PM મોદીના ગુજરાત પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર, આજે સવારે કેશુબાપાનાં પરિવારને મળવા જશે

PM મોદીના ગુજરાત પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર, આજે સવારે કેશુબાપાનાં પરિવારને મળવા જશે
પીએમ મોદી પહેલા હવે કેવડિયા જવાના બદલે 30મી તારીખ શુક્રવારનાં રોજ સવારે કેશુબાપાનાં પરિવારને સાંત્વના આપવા જશે.

પીએમ મોદી પહેલા હવે કેવડિયા જવાના બદલે 30મી તારીખ શુક્રવારનાં રોજ સવારે કેશુબાપાનાં પરિવારને સાંત્વના આપવા જશે.

  • Share this:
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra Modi) આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે (Gujarat visit) છે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. પીએમ મોદી પહેલા હવે કેવડિયા (Kevadia) જવાના બદલે કેશુભાઇ પટેલનું (Keshubhai Patel) નિધન થતા 30મી તારીખ શુક્રવારનાં રોજ સવારે 9.45 કલાકે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આવશે. જે બાદ સવારે 10.15 કલાકે તેઓ ગાંધીનગર (Gandhinagar) ખાતે કેશુભાઇનાં બંગલે જઇને પરિવારને સાંત્વના આપશે.

    કેશુબાપાનાં પરિવારને સાંત્વના આપશે



    આ સાથે પીએમ મોદી સંગીતકાર બેલડી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના ઘરે જઇને પણ પરિવારને મળીને સાંત્વના પાઠવી શકે છે. આ રૂટ પર પણ પોલીસે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓ ગાંધીનગરમાં જ રહેતા તેમના માતા હિરા બાને પણ મળવા જઇ શકે છે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ કેશુભાઇનાં નિધનની જાણ થતા ગુરુવારે સોશિયલ મીડિયા મારફતે કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પહાર પણ મોકલાવ્યો હતો. હવે શુક્રવારે સવારે તેઓ ગાંધીનગર આવશે અને બપોરે કેવડિયા જવા રવાના થશે.

    ભાજપના ભીષ્મપિતાની વિદાય: રાજકીય સન્માન સાથે કેશુભાઈ પટેલના અંતિમ સંસ્કાર

    શનિવારે ફરીથી અમદાવાદ આવશે

    શુક્રવારે સવારે અમદાવાદ આવ્યા પછી કેવડિયા જઈ એકતા દિનની ઉજવણીનાં કાર્યક્રમોમાં ભાગ લેશે. જે બાદ તા. 31ના રોજ પીએમ મોદી ફરીથી અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે.તા. 31ના રોજ સી-પ્લેનમાં સાબરમતી નદીમાં લેન્ડીંગ પછી એરપોર્ટથી દિલ્હી જશે.

    અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળી પર તગડી કમાણીની તક

    અમદાવાદનાં કયા રસ્તા બંધ રહેશે?

    મોદી સી-પ્લેનનું લોકાર્પણ કરવાના હોવાથી તા. 31ના શનિવારના રોજ સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડ વાડજ સ્મશાનગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો જતો-આવતો માર્ગ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



    આ સાથે બે દિવસમાં પીએમ મોદી બે દિવસમાં બે વાર અમદાવાદમાં હોવાના કારણે ગાંધીનગર અને અમદાવાદ પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:October 30, 2020, 07:10 am

    ટૉપ ન્યૂઝ