અફવાઓ પર ધ્યાન ન આપો, રાજ્યમાં ફરીથી લૉકડાઉન નહીં લાગે: વિજય રૂપાણી

અફવાઓ પર ધ્યાન ન આપો, રાજ્યમાં ફરીથી લૉકડાઉન નહીં લાગે: વિજય રૂપાણી
વિજય રૂપાણી.

Lockdown: રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જશે તો જે તે સમયે ઉચિત નિર્ણય કરીશું, અફવાઓ પર ધ્યાન ન આપો: મુખ્યમંત્રી રૂપાણી

 • Share this:
  ગાંધીનગર: કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે (Gujarat Government) સાવચેતીના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew)ની જાહેરાત કરી છે. જે પ્રમાણે ચારેય મહાનગરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે એવી પણ હવા ચાલી રહી છે કે કોરોનાને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર ફરીથી લૉકડાઉન (Lockdown) લગાવી શકે છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani on Lockdown)એ સ્પષ્ટતા કરતા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે બુધવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ સ્પષ્ટતા કરી હતી કે લોકો સોશિયલ મીડિયા પર ફરતી અલગ અલગ અફવાઓ પર ધ્યાન ન આપે. સરકાર કોઈ નિર્ણય લેશે તો તેની જાહેરાત કરશે.

  ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, "હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં  ફરીથી લૉકડાઉન કે વીકેન્ડ કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે.."  મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં જો કોરોનાની પરિસ્થિતિ વકરશે તો જે તે સમયે યોગ્ય નિર્ણય કરીશું. લોકો હાલ કોઈ અફવા પર ધ્યાન ન રહે. હાલ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રાજ્યમાં 1,000 લોકો પર કોરોનાની રસીનું ટ્રાયલ થશે. વેક્સીનના ડિસ્ટ્રિબ્યૂશન માટે વડાપ્રધાન મોદીએ રાજ્યો પાસેથી મંતવ્યો મંગાવ્યા છે.

  આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમા: પરંપરા ન તૂટે તે માટે 25 લોકોને પરિક્રમાની છૂટ આપવામાં આવી

  લૉકડાઉન માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) બુધવારે કોરોના વાયરસ (Coronavirus)મહામારીને લઇને કન્ટેનમેન્ટ ઝોન (Containment), સર્વિલાન્સ અને સાવધાની અંગે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાં કડકાઇથી નિયમોનું પાલન કરવામાં આવે. કોરોનાના મામલામાં જે ઘટાડો આવ્યો છે તેને યથાવત્ રાખવામાં આવે. સાથે ભીડવાળા સ્થાનો પર સાવધાની રાખવા અને ભીડને નિયંત્રિત કરવાને લઈને પણ નિર્દેશ આપ્યો છે.

  આ પણ જુઓ-

  સરકારે કહ્યું કે કોવિડ-19ની સ્થિતિના પોતાના આકલનના આધારે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ ફક્ત કન્ટેનમેન્ટ ક્ષેત્રોમાં રાત્રી ફર્ફ્યૂ જેવા સ્થાનિક પ્રતિબંધ લગાવી શકે છે. કન્ટેનમેન્ટ બહાર કોઈપણ પ્રકારના સ્થાનિક લોકડાઉન લાગુ કરતા પહેલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કેન્દ્ર પાસેથી મંજૂરી લેવી પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 26, 2020, 12:56 pm