કોરોના ઇફેક્ટ : રાજ્યની શાળાઓ આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ જ ફી વધારો કરશે નહીં

કોરોના ઇફેક્ટ : રાજ્યની શાળાઓ આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ જ ફી વધારો કરશે નહીં
ફાઇલ તસવીર

લૉકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ નહી કરી શકે.

  • Share this:
ગાંધીનગર : કોવિડ-19ની પરિસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોનાં શિક્ષણનાં વ્યાપક હિતમાં મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે આ સંદર્ભમાં એક ફળદાયી બેઠક યોજી હતી. જેમાં આ નિર્ણયો કરવામાં આવ્યા છે. આવતા શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળા ફી વધારો કરશે નહી. લૉકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ નહી કરે. એટલું જ નહિ, વાલીની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે.

પેપર મૂલ્યાંકન કામગીરીમાં શિક્ષકોની સુરક્ષા સરકાર કરશેધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનાં પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી 16 એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે. આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ સોશિયલ ડિસ્ટન્સિંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે.

કોલેજોમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશન

રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં  15 એપ્રિલથી 16 મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોલેજો-યુનિર્વસિટીઓની પરીક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે.આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહી નિર્ણય કરાશે.
Published by:News18 Gujarati
First published:April 13, 2020, 14:58 pm

ટૉપ ન્યૂઝ