Home /News /north-gujarat /

રાજ્યમાં આવતીકાલે કલમ-144 લગાવાશે, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે

રાજ્યમાં આવતીકાલે કલમ-144 લગાવાશે, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે

ડીજીપીની ફાઇલ તસવીર

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી અને ભારત બંધ અંગે ખાસ માહિતી આપી

    ગાંધીનગર : રાજ્યમાં આવતીકાલે કૉંગ્રેસ દ્વારા ભારત બંધ અંતર્ગત ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કૉંગ્રેસના આ એલાનને પગલે રાજ્યમાં પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. રાજ્યમાં કૉંગ્રેસ દ્વારા એપીએમસી અને બજારો બંધ કરાવવાની અપીલ કરવામાં આવી છે ત્યારે પોલીસે બળજબરી પૂર્વક બંધ કરાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ એક પ્રસ કૉન્ફરન્સ સંબોધવામાં આવી હતી જેમાં તેમણે પોલીસ બંદોબસ્ત વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે આવતીકાલે રાજ્યમાં કલમ 144 લગાવવામાં આવશે. 4 કે તેથી વધુ વ્યક્તિ એકઠા થયા તો ધરપકડો થશે.

    પોલીસ વડા ભાટીયાએ કહ્યું કે 'આવતીકાલે રાજ્યમાં કડક બંદોબસ્ત કરવામાં આવશે. રાજ્યમાં SRPની ટૂકડી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ હાઇવે બંધ કરાવવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ વ્યક્તિ ઘટના કે સ્થળના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.”

    આ પણ વાંચો : ભારત બંધના એલાનને રાજકીય ગણાવતા રૂપાણી કહ્યું, 'ખેડૂતો કૉંગ્રેસ સાથે નથી, કાલે ગુજરાત બંધ નહીં થાય'

    અસામાજિક તત્વો સામે ગુના દાખલ થશે

    ભાટિયાએ જણાવ્યું કે રાજ્યમાં આવતીકાલે જો કોઈ અસામાજિક તત્વો દુકાનો બંધ કરાવવાનું કામ કરશે તો ગુનાદાખલ કરવામાં આવશે. સિનિયર અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. રાજ્યમાં કોઈ જાહેર અસ્કયામતોને નુકશાન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

    4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત

    ભાટીયાએ ઉમેર્યુ કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ શહેરોમાં રાત્રિના 9.00 વાગ્યાથી સવારના 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવશે. પોલીસ દ્વારા આ અંગે સખત કાર્યવાહી કરવામાં આવશે.

    APMCને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે

    પોલીસ વડા ભાટીયાએ ઉમેર્યુ કે આવતીકાલે રાજ્યમાં જે કોઈ પણ એપીએમસી બંધ કરાવવાનો પ્રયાસ કરશે તેમની સામે કાર્યવાહી થશે. રાજ્યની એપીએમસીના મથકો પર પોલીસની ટૂકડી મૂકવામાં આવશે.

    આ પણ વાંચો :  રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1380 નવા કેસ, 14 મોત, રિકવરી રેટ 91.56% થયો

    ભારત બંધના એલાનને રાજકીય ગણાવતા રૂપાણી

    આવતીકાલે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે, આ બંધને ભાજપ શાષિકતત રાજ્યોમાં લાગુ ન કરવા દેવા માટે તૈયારીઓ થઈ રહી છે. આ સ્થિતિમાં કૉંગ્રેસ સહિતના અનેક પક્ષોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જોકે, રાજ્યમાં આ બંધને સરકારનું સમર્થન નથી. ભારત બંધના એલાનને વિજય રૂપાણીએ કૉંગ્રેસ પ્રેરરીત ગણાવ્યું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bharat Bandh, Coronavirus, Coronavirus in Gujarat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन