રાજયસભાની ચૂંટણીમાં BJPને મત આપનાર કાંધલ વિરુદ્ધ NCP કરશે કાર્યવાહી, પાર્ટીએ નિર્ણય લીધો

News18 Gujarati
Updated: June 21, 2020, 4:18 PM IST
રાજયસભાની ચૂંટણીમાં BJPને મત આપનાર કાંધલ વિરુદ્ધ NCP કરશે કાર્યવાહી, પાર્ટીએ નિર્ણય લીધો
કાંધલ જાડેજા મત આપી નીકળ્યા તે સમયની તસવીર

રાજયસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાને NCP પાર્ટી તરફથી કોંગ્રેસને મત આપવાનો વ્હિપ મળ્યો હતો

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભા (Gujarat RS Election)ની ચાર બેઠક માટે હાલ મતદાન થયું હતું છે. આ દરમિયાન એનસીપી (NCP)ના ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા (Kandhal Jadeja) પણ મત આપવા માટે આવ્યા હતા. મતદાન (Voting) બાદ તેમણે તેમણે કૉંગ્રેસને વોટ આપ્યો હોવાનું રટણ કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે 'એનસીપી પાર્ટી તરફથી તેમને કૉંગ્રેસને વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવ્યું છે. મતદાન બાદ મીડિયાને સંબોધન કરતા કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે તેમણે પાર્ટીના આદેશ પ્રમાણે મતદાન કર્યું છે. જોકે, મતદાન બાદ ખુલાસો થયો હતો કે કાંધલે પાર્ટીના વ્હીપ મુજબ મતદાન કર્યુ નથી. હવે આ મામલે વ્હીપનો ઉલ્લંઘન કરવા બદલ એનસીપી કાંધલ પર કાર્યવાહી કરશે.

નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા કાંધલને વ્હિપની વિરુદ્ધ મતદાન કરવા બદલ નોટિસ પાઠવવાન નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, કાંધલે તો ચૂંટણી પહેલાં જ જાહેરમાં ભાજપને મત આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ચૂંટણીમાં તેણે કૉંગ્રેસને મત આપ્યો છે તેવું નિવેદન કર્યુ હતું.


મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે હતા કાંધલ જાડેજા

મીડિયા સામે પાર્ટી લાઇન પર વોટિંગ કર્યાંનું કહેનારા કાંધલ જાડેજા વોટિંગ માટે બીજેપીના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે આવ્યા હતા અને તેમની સાથે જ ગયા હતા. આથી તેઓ મીડિયા સામે ખોટું બોલી રહ્યાનું લોકો માની રહ્યા હતા જે અંતે સાબિત થયું હતું.

આ પણ વાંચો :  રાજકોટ : મેનેજરે શેઠની જાણ બહાર 25 જૂની કાર વેચી નાંખી, 84.84 લાખનું ફુલેકુ ફેરવ્યુંઅગાઉ પણ રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ પાર્ટીના વ્હિપથી વિપરીત ભાજપને મત આપ્યો છે. તેમણે અહેમદ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એનસીપીને મત આપ્યો હતોય. જોકે,કાંધલ જાડેજા એક કદાવર નેતા છે તેમને પાર્ટીના બેનરની જરૂર ન હોય તેમણે પોતાની મરજી મુજબ નિર્ણય લીધો હોવાનું જાણકાર માની રહ્યા છે.

આ પણ વાંચો :  સુરતમાં ગુંડારાજ : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાનો CCTV Video સામે આવ્યો

બીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે

કાંધલ જાડેજા પૂર્વ ધારાસભ્ય સંતોકબેન જાડેજા અને શરમણ જાડેજાના સૌથી મોટા દીકરા છે અને તેમના વિસ્તારમાં આજે પણ તેમના સિક્કા પડે છે. કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા અપક્ષમાંથી ચૂંટણી લડે તો પણ જીતી શકે છે. જોકે, તેમણે લોકસભાની ચૂંટણીમાં ઝંપાલવ્યું હતું પરંતુ તેમા તેમને સફળતા મળી નહોતી.

 
First published: June 21, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading