સરકારી કર્મચારીઓ માટે નવું ફરમાન! ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે 'આરોગ્ય સેતુ' એપ

સરકારી કર્મચારીઓ માટે નવું ફરમાન! ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે 'આરોગ્ય સેતુ' એપ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા ભારત સરકારના કર્મચારીગણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવાની થતી તકેદારી સંબંધમાં વખતોવખત સૂચનાઓ પરિપત્રિત કરાયો.

  • Share this:
ગાંધીનગરઃ વૈશ્વિક મહામારી નોવૈલ કોરોના વાયરસ (coronavirus)ને નિયંત્રણમાં લાવવા ભારત સરકારના કર્મચારીગણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લેવાની થતી તકેદારી સંબંધમાં વખતોવખત સૂચનાઓ પરિપત્રિત કરાયો. નોવેલ કોરોના વાયરસના સંક્રમણની શૃંખલા તોડવા માટે કેન્દ્ર સરકારની સેવામાં હોય છે.

તેવા તમામ અધિકારી / કર્મચારીઓ દ્વારા આરોગ્ય સેતુ" એપનો (aarogya setu app) અસરકારક ઉપયોગ કરવામાં આવે તેવી સૂચના કર્મચારીગણ મંત્રાલય, નવી દિલ્હીના તા.૨૯/૦૪/ ૨૦૨૦ની કચેરી યાદીથી આપવામાં આવી છે. "આરોગ્ય સેતુ” એ સરકારની Covid Tracker App છે. કોરોના વાયરસ (Covid-19) નો ચેપ લાગ્યો હોય તેવા વ્યકિતના સંક્રમણમાં આવનાર અન્ય વ્યક્તિને Contact tracing થકી સાવધ કરે છે / ચેતવણી આપે છે, જેથી સંબંધિત નોવેલ કોરોના વાયરસ (Covid-19)ના જોખમથી બચી શકાય.



આ પણ વાંચોઃ-વતન તરફ દોટ! UP જવા માટે 1200 પરપ્રાંતીઓ સાબરમતી રેલવે સ્ટેશનથી માદરેવતન જવા તૈયાર

સમાન પ્રકારે રાજ્ય સરકારે તમામ કર્મચારી / અધિકારીઓના સંબંધમાં "આરોગ્ય સેતુ" એપના અસરકારક ઉપયોગ બાબતે નીચેની સૂચના આપે છે. રાજય સરકારની સેવામાં હોય તેવા તમામ અધિકારીઓ અને કર્મચકરીઓ એ તેમના મોબાઈલ ફોનમાં તાત્કાલિક "આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરવી. કચેરીએ આવવા માટે નીકળતા પૂર્વે "આરોગ્ય સેતુ” એપ પર પોતાની સ્થિતિ / સ્ટેટસની સમીક્ષા કરવી અને ઍપ પર "સુરક્ષિત" અથવા “ઓછું જોખમ* ની સ્થિતિ દર્શાવૈ ત્યારે જ કચેરીએ આવવા નીકળવું.

આ પણ વાંચોઃ-lokcdownમાં બે પત્નીઓના ઘરના ચક્કરમાં ભારે ફસાયો પતિ, અનેક વખત થયો ક્વોરન્ટાઈન

તમામ અધિકારી / કર્મચારીને સલાહ આપવામાં આવે છે કે બ્લુટૂથ આસપાસના વિસ્તારના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હોય ના આધારે વિશ્લેષણ કરીવુ. જો અધિકારી-કર્મચારી સંપર્કમાં આવ્યા હોય તો કચેરી આવવું નહિ. ૧૪ દિવસ સુધી અથવા એપમાં તેમની સ્થિતિ "સુરક્ષિત" અથવા "ઓછું જોખમ” ન દર્શાવે ત્યાં સુધી પોતાને Self Isolate કરવા. "આરોગ્ય સેતુ" એપનો ઉપયોગ બધા કર્મચારી / અધિકારીએ ફરજિયાત કરવાનો છે. તમામ કર્મચારી આ એપનો ઉપયોગ કરે તે જવાબદારી સંબંધિત કચેરીના વડાની રહેશે.
Published by:News18 Gujarati
First published:May 02, 2020, 17:31 pm

ટૉપ ન્યૂઝ