Home /News /north-gujarat /

આગામી વર્ષથી ધોરણ-10ની બોર્ડ પરીક્ષા રદ કરી શકે છે ગુજરાત સરકાર, નવી શિક્ષણ નીતિલાગૂ કરવાની તૈયારી!

આગામી વર્ષથી ધોરણ-10ની બોર્ડ પરીક્ષા રદ કરી શકે છે ગુજરાત સરકાર, નવી શિક્ષણ નીતિલાગૂ કરવાની તૈયારી!

પ્રતીકાત્મક તસવીર

Gujarat Education : હાલની 10+2 સિસ્ટમ (સેકન્ડરીના 10 વર્ષ અને હાયર સેકન્ડરીના બે વર્ષ)ને બદલે નવી એનઇપીમાં 5 +3 + 3 + 3 માળખાની જોગવાઇ કરવામાં આવી છે.

અમદાવાદ: આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થતા રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા (STD-10 Board Exam) સમાપ્ત થઈ શકે છે. ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP 2020) 2020ને અપનાવવાની કવાયત શરૂ કરી છે. જેમાં દસમા અને બારમા ધોરણમાં વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષાઓ (Exams)નો આપવી પડે છે, તેના ભારને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પદ્ધતિને દૂર (Remove Board Exams) કરવાની ભલામણ કરવામાં આવી છે.

જો કે, આ પગલાની અસરો પણ ઘણી મોટી છે અને તેમાં વિવિધ હિસ્સેદારો સાથે જોડાયેલ છે, જે પણ પ્રભાવિત થશે. આ અંગે સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ હોવાને કારણે ગુજરાતનું લક્ષ્ય NEની કરવામાં આવેલી ભલામણોના અમલીકરણમાં સૌથી આગળ રહેવાનું છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, "સરકારે એનઇપીના અમલીકરણ અંગે વિવિધ હિતધારકો સાથે ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં ધોરણ 10ની પરીક્ષાને દૂર કરવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીનું ગૃહ રાજ્ય હોવાને કારણે ગુજરાત નવી એનઇપીના અમલીકરણમાં પ્રથમ બ્લોકમાં પ્રથમ રહેવા માંગે છે." સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, આનાથી એવા વિદ્યાર્થીઓ પરનો ભાર ખૂબ જ ઓછો થશે જેમને હાલમાં બે વર્ષના ગાળામાં બે બોર્ડની પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.

આ પણ વાંચો -  'રસ્તાઓ પર મિલિટરી જોઈને ડર લાગતો હતો,' યૂક્રેનથી પરત ફરેલી અમદાવાદની દીકરીએ વર્ણવી આપવીતી

શું છે નવી પોલીસી અને હાલની નીતિ વચ્ચે તફાવત?

હાલની 10+2 સિસ્ટમ (સેકન્ડરીના 10 વર્ષ અને હાયર સેકન્ડરીના બે વર્ષ)ને બદલે નવી એનઇપીમાં 5 +3 + 3 + 3 માળખાની જોગવાઇ કરવામાં આવી છે. એનઇપી 2020 અનુસાર, પ્રથમ પાંચ વર્ષને પાયાના ગણવામાં આવશે અને તેમાં વર્ગ નર્સરીથી વર્ગ 2 સુધીનો સમાવેશ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષ ધોરણ 3થી 5 પ્રારંભિક હશે. ત્યાર પછીના ત્રણ વર્ષ વર્ગ 6થી 8 મિડલ રહેશે અને છેલ્લા ચાર ધોરણ 9 થી 12 સેકન્ડરી હશે.

 આ પણ વાંચો - Gujarat Board 10th-12th Exams: ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, અહીંથી ચેક કરો

એનઇપીની જોગવાઇ અનુસાર, ઓછામાં ઓછી 4 વર્ષની ઉંમરના બાળકોને નર્સરી વર્ગમાં દાખલ કરવા જોઈએ. આનો અર્થ એ થશે કે બારમા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષની હશે.

2023થી લાગૂ થઇ શકે છે પોલિસી

આ બાબતો સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર 2022-23ના શૈક્ષણિક વર્ષથી જ નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. જે થોડા મહિનામાં શરૂ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, "તેના માટે હાલની પદ્ધતિઓમાં ફેરફાર કરવાની જરૂર પડશે. પરંતુ તેનો ઉદ્દેશ્ય આગામી શૈક્ષણિક વર્ષથી દસમા ધોરણની બોર્ડની પરીક્ષાને દૂર કરવાનો છે."
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત શિક્ષણ બોર્ડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन