃધ્ધિ કરવાની જરુર તો ખરી. હરેશ સરે  શરુ કરી રામાયણ, જોકે શાળા સહાધ્યાયી ની પરિપકવતા એ મહાભારત થતા અટકાવ્યુ.

નાયબ કલેક્ટરને સર કહેવડાવવાના અભરખા

મહિસાગર જિલ્લાના વીરપુર  ખાતેના નાયબ કલેકટર હરેશ ભાઇએ તેમના એક સમય ના શાળા સહાધ્યાયી દ્વારા પોતાને સર તરીકે સંબોધન કેમ ના કર્યુ-
શા માટે હરેશભાઇ સંબોધન કર્યુ ? - તે સવાલ સાથે સહાધ્યાયી વિરુધ્ધ કાયદેસર ના પગલાં લેવાની ધમકી ઉચ્ચારી હતી અને આ મુદ્દો ગયા મંગળવારે ટોક ઓફ ધી ટાઉન રહ્યો હતો.

પરંતુ, કદાચ આ નાયબ કલેકટર ને પોતાનાંજ વહીવટી તંત્રના નિયમોનુ ગ્યાન નથી તેમ જણાઇ રહ્યુ છે. જે પ્રકારનુ વર્તન નાયબ કલેકટરે શાળા સહાધ્યાયી સાથે કર્યુ - તે વર્તન બદલ કાયદેસર ની કાર્યવાહી તેમના  શાળા સહાધ્યાયી તેમની પર કરી શકેછે. અને એ કાયદાનુ ગ્યાન નાયબ કલેકટરે મેળવી લેવાની જરુર છે.

સાહેબ કે સર એ બ્રિટીશ સંસ્કૃતિ માંથી આવેલો શબ્દ છે. ભારતમાં સામાન્ય રીતે બંગાળ તરફ મોટાભાઇને સાહીબ કહેવાય છે.  ઉર્દુમાં સાહીબ શબ્દ ઇશ્વર માટે વપરાય છે.

અધિકારીને સર કહેવાનો કોઈ જીઆર નથી

ગુજરાતની વાત કરીયે તો સરકારી અધિકારીને સર તરીકે સંબોધન કરવાનો કોઇ જીઆર રાજ્ય સરકાર દ્વારા થયેલો નથી. ગુજરાત રાજ્ય સેવા ( વર્તણુંક ) નિયમો 1971 અંતર્ગત કર્મચારી ગણ પ્રભારની કલમ -3 અનુસારદરેક સરકારી કર્મચારીએ હંમેશા સરકારી કર્મચારીને છાજે તેવુ વર્તન કરવુ જોઇયે.કલમ- 3-ક અનુસાર કોઇપણ સરકારી કર્મચારી પોતાની સરકારી ફરજો બજાવતી વખતે અવિવેકી વર્તન કરી શકશે નહી. જો આ કલમ સાબિત થાય તો સરકારી કર્મચારીને ઘરે બેસવાનો વારો આવેય

ઉલ્લેખનીય છેકે કોઇપણ પ્રકારનુ ઉધ્ધતાઇ ભર્યુ વર્તન જ નહી પરંતુ. પાન ના ગલ્લે અડધો કલાક ઉભા રહેવુ કે ગોસીપ કરવી - એનો પણ સરકારી કર્મચારીના અવિવેકી વર્તનમાં સમાવેશ થાય છે.

'​ભગવાન ન ે સુન લી'

રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ કુમાર નુ નામ ઘોષિત થતાંજ આઇએએસ લોબીમાં હરખ વ્યાપ્યો છે અને પંકજ કુમારના નામના પેંડા વહેંચાયા છે.
સીએસની રેસમાં છેક સુધી બે નામો હતા જેમાં રાજીવ ગુપ્તા પણ હતા.  મોટા ભાગના આઇએએસ અધિકારીઓ જેઓ ગાંધીનગર સચિવાલયમાં કાર્ય કરી રહ્યા છે, તેઓ પ્રાર્થી રહ્યા હતા કે  પંકજ કુમાર સીએસ તરીકે આવે. જો ગુપ્તા આવે તો પોતાની પોસ્ટીંગ ગાંધીનગરની બહાર  ગમે ત્યાં  થાય પણ ભગવાન ગાંધીનગરમાંના રાખે. તેવો સૂર સચિવાલયમાં કામ કરી રહેલા ટોચના આઇએએસ અધિકારીઓ નો હતો. રાજીવ ગુપ્તા હાર્ડ ટાસ્ક  સુપેરે પાર પાડવા માટે જાણીતા છે.ખૂબ એફિશિયન્ટ - અને ચેલેન્જ ટેકર અધિકારી છે - ટાસ્ક પૂરો કરવા ગુપ્તા દોડે પણ ખરા ને દોડાવે પણ ખરા અને કદાચ એટલે જ મેક્સિમમ અધિકારીઓ ઇચ્છી રહ્યા હતા કે ગુપ્તા સીએસના બને. હાલતો પંકજ કુમારના નામની ઘોષણા સાથે સચિવાલયની  આઇએએસ લોબીની જાનમાં જાન આવી છે.

અનિલ મુકીમ હવે પીએમઓમાં?

અનિલ મુકીમ 31 મી ઓગસ્ટે તેમની વય નિવૃત્તિ બાદ મળેલુ એક્સટેન્શન પૂરુ કરી ને ફાઇનલી વિદાય લઇ રહ્યા છે ત્યારે મુકીમ ની વિદાય ને વિદાય તરીકે નહીં પરંતુઆગામી સમયમાં મોટી જવાબદારી તરીકે જોવાઇ રહી છે.

અનિલ મુકીમ 31 મી ઓગસ્ટે મોડી સાંજે પંકજ કુમારને વિધીવત રીતે સીએસ તરીકેનો ચાર્જ સોંપશે. ને દિલ્હી તરફ પ્રયાણ કરશે. નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં મનાતા મુકીમ ને દિલ્હી પીએમઓમાં સ્થાન મળશે અને એડીશનલ પીએસ, સેક્રેટરી અથવા એડવાઇઝર ની નિયુક્તિ મળશે તેમ મનાઇ રહ્યુ છે.  ​
Published by:Jay Mishra
First published:

Tags: Gandhinagar News, Gujarat IAS Transfer, Power Corridor, Sachivalay

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन