લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે પોલીસની મંજૂરી અંગે કરી સ્પષ્ટતા

લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે પોલીસની મંજૂરી અંગે કરી સ્પષ્ટતા
પ્રતીકાત્મક તસવીર

લગ્ન સમારંભ અંગે 24મી નવેમ્બરના રોજ જે નિયમ જાહેર કરવામાં આવ્યા હતા તેના સંદર્ભે સરકારે નવી સ્પષ્ટતા કરી છે.

 • Share this:
  ગાંધીનગર: કોરોનાના કહેર વચ્ચે લગ્નનું આયોજન (Marriage function- Gujarat) કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. લગ્નના આયોજન માટે પોલીસની મંજૂરી (Police permission for Marriage) લેવાના નિયમ અંગે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ છે કે, દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ સાથે જ તેમણે ફરીથી એવી અપીલ કરી હતી કે લગ્ન સમારંભોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે.

  વરઘોડો નહીં કાઢી શકાય  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ એમ પણ જણાવ્યું હતું, કે લગ્ન સમારંભો દરમિયાન બેન્ડવાજા કે વરઘોડો નહીં કાઢી શકાય. આ ઉપરાંત જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે ત્યાં રાતના સમયે લગ્ન સમારંભનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત લગ્નમાં સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે.

  આ પણ વાંચો: મહેસાણા અને ગીર-સોમનાથના ડરાવનારા દ્રશ્યો, કોરોનાના કહેર વચ્ચે લોકો નાચતા અને ગરબે ઘૂમતા દેખાયા

  પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, લગ્ન સમારંભ અંગે 24મી નવેમ્બરના રોજ જે નિયમ જાહેર કરવામાં આવ્યા હતા તેના સંદર્ભે નવી સ્પષ્ટતા કરવામાં આવી છે. લગ્ન સમારંભમાં પોલીસની મંજૂરી જરૂરી છે કે નહીં તે અંગે અનેક લોકો તરફથી પૂછપરછ કરવામાં આવી હતી જે સંદર્ભમાં આ સ્પષ્ટતા કરી રહ્યા છીએ.

  આ પણ વાંચો: સુરેન્દ્રનગર: વીજ કંપનીનાં 'પાવર' સામે ખેડૂતો લાલઘૂમ, વાવેતર કરેલા ખેતરોમાં પોલ નાખી દીધા

  ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના નવા નિયમ પ્રમાણે લગ્ન સમારંભમાં વધારેમાં વધારે 100 લોકો હાજર રહી શકે છે. આ પહેલા જાહેર મેળાવડા અને લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી. જોકે, દિવાળી પછી કોરોનાના કેસ વધતા સરકારે લગ્નમાં 200 લોકોની મંજૂરી પરત ખેંચી હતી. જે બાદમાં અમદાવાદમાં સળંગ 57 કલાકનો કર્ફ્યૂ જાહેર કર્યો હતો. આ સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.

  આ પણ જુઓ-

  બીજી તરફ સરકારે લગ્ન સમારંભનું આયોજન કરવા માટે મંજૂરી ફરજિયાત કરી હતી. આ માટે લગ્નની કંકોત્રી અને સમારંભમાં હાજર રહેનાર 100 લોકોના નામ અને સંપર્ક નંબરની યાદી જે તે પોલીસ સ્ટેશનમાં સોંપીને મંજૂરી લેવાનો નિયમ કરવામાં આવ્યો હતો. હાલ લગ્નની સિઝન ચાલી રહી હોવાથી લોકો મોટી સંખ્યામાં મંજૂરી માટે આવતા હોવાથી પોલીસ સ્ટેશનો પર પણ કામનું ભારણ વધ્યું હતું. આ ઉપરાંત હાજર રહેનાર લોકોની યાદી અને તેમના મોબાઇલ નંબર એકઠા કરવાનું કામ પણ આયોજક માટે કંટાળાજનક હતું. સરકારની સ્પષ્ટતાથી હવે લગ્નનનું આયોજન કરનાર વ્યક્તિઓને ચોક્કસ રાહત મળશે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 27, 2020, 17:41 pm