ગાંધીનગર : ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ પ્રધાન વિભાવરીબેન દવે તેમના મત વિસ્તારમા હંમેશા કંઇક નવુ કરીને અલગ ચીલો ચાતરવા માટે જાણીતા છે. હવે આ મંત્રીએ અદ્યતન પણે ડિજિટલ રીતે લોક પ્રશ્નો સાંભળવાની અને તુરંત જ વોટસઅપ વીડિયો કૉલ દ્વારા તમામ અધિકારીઓને ઓનલાઇન સાથે રાખીને પ્રશ્નોનાં એટ એ ટાઇમ નિકાલની શરુઆત કરી છે. વૈશ્વિક મહામારી કોવિડ -19 કોરોનાની પરિસ્થિતિમાં લૉકડાઉન ના કારણે નેતાઓનો લોક સંપર્ક ઘણા સમયથી બંધ છે.
હવે લોકડાઉન નિશ્ચિત શરતો સાથે ઓપન તો થયું,પણ હજુ લોકો ને ભેગા થવા પર પ્રતિબંધ છે. સામાન્ય જનતા નેતાઓને રુબરુ મળી શકતા નથી ને લોકોના પ્રશ્નો ઠેરના ઠેર રહેછે. એવા સમયે મંત્રી વિભાવરી બહેન દવેએ તેમના મત વિસ્તાર માટે એક કોમન વોટસઅપ નંબર જાહેર કર્યો છે.
મંત્રી વિભાવરી દવે સાથે રુબરુ થવા માંગતા કોઇપણ વ્યક્તિ એ મંત્રી દ્વારા આપવામાં આવનાર નંબર પર પોતાના પ્રશ્નો મોકલવાના રહેશે. એ સવાલ મોકલવાર ને મંત્રી તરફથી નિશ્ચિત દિવસ અને નિશ્ચિત સમયગાળો આપવામા આવશે. એ નિશ્ચિત સમયે અને દિવસે પ્રશ્ન મોકલનારને મંત્રી તરફ થી એક વીડિયો કોલ આવશે. સવાલ મુદ્દે લોક પ્રતિનિધિ સાથે વીડિયો કૉલિંગ દ્વારા વાતચીત બાદ સવાલ ના સમાધાન માટે લાગતા વળગતા અધિકારીઓ ને પણ એજ સમયે વીડિયો કૉલિંગ થી સાથે જોડવામાં આવશે, અને એ કામો પૂરા કરવાની સૂચના આપવામા આવશે. આગળ કોઇ કામ અટકે તો ફોલોઅપ પણ આજ પ્રકારે કરાશે.
મંત્રી વિભારીબપેન આ પ્રકારે લોકો સાથે ડીજીટલ સંપર્કની અને ડીજીટલ સમાધાનની શરુઆત કરી ચૂક્યા છે જેને સારો પ્રતિસાદ સાંપડ્યો છે.આ મુદ્દે ન્યૂઝ 18 સાથે વધુ વાત ચીત કરતા મંત્રી વિભાવરી દવે એ જણાવ્યું હતું કે - કોરોનાને કારણે હજુ લોકોને રૂબરૂ મળી શકાતું નથી , પરંતુ કોરોના નહોતો ત્યારે પણ રુબરુ મળવા, મંત્રી ઓફિસે આવા-જવા લોકોને ઘણો સમય બગાડવો પડતો હતો, ગાંધીનગર ના ધક્કાઓને બદલે ડિજિટલ ટેકનોલોજી ની મદદથીઘરે બેઠા જ લોકોને તેમના પ્રશ્નોનું સમાધાન મેળવી આપીયે તો કેવું? એ વિચાર હર હંમેશ તેમને આવતો.
ને કોરોનામાં હવે લોક સંપર્ક સાવ ઓછો થઇ જતા આ વિચારના અમલીકરણ માટે તેમને બળ મળ્યું.અને તેઓએ વોટસઅપથી સવાલો મંગાવવા અને એ પ્રશ્નોના સમાધાનની પૂર્વ તૈયારી સાથે સમયે લાગતા વળગતા અધિકારીઓ ને પણ ડીજીટલ સંવાદમાં સાથે રાખીને પ્રશ્નકર્તા વ્યક્તિને સામેથી વીડિયો કૉલિંગ ની શરુઆત કરી.
આ પ્રકારે ડીજીટલ સંવાદ અને ડીજીટલ સમાધાન શક્ય બન્યું. આને કારણે લોકો ના સમય, શક્તિ અને પૈસા ના બચાવ સાથે શારીરિક હાડમારી પણ અટકી. હાલ તો , આ પ્રકારે લોકોને ફરિયાદ સમાધાનનું ઇ પ્લેટફોર્મ પૂરું પાડનાર વિભાવરી બહેન પ્રથમ મંત્રી બન્યા છે. જેઓ પણ મંત્રી વિભાવરી દવે પાસેથી કોઇ સવાલ નુ સમાધાન ઇચ્છતા હોય તેઓ પોતાના પ્રશ્નો મોકલી શકશે.
પ્રશ્ન સાથે જોડવાના પેપર પણ મોકલી શકશે. આ માટે તેઓએ કોઈ વિશિષ્ટ એપ ડાઉનલોડ કરવાની જરુર નથી. માત્ર વોટસઅપ જ પૂરતું છે. પ્રશ્નો વેબિનનાર પરથી રજૂ કરાય તો બીજા પણ તે સાંભળે, જ્યારે અહીં માત્ર પ્રશ્ન રજૂ કરનાર અને વિભાવરીબેન બે જ વ્યક્તિ હશે જેથી પ્રશ્નની જાણ અન્યોને નહીં થાય. જો કોઇ પ્રશ્ન માટે બીજાને જોડવા ની જરૂર જણાય તો તે પણ કરી શકાશે.
નંબર જાહેર કરવામાં આવશે
આ સંવાદન માટે મંત્રી વિભારીબેન દ્વારા સમયાંતરે વોટ્સએપ નંબર સોશિયલ મીડિયના માધ્યમથી જાહેર કરવામાં આવશે જેના માધ્યમથી તેમના મત વિસ્તારના લોકો અને રાજ્યના અન્ય નાગરિકો પોતાના પ્રશ્નો મોકલાવી શકશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર