શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો : ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો : ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી
ભૂરેન્દ્રસિંહ ચૂડાસમા (ફાઇલ તસવીર)

ધોળકા વિધાનસભા સીટ પર કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનનો આજે મંગળવારે હાઇકોર્ટ ચુકાદો આપી શકે છે.

 • Share this:
  અમદાવાદ : ધોળકા વિધાનસભા સીટ પર કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનનો આજે મંગળવારે હાઇકોર્ટમાં ચુકાદો આવ્યો છે. જેમા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની વિધાનસભાની ચૂંટણી રદ કરી દીધી છે. મહત્વનું છે કે,  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કરવામાં આવી હતી.

  આ ચુકાદો આવતા ગુજરાત કૉંગ્રેસમાં ખુશીનો માહોલ છવાયો છે. કૉંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલે ચુકાદા બાદ તરત જ ટ્વિટ કરીને લખ્યું કે, 'સત્ય મેવ જયતે.'

  ભૂપેન્દ્રસિંહના પ્રાઇવેટ સેક્રેટરીની શંકાસ્પદ હિલચાલ ફૂટજમાં દેખાઇ હતી

  ગત સુનાવણીમાં કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડ તરફથી તેમના વકીલની વિનંતીને ગ્રાહ્ય રાખી કોર્ટે મત ગણતરી મથકના સી.સી.ટી.વી. ફૂટેજ કોર્ટમાં બતાવાયા હતા. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રાઇવેટ સેક્રેટરી મહેતાની શંકાસ્પદ હિલચાલ તથા મતગણતરી મથકમાં મોબાઇલ ફોનના ઉપયોગને ટાંકીને રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ ઉમેદવાર કે ઉમેદવાર ના એજન્ટ કે કાર્યકર અથવા તેમના કર્મચારી દ્વારા ઉમેદવારની સંમતિથી અથવા ઉમેદવાર વતી અથવા ઉમેદવાર ઇશારે કોઈપણ કરપ્ટ પ્રેક્ટિસ કરવામાં આવે અને તે પણ મતગણતરી મથકમાં તો તે સંપૂર્ણપણે કાયદાનું ઉલ્લંઘન છે અને ઉપરોક્ત સીસીટીવી ફુટેજમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના પર્સનલ સેક્રેટરી મેહતા શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળે છે. આ સાથે અરજદાર વતી તેમની રજૂઆતો પૂર્ણ કરાઈ હતી.

  ગત સુનાવણીમાં શું હતું ખાસ

  અગાઉની સુનાવણીમાં હાઇકોર્ટે બન્ને પક્ષકારો સમક્ષ એક્ઝિબીટ નમ્બરીંગની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ ધોળકા વિધાનસભા સીટ પર કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન અંતર્ગત તમામ પક્ષકારો તરફથી રજૂઆતો પૂર્ણ થઈ હતી. તમામ પક્ષે વિધિવત રીતે સુનાવણી પૂર્ણ જાહેર કરાઈ હતી. ઇલેક્શન પિટિશનમાં તમામ રેકોર્ડ, પુરાવા અને જુબાનીઓના એક્ઝિબીટ નંબર્સ અપાયા હતા. કુલ 151 એક્ઝિબીટ છે. તમામ પક્ષોએ કોર્ટમાં પોતાની લેખિત દલીલો પણ રજૂ કરી દીધી હતી.

  આ પણ વાંચો - અમદાવાદ : વિદેશમાં ફસાયેલા 278 લોકો પરત ફર્યાં, તમામને ક્વૉરન્ટીન કરાશે

  જાણો, શું હતો આખો મામલો

  નોંધનીય છે કે, વિધાનસભાનીની ચૂંટણીનાં પરિણમામમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીત ને હાઇકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદ માં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.

  આ પણ જુઓ - 

   
  Published by:News18 Gujarati
  First published:May 12, 2020, 10:59 am

  ટૉપ ન્યૂઝ