Home /News /north-gujarat /કોરોનાથી મોત મામલે સુપ્રીમ કોર્ટના આદેશનો રાજ્ય સરકાર તાત્કાલિક અમલ કરે: પરેશ ધાનાણી

કોરોનાથી મોત મામલે સુપ્રીમ કોર્ટના આદેશનો રાજ્ય સરકાર તાત્કાલિક અમલ કરે: પરેશ ધાનાણી

પરેશ ધાનાણી (ફાઇલ તસવીર)

'ગુજરાતની પ્રજા છેલ્લા 25-25 વર્ષથી ભાજપને ખોબલે ખોબલે મત આપી રહી છે, પરંતુ કુદરતી કે માનવ સર્જીત આપત્તિમાં સહાય કરવાની વાત આવે કે સરકાર આર્થિક તંગીના રોદણાં રોવે છે.'

ગાંધીનગર: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme court on corona death compensation) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા તાકિદ કરી છે. આ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Opposition leader Paresh Dhanani)એ સુપ્રીમ કોર્ટના આદેશનો તાત્કાલિક અમલ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખની છે કે કોરોના મહામારી (Corona Pandemic)ને ‘‘હેલ્થ ડીઝાસ્ટર'' જાહેર કરી, રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થયેલ તમામ વ્યક્તિઓ અને કોરોનાના કારણે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani writes to Vijay Rupani)એ તા. 10-05-2021ના રોજ પત્ર લખી રાજ્યના માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરી હતી.

સુપ્રીમના તાજેતરના આદેશ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Congress leader Paresh Dhanani)એ જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ  પામેલ તમામ વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા કેન્દ્ર સરકારને તાકીદ કરવામાં આવી છે. કોરોનાના લીધે મૃત્યુ પામનાર લોકોના પરિવારને વળતર આપવાની માંગણી સાથે કરાયેલી અરજી અંગે નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું  હતું કે, કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને વળતર મળવું જોઈએ. આ રકમ કેટલી હશે તે કેન્દ્ર સરકાર નક્કી કરશે, જ્યારે આ અંગે છ સપ્તાહની અંદર માર્ગદર્શિકા તૈયાર કરવા નામદાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો.

આ પણ વાંચો: દોસ્ત દોસ્ત ના રહા: સુરતના લિંબાયતમાં વધુ એક હત્યા, સામાન્ય બાબતમાં મિત્રએ મિત્રને પતાવી દીધો

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિ હોય કે માનવસર્જીત આપત્તિ હોય, કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાની પડખે રહ્‌યો છે. રાજ્યમા કોરોનાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી. નામદાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપેલ નિર્દેશથી કોંગ્રેસ પક્ષની માંગણીને સમર્થન મળ્યું છે.

આ પણ વાંચો: કેન્સર પીડિત માતાની દવા લેવા નીકળેલા યુવકના ગુંડાઓએ કર્યાં આવા હાલ, આવું છે કારણ

ગુજરાતની પ્રજા છેલ્લા 25-25 વર્ષથી ભાજપને ખોબલે ખોબલે મત આપી રહી છે, પરંતુ કુદરતી કે માનવ સર્જીત આપત્તિમાં સહાય કરવાની વાત આવે કે સરકાર આર્થિક તંગીના રોદણાં રોવે છે. સરકારની જાહેરાત અને તાયફા પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરતી ગુજરાત સરકારને  કોંગ્રેસે સુપરત કરેલા આવેદન પત્રમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને રૂ. 10,000 આઈસોલેશનમાં સારવાર લેતા દર્દીઓને રૂ. 25,000, હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલાં દર્દીઓને રૂ. 1 લાખ, કોરોનાના શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં રૂ. 2 લાખ, કોરોનાની આડઅસરથી મૃત્યુ પામેલના પરિવારને રૂ. 3 લાખ અને કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય આપવાની માગણી કરી હતી.

આ પણ વાંચો: મહિલા પ્રિન્સિપાલની રડાવી દેતી સુસાઇડ નોટ: 'કોણ મા પોતાના બાળકોને મૂકી મરી જાય? મારાથી આ પગલું ભરાઈ જવાનું છે'
" isDesktop="true" id="1110014" >

જોકે, સત્તાના અહંકારમાં રાચતી ભાજપ સરકારે કૉંગ્રેસની આ માગણીને ઠુકરાવી દીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની આ માનવતાવાદી માગણીનું સમર્થન કરીને સરકારને કોરોનાના દર્દીઓને સહાય માટેનો આદેશ કર્યો છે. આ આદેશને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આવકારી ગુજરાતના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રાજ્યની ભાજપ સરકાર ઝડપથી આર્થિક સહાય આપે તેવી માંગ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, Paresh dhanani, Supreme Court, Vijay Rupani, ગુજરાત, મોત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन