CM વિજય રૂપાણીના કાર્યાલય બહાર ઉપવાસ પર બેસવાની પાટણના MLAની ચીમકી


Updated: February 8, 2020, 11:49 AM IST
CM વિજય રૂપાણીના કાર્યાલય બહાર ઉપવાસ પર બેસવાની પાટણના MLAની ચીમકી
કિરીટ પટેલ. (કૉંગ્રેસ ધારાસભ્ય)

પાટણમાં હાંસાપુર પમ્પિંગ સ્ટેશન તાકીદે શરૂ કરવાની માંગણી, ત્રણ દિવસમાં પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં કરવામાં આવે તો બુધવાથી સીએમ ઓફિસ બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી.

  • Share this:
ગાંધીનગર : પાટણ નગરપાલિકા દ્વારા હાંસાપુર પમ્પિંગ સ્ટેશન શરૂ કરવાની માંગ સાથે કૉંગ્રેસના ધારાસભ્યએ આંદોલન કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ બીજેપીના મહામંત્રી કે. સી. પટેલે કૉંગ્રેસના MLAની જાહેરાતને રાજકીય નાટક ગણાવ્યું છે. જ્યારે નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલે કહ્યું છે કે અત્યારે ગટર લાઈનની સાફ-સફાઈની કામગીરી ચાલતી હોવાથી પમ્પિંગ સ્ટેશન ખુલ્લું મૂકવામાં નથી આવ્યું. ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થયા પછી તેને ખુલ્લું મૂકવામાં આવશે. કેટલાક લોકો પ્રજાના હિતના નામે રાજકીય સ્ટંન્ટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પાટણ નગરપાલિકા દ્વારા નવનિર્મિત હાંસાપુર પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં ન આવતા કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યપ્રધાન કાર્યાલયની બહાર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજુઆત કરી છે કે પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પમ્પિંગ સ્ટેશન તૈયાર કર્યા બાદ તેને ચાલુ કરવામાં ન આવતા પાટણના નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાટણની પ્રજાના હિતમાં ત્રણ દિવસની અંદર પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં નહીં આવે તો આગામી બુધવારના રોજ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યાલયની બહાર તેઓ ઉપવાસ પર બેસશે તેવી જાહેરાત કરી છે.

નોંધનીય છે કે મુખ્યપ્રધાન કાર્યાલયની બહાર કોઈને ઉપવાસ કે કાર્યક્રમો કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. જ્યારે બીજી તરફ પ્રદેશ બીજેપીના મહામંત્રી કે સી પટેલે કહ્યું હતું કે, વર્ષ 2016માં હાંસાપુર પમ્પિંગ સ્ટેશનનું કામ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન બિલ્ડર દ્વારા જમીન પ્લોટના સંપાદન સમયે વિરોધ કરતા કામ ધોંચમાં પડ્યું હતું. જોકે, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને રજુઆત કર્યા બાદ પ્લોટનો કબ્જો મળતા પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે. જેનું ઉદઘાટન રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે 13 ફેબ્રુઆરીના રોજ કરાવવા માટેનું આયોજન હતું. પરંતુ પમ્પિંગ સ્ટેશન સાથે જોડાયેલ 20 સોસાયટી અને વિસ્તારોમાં ગટર લાઈનો જે ચાર વર્ષ પહેલા નાખવામાં આવેલ હતી તે ચોકઅપ થઇ ગઈ છે. આથી તેનું સાફ-સફાઈ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ તેને ખુલ્લું મૂકવામાં આવશે.

પાટણ નગર પાલિકાના પ્રમુખ મહેન્દ્ર પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, પમ્પિંગ સ્ટેશન માટેના પ્લોટના કબ્જાને લઇ કાનૂની વિવાદ હતો. બિલ્ડર દ્વારા પ્લોટની માપણીને લઈ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો. જોકે, રાજય સરકાર અને કોર્ટના ચુકાદા બાદ પમ્પિંગ સ્ટેશનનું કામ શક્ય બન્યું હતું.
First published: February 8, 2020, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading