ગાંધીનગર : મોડાસામાં યુવતિની હત્યા મામલે નવો વળાંક, BJP MLA ભરવાડ સમાજના સમર્થનમાં આવ્યા

News18 Gujarati
Updated: January 20, 2020, 4:17 PM IST

ધારાસભ્ય જેઠા ભરવાડે કહ્યું કે 'યુવતિ પર દુષ્કર્મ થયું હોવાની વાત ઉપજાવી કાઢેલી, અમારા છોકરાઓ ગુનેગાર હોય તો જાહેરમાં ગોળી મારી દો કોઈ વાંધો નથી'

  • Share this:
ગાંધીનગર : અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક અનુસૂચિત જાતિના યુવતિનું અપહરણ થયું હતું. અપહરણ બાદ યુવતિની લાશ ઝાડ પરથી લટકાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ યુવતિની હત્યાના મામલે ત્રણ યુવકોએ પોલીસ મથકમાં આત્મસમર્પણ કર્યુ હતું. યુવકો ભરવાડ સમાજના છે ત્યારે શહેરના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી જેઠા ભરવાડ આરોપી યુવકોના સમર્થનમાં આવ્યા છે. તેમણે ગાંધીનગરમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું છે અને કહ્યું છે કે 'દુષ્કર્મની ઘટના ઘટી જ નથી પડદા પાછળ કઈક જુદું રંધાયું છે.'

જેઠા ભરવાડે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું,' ગેંગરેપમાં અસલિયત જૂદી છે. આ સ્ટોરી ખોટી છે અને સરકાર સામે ખોટી મુસીબત ઉભી કરવામાં આવી છે. આ મામલે સુપ્રિમ કોર્ટ, સીબીઆઈ જેની તપાસ કરાવવી હોય કરાવો અને અને અમારા છોકરા ગુનેગારો હોય તો એને જાહેરમાં ગોળી મારી દેવાની કે ફાંસી આપી દે તો પણ વાંધો નથી.'

 'દીકરીના પિતા સમાજના પ્રેશરમાં'


જેઠા ભરવાડે જણાવ્યું કે 'મારા મતે દીકરી સાથે જે થયું તે ખોટું થયું છે તેના માટે અમને લાગણી છે દુ:ખ પણ છે પરંતુ જે સમાજની દીકરી સાથે આ ઘટના બની છે તે દીકરીના પિતા સમાજના દબાણમાં છે. આ કેસમાં હકીકત જુદી છે અને રજૂઆત જુદી છે. સમાજના પ્રેશરમાં પોલીસ દબાણમાં ન આવે તેવી અમે રજૂઆત કરી છે. '

આ પણ વાંચો : સુરત : ચાલુ ST બસમાં જોખમી રીતે ચઢતા મુસાફરોનો Viral Video, અકસ્માત થાય તો જવાબદાર કોણ?
મોડાસાના શાયરામાંથી યુવતિને ફાંસો ખાધેલી લાશ મળી આવ્યા બાદ અપહરણ અને દુષ્કર્મના આક્ષેપો થયા હતા.


અમે ગૃહમંત્રીને CD આપી છે : ભરવાડ

અમે ગૃહમંત્રીને CDઆપી છે અને જણાવ્યું છે કે અમારા છોકરાઓ ક્યાંય બનાવમાં સામેલ નથી. 1 જાન્યુઆરીનો બનાવ છે અને 2 જાન્યુઆરીથી છોકરાઓ પોલીસના ઇન્ટરોગેશનમાં છે. બનાવ બને છે 5 તારીખે. આ તમામ દિવસો દરમિયાન દીકરી ક્યાં હતી? કોની પાસે હતા? એમા જે છોકરાઓ છે તે પોલીસ સામે હતા ત્યારે આ ખોટા આક્ષેપો વ્યાજબી નથી.

ઉશ્કેરાટ વ્યાજબી નથી

ગામમાં દરકે સમાજે સાથે રહેવાનું છે તેમ કહેતા જેઠા ભરવાડે જણાવ્યું, 'ફરિયાદમાં મારી મચોડી ઉભી કરવામાં આવી છે. પાંચ દિવસ પછી લાશ મળી છે. પોલીસ તપાસ કરે અને તટસ્થ તપાસ કરે. મારા મતે આત્મહત્યા જ છે દીકરીનું દુષ્કર્મ કે હત્યા થઈ નથી. '

આ પણ વાંચો :  અમદાવાદ : ટ્રેનની વ્હીસલના ડરથી યુવકે સાબરમતીમાં છલાંગ લગાવી, જાણો આખી રાત ઠંડીમાં શું કર્યુ?

આ મામલે બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, અને જીગરની પોલીસે ધરપકડ કરી હતી.


ઘટના શું હતી?

મોડાસાના સાયરા અમરાપુર ગામની 19 વર્ષની યુવતી ગાયબ હતી અને પરિવારે અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.ત્યારબાદ યુવતિની લાશ મળતા તેનું અપહરણ કરીને તેની પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાના આક્ષેપો થયા હતા.

આ પણ વાંચો :  મહીસાગર : ધોરણ 10ના વિદ્યાર્થીનો ઝાડ પર ગળેફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

આ મામલે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ મામલામાં હજી એક આરોપી ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસે બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગરે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે અપહરણમાં વપરાયેલી કારને પણ આરોપીનાં ઘરેથી જપ્ત કરવામાં આવી છે. હાલ પોલીસે કારને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

 
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर