LRD ભરતી વિવાદ : બિન અનામત વર્ગે કહ્યું, 'આજે સરકાર અમારી સાથે વાત નહીં કરે તો આંદોલન નક્કી'

News18 Gujarati
Updated: February 13, 2020, 9:09 AM IST
LRD ભરતી વિવાદ : બિન અનામત વર્ગે કહ્યું, 'આજે સરકાર અમારી સાથે વાત નહીં કરે તો આંદોલન નક્કી'
પાસનાં નેતા દિનેશ બાંભણિયાની ગઇકાલે અટકાયત કરવામાં આવી હતી.

આજે સવારે પાસ કન્વિનર દિનેશ બાંભણિયાએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ' ગુજરાતનાં નાગરિક તરીકે અમને સાંભળવા જોઇએ'

  • Share this:
ગાંધીનગર : ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 65 દિવસથી એલઆરડી ભરતીના વિવાદના મુદ્દે SC, ST, OBCની મહિલાઓ આંદોલન કરી રહી છે. આ મામલે બુધવારે સરકારે તેમની માંગણી સ્વીકારી હતી અને 1-8-2018ના ઠરાવમાં સુધારો કરવાની વાત કરી હતી. આ જાહેરાત બાદ બિન અનામત મહિલા ઉમેદવારો પરિપત્ર રદ ન કરવા તેમજ કોઈપણ સુધારો ન કરવાની માંગ સાથે આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. તેમનાં સમર્થનમાં પાસનાં નેતા દિનેશ બાંભણિયા અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો જોડાયા હતા. તેઓ રાજભવન રજુઆત કરવા જતા હતા. આ સમયે તેમની તથા અન્ય 20 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આજે સવારે ગાંધીનગરમાં એકઠી થયેલી બિન અનામત વર્ગની મહિલાઓએ યોગ પણ કર્યાં હતાં. તેમણે અનેક આસનો અને પ્રાણાયમ કરીને સરકાર સામે ભીડવાની તૈયારી કરી લીધી હોય તેમ સવારે તેમણે યોગ કર્યા હતાં.

યોગ કર્યા


જોકે, આજે સવારે પાસ કન્વિનર દિનેશ બાંભણિયાએ ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ' ગુજરાતનાં નાગરિક તરીકે અમને સાંભળવા જોઇએ. અમારી સાથે સરકાર વાતચીત કરે અને તમામ સમાજનાં લોકોને નુકસાન ન થાય તેવું કંઇક કરવામાં આવે. આ મેકિંગ પોલીસી છે કોર્ટમાં જ્યુડિશરી પોલીસી હોવાછતાં પણ ગઇકાલે સરકારે કહ્યું કે, અમે 1-8-2018નાં પરિપત્રમાં ફેરફાર કરવા જઇ રહ્યાં છીએ. આજે મુખ્યમંત્રી સાથેની વાતચીત કરવા માટે કોઇપણ અધિકારીને એલોટ કરવામાં આવે. હજી અમારી સરકારનાં કોઇ પ્રતિનીધી સાથે વાચચીત નથી થઇ.'

અન્ય પરીક્ષાર્થીઓએ આ અંગે જણાવતા કહ્યું કે, 'બે મહિના પહેલા જ્યારે અન્ય કેટેગરીની મહિલાઓ અને ભાઇઓને ઓર્ડર આપીને તાલીમ માટે મોકલી દેવામાં આવ્યાં છે ત્યારે જનરલ કેટેગરીની 1578 મહિલાઓને કયા કારણોસર ઓર્ડર આપવામાં નથી આવ્યાં તે સરકાર જણાવે. જો 1-8-2018નો પરિપત્ર રદ થશે તો અમે આંદોલન કરીશું.'

બુધવારે કેબિનેટ બેઠક મળ્યા પછી પણ સરકારે આ મામલે કોઇ સ્પષ્ટતા ન કરી કે સુધારો શું કરાશે. એક તરફ અનામત કક્ષાની મહિલા ઉમેદવારો આંદોલનનો વાવટો સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી સંકેલવાના મૂડમાં નથી ત્યાં બુધવારે સાંજે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલનનો શંખનાદ કરી દીધો હતો. આ કિસ્સામાં સંવેદનશીલતાથી વર્તવાને બદલે રાજકીય નિર્ણય લઇ અનામત અને બિન-અનામત વર્ગના લોકોમાં વિગ્રહની સ્થિતિ ઊભી કરી છે.આ પણ વાંચો : LRD ભરતી વિવાદ : સરકાર ગુરૂવારે નવો પરિપત્ર બહાર પાડશે, બિન અનામત વર્ગ લાલઘૂમ

નોંધનીય છે કે, લોકરક્ષક ભરતી બોર્ડમાં પાસ થયેલી બિનઅનામત વર્ગની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે. ઝડપથી તેમને નિમણુંકપત્રો આપવા અને જુનો ઠરાવ રદ નહી કરવા અને મહિલા અનામત આપવા દાદ માગવામાં આવી છે. સુનાવણી આગામી દિવસોમા હાથ ધરાશે. અરજદાર યુવતીઓ તરફથી એડવોકેટ વિશાલ દવેએ એવી દલીલ કરી હતી કે, 2019માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 9713 ખાલી જગ્યા પર હથિયારધારી, બિનહથિયારધારી, અને જેલ સિપાઇ માટે પરીક્ષા લીધી હતી. 30મી નવેમ્બરે 2019માં ફાઇનલ લીસ્ટ જાહેર કર્યુ હતુ. તે પૈકી બિનઅનામત વર્ગની યુવતીઓને તા.1-8.2018ના ઠરાવ મુજબ મહિલા અનામત પણ આપવામાં આવ્યુ નહોતુ. સરકારે હાલ જે જુના ઠરાવમાં સુધારો કરવા નિર્ણય કર્યો છે તે ગેરકાયદે અને અન્યાયી છે. જુના ઠરાવ મુજબ જ બિનઅનામત વર્ગની યુવતીઓને નિમણુંકપત્રો આપવા દાદ માગી છે.

આ વીડિયો પણ જુઓ :
First published: February 13, 2020, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading