વિઝિટર વિઝા પર US જતા હોય તો જરૂરી દસ્તાવેજો રાખજો સાથે, બે મહિનામાં 200થી વધુ ગુજરાતીઓ પરત ફર્યા

વિઝિટર વિઝા પર US જતા હોય તો જરૂરી દસ્તાવેજો રાખજો સાથે, બે મહિનામાં 200થી વધુ ગુજરાતીઓ પરત ફર્યા
પ્રતીકાત્મક તસવીર

વિઝિટર વિઝા પર જનાર દરેક વ્યક્તિએ તેમના અમેરિકામાં રહેતા સગાસંબંધી મારફતે અમેરિકન દૂતાવાસને એક મેઇલ કરાવવાનો હોય છે.

 • Share this:
  વેશ્વિક મહામારીના પગલે હાલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ છે. ત્યારે ભારતમાંથી વંદે મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઉડાવવામાં આવી રહી છે. ગુજરાતમાંથી વિઝિટર વિઝા પર લોકો અમેરિકા જઇ રહ્યાં છે. જરૂરી દસ્તાવેજોના અભાવે છેલ્લા બે મહિનામાં 200થી વધુ ગુજરાતીઓ અમેરિકાના એરપોર્ટ પરથી પરત ફર્યા છે.

  અમેરિકામાં કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતીયો પોતાના પરિવારને ત્યાં બોલાવી શકતા ન હતા પરંતુ હવે વંદે મિશન અંતર્ગત હવે લોકો અમેરિકા જઇ રહ્યાં છે. જેમની પાસે વિઝિટર વિઝા છે તેમને અમેરિકાના એરપોર્ટ પર ઉતર્યા બાદ ઇમિગ્રેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમિગ્રેશન અધિકારી દ્વારા પુછવામાં આવતા પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન આપે તો ત્યાંથી ભારત પરત મોકલી દે છે.  વિઝિટર વિઝા પર જનાર દરેક વ્યક્તિએ તેમના અમેરિકામાં રહેતા સગાસંબંધી મારફતે અમેરિકન દૂતાવાસને એક મેઇલ કરાવવાનો હોય છે. જેમાં તેમને કેમ બોલાવવામાં આવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરવાનો હોય છે.

  ગોંડલ : ટ્રક અને કાર અથડાતા અચાનક બંને વાહનો સળગ્યાં, કારમાં બેઠેલા ત્રણ લોકો આગમાં ભડથું

  આ સાથે અમેરિકામાં જઇને તે વ્યક્તિ કેટલા દિવસ માટે રોકાણ કરશે તે પણ તેમની રિટર્ન ટિકિટ સાથે જ ઉલ્લેખ કરવાનો હોય છે. જે મેઇલની પ્રિન્ટ વિઝિટર વિઝા પર આવનાર મુસાફર પાસે પણ રાખવી પડે છે.

  ગુજરાતમાં શનિ અને રવિવારે આ વિસ્તારોમાં ઠંડી સાથે પડી શકે છે માવઠું

  જો આ એન્ડોસમેન્ટ કોપી નહીં હોય તો અને માત્ર વિઝિટર વિઝા લઇને જતા હશો તો ફરવા જઇ રહ્યા છો તેવી શંકાના આધારે અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પૂછપરછ કરી ડિપોર્ટ કરી રહ્યા છે.  નોંધનીય છે કે, દુનિયાભરમાં ફેલાયલા કોરોનાના પ્રકોપના કારણે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 31 જાન્યુઆરી (January) 2021 સુધી વધારી દીધો છે. આ પ્રતિબંધ સ્પેશલ ફ્લાઇટ્સ અને ઇન્ટરનેશનલ એર કાર્ગો ઑપરેશન્સ પર લાગુ નહીં થાય. એવિએશન રેગ્યુલેટર ડીસીજીએ (DCGA)એ આ જાણકારી આપી. ડીજીસીએએ કહ્યું કે, “જો કે કેટલીક ફ્લાઇટ્સ માટે અધિકારી કેટલાક માર્ગો પર ફ્લાઇટ્સને પરવાનગી આપી શકે છે.”
  Published by:Kaushal Pancholi
  First published:January 02, 2021, 09:38 am

  ટૉપ ન્યૂઝ