Home /News /north-gujarat /ગુજરાતમાં રસીકરણ વધારીશું, લોકો બિનજરૂરી બહાર ન નીકળે: વિજય રૂપાણી

ગુજરાતમાં રસીકરણ વધારીશું, લોકો બિનજરૂરી બહાર ન નીકળે: વિજય રૂપાણી

ફાઇલ તસવીર

ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોના વાયરસના કેસ 300થી નીચે આવી ગયા હતા. જે બાદમાં લોકો બેફિકર બની ગયા હતા: વિજય રૂપાણી

    ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક વખત કોરોના (Coronavirus cases Gujarat)ની નવી લહેર ઉઠી છે. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ પત્રકારોને સંબોધ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે હૉસ્પિટલ (Hospital)માં બેડ તૈયાર રાખ્યા છે. સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે લૉકડાઉન (Lockdown) અંગે કોઈ જ વિચારણા નથી. આ ઉપરાંત શાળા-કૉલેજો (School-Colleges) શરૂ રાખવી કે નહીં, તેમજ પરીક્ષાનું કેવી રીતે આયોજન કરવું તે અંગે સરકાર બહુ ઝડપથી નિર્ણય કરશે તેમ મુખ્યમંત્રી જણાવ્યું હતું.

    રસીકરણ વધારીશું: વિજય રૂપાણી

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે પગલાં લેવાની સૂચના આપવાની સાથે સાથે વેક્સીનેશન વધારવાની વાત કરી છે. હાલ ગુજરાતમાં દરરોજ ત્રણ લાખ લોકોનું વેક્સીનેશન થઈ રહ્યું છે. આ ક્ષમતા બે ગણી કરવામાં આવશે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં કોરોનાના કેસ વધ્યા છે.

    આ પણ વાંચો: સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક: આ છે સૌથી વધુ વળતર આપતા વિકલ્પો

    છ હજાર બેડ તૈયાર

    મુખ્યમંત્રી જણાવ્યું હતું કે દરરોજ કોરોના વાયરસના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેની છ ગણી બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલ રાજ્યમાં હાલ છ હજાર બેડ તૈયાર છે. ભૂતકાળમાં પણ બેડની કોઈ તકલીફ પડી ન હતી. નવી લહેરમાં પણ બેડની કોઈ તંગી નહીં આવે. જરૂરી પડશે તે રીતે ખાનગી હૉસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

    આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, 32 વર્ષના જામેલા ધંધાને 12 મહિના નડી ગયા, બસો વેચવા કાઢી

    નિયમોનું કડક પાલન

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે ગૃહ અને આરોગ્ય વિભાગને કડક પગલા લેવાની સૂચના આપી દેવામાં આવી છે. માસ્કના નિયમનું કડકાથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત જે જગ્યાએ લોકો વધારે એકઠા થાય છે ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં ફરથી લૉકડાઉન લગાવવાની કોઈ વાત નથી.

    આ પણ વાંચો: શેરબજારમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર
    " isDesktop="true" id="1080832" >

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ 60 હજાર ટેસ્ટિંગનો લક્ષ્યાંક ગુજરાતે હાંસલ કર્યો છે. ટેસ્ટિંગની સાથે સાથે ટ્રેસિંગ પણ વધારવામાં આવશે. ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોના વાયરસના કેસ 300થી નીચે આવી ગયા હતા. જે બાદમાં લોકો બેફિકર બની ગયા હતા. કોરોનાના નિયમોનું પાલન ઓછું થયું હતું. આ જ કારણે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Lockdown, Vijay Rupani, અમદાવાદ, ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन