22 માર્ચે 6:59 કલાકે સાયરનના અવાજની સાથે ચાલુ થશે જનતા કરફ્યૂ


Updated: March 22, 2020, 12:36 AM IST
22 માર્ચે 6:59 કલાકે સાયરનના અવાજની સાથે ચાલુ થશે જનતા કરફ્યૂ
ભારતના નાગરીકોને 22 માર્ચેના રોજ સવારે 7 કલાકેથી સાંજે 7 કલાક સુધી પોતાના ઘરમાં રહીને 'જનતા કફર્યુ'નું પાલન કરે તેવી અપીલ કરેલ છે.

ભારતના નાગરીકોને 22 માર્ચેના રોજ સવારે 7 કલાકેથી સાંજે 7 કલાક સુધી પોતાના ઘરમાં રહીને 'જનતા કફર્યુ'નું પાલન કરે તેવી અપીલ કરેલ છે.

  • Share this:
હાલમાં નોવેલ કોરોના વાઇરસના રોગચાળાનો પ્રસાર વધી રહેલ છે, જેના સંદર્ભે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અલગ-અલગ એડવાઇઝરી જાહેર કરવામાં આવેલ છે. વડાપ્રધાને ભારતના નાગરીકોને 22 માર્ચેના રોજ સવારે 7 કલાકેથી સાંજે 7 કલાક સુધી પોતાના ઘરમાં રહીને 'જનતા કફર્યુ'નું પાલન કરે તેવી અપીલ કરેલ છે.

વડાપ્રધાનની અપીલ અનુસાર આપણે સૌ એ "જનતા કરફ્યુ" માં જોડાઇ, વૈશ્વિક રોગચાળા સામે આપણી લડાઇમાં સામાજિક સહભાગીદારીતા દર્શાવીને “હમ સ્વસ્થ, તો જગ સ્વસ્થ"ની મુલ્યોને સાકાર કરવો જરૂરી છે. ગુજરાતમાં પણ કોરીના વાઇરસથી સંક્રમિત દર્દીઓ હાલમાં ધ્યાને આવેલ છે ત્યારે વધુ સાવચેતીના પગલા લેવા આવશ્યક જણાય છે.

જનતા કરફ્યુ સવારે 6:59ના સમયે સાયરન વાગવાની સાથે ચાલુ થશે. તો સાંજે 6:59 એ સાયરન વાગવાની સાથે જ જનતા કરફ્યુ એ પૂર્ણ થશે. આ ઉપરાંત, 4:59થી 5 કલાક સુધી પણ સાયરન વાગશે.

સાયરન બંધ થાય કે તરત જ 5 થી 5:05 કલાક સુધી (પાંચ) મીનીટ માટે નોવેલ કોરોના વાઇરસ(ccid-193ના રોગ ચાળાનો પ્રસાર અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ-અધિકારીઓ તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, પત્રકારો તથા અન્ય લોકોનું અભિવાદન કરવા માટે સૌ નાગરિકોએ તેમના ધરની બરણે, બાલ્કનીમાં તેમજ બારીઓ પાસે ઉભા રહીને તાળીઓ પાડીને, થાળી વગાડીને કે ઘંટડી વગાડીને તેમના કાર્યને બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા અક્ષિવાદન કરવામાં આવશે.

વિધાનસભા સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવ્યા છે. તો જુદા જુદા શહેરોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સાયરન વગાડી જનતા કરફ્યુની શરૂઆત અને પૂર્ણવૃત્તિ કરવામાં આવશે.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर