ડોક્ટર તમારા દ્વારે! કોરોના ડરના ભય વચ્ચે 8 લાખથી વધારે લોકોએ 104 હેલ્પ લાઈનનો લીધો લાભ


Updated: June 10, 2020, 7:56 PM IST
ડોક્ટર તમારા દ્વારે! કોરોના ડરના ભય વચ્ચે 8 લાખથી વધારે લોકોએ 104 હેલ્પ લાઈનનો લીધો લાભ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના નાગરિકોને ઘરે બેઠા ત્વરિત સારવાર મળી રહે તે માટે 104 હેલ્પ લાઈનના માધ્યમથી તબીબ તમારે દ્વારની સેવા ચાલુ કરી છે. જેનો અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોએ ફોન કરીને લાભ લીધો છે.

  • Share this:
ગાંધીગનરઃ એક તરફ કોરોનાથી (coronavirus) સમગ્ર વિશ્વના લોકો ડર અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે (Gujarat health department) રાજ્યના નાગરિકોને ઘરે બેઠા ત્વરિત સારવાર મળી રહે તે માટે 104 હેલ્પ લાઈનના (Help line) માધ્યમથી તબીબ તમારે દ્વારની સેવા ચાલુ કરી છે. જેનો અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોએ ફોન કરીને લાભ લીધો છે.

સમગ્ર ભારત માં  કોરોના ના કેસ ગુજરાત ચોથા નંબર પર છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં 15હજારથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે.જેને નાથવા માટે રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને અમદાવાદની જવાબદારી સોંપી છે. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે તબીબ તમારે દ્વાર 104 હેલ્પ લાઈનના માધ્યમથી 24 કલાક લોકોને ઘરે બેઠા સેવા આપે છે. ત્યારે જોઈએ કેવી રીતે 104 લોકોને સેવા આપી રહ્યા છે તબીબો અને તેની ટીમ 24 કલાક દરમિયાન 40 તબીબોની ટીમ ઝોન વાઇઝ બે શિફ્ટ માં સેવા આપે છે. 104  હેલ્પલાઇન પર એક ફોન કરવાની સાથે તબીબોની ટીમ ગણતરીના સમયમાં દર્દીના ઘરે પહોંચી જાય છે.

આ પણ વાંચોઃ-નરાધમની કરતૂત! સુરતની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવીને સૌરાષ્ટ્ર લઈ જઈને આચર્યું દુષ્કર્મ

આવો જોઈએ 104ની ટીમ કેવી રીતે કામ કરે છે તેનો જોઈએ રિપોર્ટ. આત્યાર સુધી 8 લાખ 89 હજારથી વધુ ફોન આવી ચુક્યા હતા.અમે કોલ સેન્ટરની મુલાકાત લીધી એ દરમિયાન ઓઢવના એક નંબર પરથી ફોન આવ્યો કે એક વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો છે. અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે. કોલ મળતાની સાથે જ  એક મહિલા તબીબની સાથે પેરા મેડિકલની ટીમ 104 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં બેસીને તેમના ફ્લેટ પર પહોંચી હતી. એ દરમિયાન  સમગ્ર એપાર્ટમેન્ટમાં ડરનો માહોલ જોવા મળતો હતો, લોકો બાલ્કનીની બહાર શું થયું તે કુતુહલ પૂર્વક જોતા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! નારધમ પતિએ પત્ની અને ત્રણ વર્ષની પુત્રીને જીવતી સળગાવી, ધરપકડ

શંકાસ્પદ દર્દીના ફ્લેટના 7માં માળે તેના ઘરમાં હતો ત્યારે 104ની ટીમ તેમના ઘરે પહોંચીને પ્રાથમિક તપાસ કર્યા બાદ  દર્દી ને જરૂરી દવા આપીને યોગ્ય સારવાર આપી હતી. ત્યારબાદ 104ની ટીમને ફરી બીજો કોલ આવતા અન્ય દર્દી પાસે જવા રવાના થઈ હતી. સતત 24 કલાક 104ની ટીમ કાર્યરત રહે છે જેમાં મહિલા ડોક્ટર સહિત કુલ 40 ડોકટરની ટીમનો સમાવેશ થાય છે.આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારી! ગાયબ કોરોના દર્દીની લાશ 8 દિવસથી હોસ્પિટલના બાથરૂમમાંથી મળી

દિવસ દરમિયાન શહેરના 7 ઝોનમાં 33 ટીમ અને રાત્રે 7 ટીમ કાર્યરત રહે છે. આ તમામ ડૉક્ટરમાં મોટાભાગના તબીબ અમદાવાદ બહારથી આવેલ છે. તેઓ માટે રહેવા-જમવા ની વ્યવસ્થા નજીકની હોટલમાં કરાઈ છે. રાજ્ય સરકાર ના તબીબ તમારે દ્વાર ની યોજના ને લોકો માં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના થી કોઈએ ગભરાવવા ની જરૂર નથી. તાત્કાલિક 104 નો સમ્પર્ક સાધીને સારવાર લઈ શકાય છે.
First published: June 10, 2020, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading