દરેક વ્યક્તિનો સ્વભાવ (Nature) અલગ-અલગ હોય છે. કોઇ બહુ શાંત હોય, તો કોઇનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો (Angry) હોય. ગુસ્સાવાળી વ્યકિત સામેની વ્યક્તિને ગમે ત્યારે ઉતારી પાડે છે અને એનું અપમાન કરી નાંખે છે. જ્યારે શાંત (Calm) સ્વભાવની વ્યક્તિ સામેની વ્યક્તિને પ્રેમથી સંબંધો (Relationship) નિભાવી જાણે છે. આમ, વ્યક્તિનો સ્વભાવ આસપાસનું વાતાવરણ અને સંજોગો પર આધારિત હોય છે. તો જાણી લો તમે પણ એવી રાશિ (Rashi) વિશે જે લોકો સ્વભાવે ખૂબ જિદ્દી હોય છે અને દરેક કામમાં પોતાની મરજી ચલાવે છે. તો જાણી લો તમે પણ આ રાશિ વિશે....
કર્ક રાશિ (Cancer)
કર્ક (Cancer) રાશિના લોકો સ્વભાવે બહુ મહેનતુ હોય છે. ગમે તેટલું કામ કરે તો પણ તેઓ થાકતા નથી અને સતત કામ (work) કરે રાખે છે. આ લોકો સ્વભાવના બહુ જીદ્દી હોય છે. આ રાશિના લોકોમાં પ્રેમની બહુ તાકાત હોય છે. ગમે તેમ કરીને આ રાશિના લોકો પોતાની મરજીનું જ સામેની વ્યક્તિ પાસે કરાવે છે.
સિંહ રાશિ (Leo)
સિંહ (Leo) રાશિના લોકો સ્વભાવે ખૂબ ઇમાનદાર, મહેનતુ અને વફાદાર હોય છે. આ લોકોને જૂઠું બોલનારા અને છેતરનારા લોકો જરા પણ ગમતા હોતા નથી. સિંહ રાશિના લોકો પોતાની મરજી મુજબ જ સામેની વ્યક્તિ (person) સાથે કામ કરાવતા હોય છે. આ રાશિના લોકો સામેની વ્યક્તિ સાથે કોઇ પણ વાતનો બદલો લઇ શકે છે.
મકર (Capricorn) રાશિના લોકોમાં રહેલા અનેક એવા ગુણો તમને ક્યારેક મુશ્કેલીમાં મુકી શકે છે. આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જીદ્દી (Stubborn) હોય છે. એમની આ જીદ અનેક સફળતા પણ અપાવે છે. મકર રાશિના લોકો એક વાર જે વિચારે એ કામ કરીને જ બેસે છે. બીજા લોકોની વાત સાંભળવા માટે આ લોકો તૈયાર હોતા નથી. આ લોકો પોતાના મગજમાં જે આવે એ કરીને જ બેસે છે.
તમારા ઘરમાં પણ કોઇની મીન રાશિ છે? મીન (Pisces) રાશિના લોકો ઇરાદામાં ખૂબ મક્કમ હોય છે. આ રાશિના (Rashi) લોકો જે વિચારે એ કરીને જ બેસે છે. આ લોકો સ્વભાવે ખૂબ જ જીદ્દી હોય છે. પોતાની જીદને કારણે આ લોકોને અનેક વાર ખૂબ મોટું નુકસાન ભોગવવું પડે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર