આજે વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) ગુજરાતીઓને સુરત અને અમદાવાદના ફેઝ 2 મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને બે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ 17મી જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના (Kevadia, Gujarat) કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજે સવારે 10.30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ (Ahmedabad metro Rail) પ્રોજેક્ટ ફેઝ 2 તથા સુરત મેટ્રો રેલ (Surat Metro Rail) પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર તથા સુરતના ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાનારા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. હરદીપસિંહ પુરી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ-ગાંધીનગરને જોડશે
આ સમારોહ ગાંધીનગર સેકટર 13માં મહાત્મા મંદિર તેમજ સુરતમાં ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાશે. મેટ્રો રેલના પ્રોજેક્ટને કાર્યરત કરવા માટે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન–GMRSની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રોરેલનો ફેઝ–ટુનો પ્રોજેક્ટનો ખર્ચ 5 હજાર 384 કરોડ રૂપિયા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના બાવીસ કિમીથી વધુના માર્ગ ઉપર 20 સ્ટેશનો તૈયાર કરાશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ અને ગાંધીનગરની 62 લાખ લોકવસ્તીને સલામત, ઝડપી તથા પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાનો લાભ મળશે.
Today is a landmark day for two of Gujarat’s leading urban centres. The Bhoomi Poojan of Surat Metro and Phase-2 of the Ahmedabad Metro would take place at 10:30 AM. https://t.co/4hs4EGm84ppic.twitter.com/tNEbgdCvmS
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે. આ વિસ્તરણ અમદાવાદને ગાંધીનગર સાથે જોડે છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની કુલ લંબાઇ 40.03 કિલોમીટર છે. જેમાંથી 6.5 કિલોમીટર લંબાઇના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી ચાલુ છે.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा सूरत मेट्रो और अहमदाबाद मेट्रो के फेज-2 का भूमि पूजन। માનનીય પ્રધાનનંત્રીશ્રી @narendramodi જી દ્વારા સુરત મેટ્રો અને અમદાવાદ મેટ્રો ફેઝ -2 પ્રોજેકટનુ ભૂમિપૂજન. https://t.co/nFTc6OKISS
બાકી રહેલા 33.5 કિલોમીટરની કામગીરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. ફેઝ-2ના કોરિડોર-1ની લંબાઇ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા માટેનું પણ આયોજન છે.
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ 40.35 કિમી લાંબો
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, બે કોરિડોર સાથે કુલ 40.35 કિલોમીટર લંબાઇનો છે. કોરિડોર-1ની લંબાઇ 21.61 કિમી અને કોરિડોર 2ની લંબાઇ 18.74 કિલોમીટરની છે. આ યોજનાનો અંદાજીત પૂર્ણ ખર્ચ 12,020 કરોડ રૂપિયા છે. કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો છે. જેમાં 14 એલિવેટેડ મેટ્રો સ્ટેશન, 6 ભૂગર્ભ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર