Gandhinagar News: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના (Gujarat congress president Jagdish thakor) ભાષણ બાદ હડકંપ મચી ગયો હતો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી નેતાઓની પોલીસે અટકાયત કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) કોંગ્રેસની (congress leaders) આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જોકે, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના (Gujarat congress president Jagdish thakor) ભાષણ બાદ હડકંપ મચી ગયો હતો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી નેતાઓની પોલીસે અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા (prabhari Raghu sharma),
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ સહિત 70થી 80 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરેલા લોકોને ત્રણ અલગ અલગ જગ્યાએ લઈ જવાયા હતા. જેમાં જગદીશ ઠાકોરને એસપી ઓફિસ લઈ જવાયા હતા. તો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને કરાઈ ખાતે લઈ જવાયા હતા. પાર-તાપી લિંક યોજના (Par Tapi Narmada River Link Project) અંગે આદિવાસીઓનો વિરોધ (tribles protest) મુદ્દે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓ ગાંધીનગર પહોંચ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો આ વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસની આગેવાનીમાં એકઠા થયેલા આદિવાસીઓની કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે અટકાયત કરી છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જગદીશ ઠાકોર, છોટુ વસાવા, અનંત પટેલ, સુખરામ રાઠવા, હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે 70થી 80 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં આદિવાસી સમાજની કેટલીક મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ અંગે રેન્જ આઈ.જી. અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, રેલીની કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી, છતાં પણ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે અટકાયત કરી છે.
કોઈપણ યોજના થકી આદિવાસી વિસ્થાપિત નહીં થાય તેવી આદિવાસીઓની માંગ. કોંગ્રેસની વિધાનસભા કૂચ કરવા જતા નેતાઓની અટકાયત. pic.twitter.com/iOMfyaRF3o
પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાયો
દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરાયો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. જેમાં 14 જિલ્લાના સંગઠનોના આગેવાનો હાજર હતા.
જેનાં પગલે ગાંધીનગર પોલીસનો કાફલો ઠેર ઠેર ગોઠવી દઈ ચુસ્ત પહેરો કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસની આગેવાનીમાં એકઠા થયેલા આદિવાસીઓની કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણ બાદ વિધાનસભા કૂચ કરવા જતા પોલીસે અટકાયત કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર