ખેડૂતો માટે આનંદના સમાચાર, ગુજરાતમાં ચોમાસાનું સમયસર આગમન થશે


Updated: June 4, 2020, 4:05 PM IST
ખેડૂતો માટે આનંદના સમાચાર, ગુજરાતમાં ચોમાસાનું સમયસર આગમન થશે
ગુજરાતમાં સમયસર ચોમાસાનું થશે આગમન

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ વાદળ છાયું વાતાવરણ રહશે, અને ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે.

  • Share this:
ગાંધીનગર : ખેડૂતો માટે રાહતના સમાચાર છે.હવામાન વિભાગના ડાયરેક્ટ ડોકટર જ્યંત સરકારે જણાવ્યું હતું કે, ચોમાસાની પેટન ઉપર વાવાઝોડાની અસર નહિ થાય, ચોમાસાનું આગમન ગુજરાતમાં સમયસર જ થશે. એટલે કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂનના ત્રીજા સપ્તાહમાં થય જશે. અત્યારે ચોમાસુ કર્ણાટકના દરિયા કિનારે પહોંચી ગયું છે, અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

ચોમાસાના આગમન પહેલા વાવાઝોડું આવે તો ચોમાસાની પેટન પર અસર કરતું હોય છે. જોકે કેરળમાં ચોમાસાનું આગમન થાય તે પહેલાં અંફાન વાવાઝોડું આવ્યું હતું. તેમ છતાં પણ કેરળમાં ચોમાસાનું આગમન સમયસર થયું, અને ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થાય તે પહેલાં નિસર્ગ વવાઝોડું આવ્યું છે, છતાં પણ હવામાન વિભાગનું અનુમાન છે કે, ગુજરાતમાં સમયસર ચોમાસાનું આગમન થશે.

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર 15 જૂનના આગમન થતું હતું. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં 21 જૂનથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે, અને હવાનાં વિભાગનું અનુમાન છે કે જૂનના ત્રીજા સપ્તાહમાં વિધિવત મેઘરાજાનું આગમન પણ થઈ જશે. ચોમાસાની ઋતુ દરમિયાન લા નિનાની અસર થશે, જે ચોમાસા માટે સાનુકૂળ રહેશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ વાદળ છાયું વાતાવરણ રહશે, અને ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જોકે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે. જોકે કેટલાક ખેડૂતો વાવણી કરવા લાગ્યા છે. ત્યારે જો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સમયસર વરસાદ આવી જશે તો વહેલી વાવણી કરનાર ખેડૂતોને ફાયદાકારક રહશે.
First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading