રાજ્યમાં 4 કરોડથી વધારે મતદારો, BJPનું 75 લાખ પેઈજ પ્રમુખ સમિતિ સભ્ય બનાવવાનું આયોજન

રાજ્યમાં 4 કરોડથી વધારે મતદારો, BJPનું 75 લાખ પેઈજ પ્રમુખ સમિતિ સભ્ય બનાવવાનું આયોજન
પેઈજ સમિતિની કામગીરી માટે એક અલાયદું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું

આ કામગીરીનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભા ચુંટણી દરમિયાન લેવાનું આયોજન છે પરંતુ, હાલમાં આવનારી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવનાર છે.

  • Share this:
ગાંધીનગર : બીજેપીએ આગામી સ્થાનિક વિધાનસભા ચુંટણી જીતવા અત્યારથી જ કવાયત હાથ ધરી છે અને પેઈજ પ્રમુખ બનાવવા પર જોર આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 4 કરોડથી વધારેના મતદારો સામે ૭૫ લાખ પેઈજ સમિતિ સભ્યો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘર ઘર સુધી પહોંચવા અને ઘર ઘર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ પહોંચવા માટે અને તેના આધારે મત મેળવવા બીજેપીએ ફૂલ ફલેઝમાં પેઈજ સમિતિ બનાવવાની કામગીરી આરંભી છે, જેમાં ગણતરીના દિવસોમાં આ કામગીરી પૂરી કરી દેવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આમ તો, આ કામગીરીનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભા ચુંટણી દરમિયાન લેવાનું આયોજન છે પરંતુ, હાલમાં આવનારી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવનાર છે.હાલમાં ગુજરાતમાં 4.61 કરોડ મતદારો છે. એટલે કે એ તમામ મતદારો સુધી પહોચવા માટે પેઈજ સમિતિનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં બીજેપી જે સમિતિની રચના કરી રહી છે, તેમાં એક પ્રમુખ અને 4 સભ્યો મુજબ સમિતિની રચના કરવામાં આવી રહી છે. બીજેપીના અંદાજ મુજબ આ સમિતિમાં રાજ્યભરમાં કુલ ૭૫ લાખ સભ્યો હશે. હાલમાં આ કામગીરી 65 ટકા જેટલી પૂર્ણ કરી દેવામાં આવી છે, એટલે કે અત્યાર સુધી 51 લાખ સભ્યો બની ચુક્યા છે.

આ પણ વાંચો - Big News: હવે LPG સિલિન્ડર ફક્ત 30 મિનિટમાં તમારા ઘરે પહોંચશે, જાણી લો ક્યારથી આ સુવિધા શરૂ થશે?

પેઈજ સમિતિની કામગીરી માટે એક અલાયદું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. જેમાં તમામ સમિતિની એન્ટ્રી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી ૧૫ લાખ જેટલી એન્ટ્રી કરી દેવામાં આવી છે. આગામી 1 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેથી તેનો પ્રાથમિક ઉપયોગ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે થઇ શકે. આ પેઈજ પ્રમુખને એ પણ જવાબદારી સોપવામાં આવી છે કે, તેના પેઈજમાં રહેલા ૩૦ જેટલા સભ્યોને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ અપાવવો, અને તેની એન્ટ્રી એ સોફ્ટવેરમાં કરવામાં આવે. આ સોફ્ટવેરમાં આગામી સમયમાં જે તે વિસ્તારના ધારાસભ્ય સાંસદ અને ઉમેદવારને જોડવામાં આવશે, જેથી ચુંટણી સમયે જે તે ઉમેદવારને એ વિગત મળી રહે કે ક્યાં મતદારે તેનો લાભ લીધો છે, જેથી પ્રચાર માટે આસાની રહે.

આ પણ વાંચો - ભયાનક અકસ્માતમાં 4ના મોત : નાનાભાઈ માટે છોકરી જોવા ગયેલા એક જ પરિવારના 3 ભાઈ-બહેનનું મોત

આમ બીજેપીએ ૨૦૨૨ની ચુંટણીને ધ્યાને લઈને આ કામગીરી આરંભી છે. કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળી રહે તેના માટે બીજેપીના દિગ્ગજ નેતાઓ પણ પેઈજ પ્રમુખ બની રહ્યા છે. આમ તો આ કામગીરી ઘણા વર્ષથી બીજેપી કરી રહી છે પરંતુ, સી આર પાટીલ પ્રમુખ બન્યા બાદ તેને વેગ આપવામાં આવ્યો છે. કારણ કે, ગત ૨૦૧૯ની વિધાનસભા ચુંટણી દરમિયાન નવસારી લોકસભા વિસ્તારમાં રેલી કે સભા કર્યા વગર સૌથી વધારે લીડથી તેમણે જીત મળેવી હતી.

સવાલ એ છે કે, બીજેપી હાલમાં પેઈજ પ્રમુખ તો નીમી રહી છે પરંતુ તે સમિતિના સભ્યો કેટલી અસરકારકતાથી કામગીરી કરે છે કારણ કે વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસ પ્રમુખ રહેલા ભરતસિંહ સોલંકીએ પણ બીજેપીના પેઈજ પ્રમુખ સામે જન મિત્ર અભિયાન શરુ કર્યું હતું અને સૂત્ર આપ્યું હતું કે, એક બુથ ૧૦ યુથે સમયે પણ કોંગ્રેસે મોટી સંખ્યામાં જન મિત્રો બનાવ્યા હતા પરંતુ તે મતદારોને વોટમાં કન્વર્ટ નહોતા કરી શક્યા ત્યારે આ કામગીરીમાં બીજેપીને પેઈજ સમિતિને સક્રિયતાથી કામગીરી માટે કેટલા પ્રોત્સાહિત કરી શકે છે એ જોવું રહ્યું.
Published by:kiran mehta
First published:January 21, 2021, 17:55 pm