Home /News /north-gujarat /Breaking News: બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી મોકૂફ
Breaking News: બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી મોકૂફ
ફાઈલ તસવીર
Gandhinagar News: ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે બિનસચિવાલય કારકૂન (Non-Secretariat Clerk) અને ઓફિસ આસિસ્ટન્ટની ( Office Assistant) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
ગાંધીનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive exams) તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ફરીથી ઝાટકાના સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે બિનસચિવાલય કારકૂન (Non-Secretariat Clerk) અને ઓફિસ આસિસ્ટન્ટની ( Office Assistant) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આગામી 13 ફેબ્રુઆરીએ આ પરીક્ષા યોજાવાની હતી. અને આ પરીક્ષામં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. બિનસચિવાલયની 3901 જગ્યાઓ માટે પરીક્ષા લાવાની હતી. જોકે આ પરીક્ષા કોઈ કારણોસર બીજી વખત મોકૂફ રાખવામાં આવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા 13/2/2022ના રોજ યોજાનારા જાહેરાત ક્રમાંક 150/201819, બિન સચિવાલય સેવાના કારકૂન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -3 સંવર્ગની પરીક્ષા વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. વધુમાં ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાવમાં આવશે. જે સંબંધિ તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત
બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3738 જગ્યા માટેની આગામી 13 ફેબ્રુઆરી 2022ના રોજ પરીક્ષા લેવાની હતી જેમાં કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવાર છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પરીક્ષાની જાહેરાત થયા બાદ મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, આજે ફરીથી એકવાર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અનિવાર્ય કારણોથી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી.
ગ્રાફિક્સ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકારી પરીક્ષાઓ તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હેડક્લાર્ક પરીક્ષાના પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ લડત આપી હતી. સંઘર્ષ બાદ ચેરમેન પદ પરથી અસિત વોરાનું રાજીનામુ લેવામાં આવ્યું હતું.