ગાંધીનગર : અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકી, પતિ-પત્નીનો ડૂબવાનો Video વાયરલ

News18 Gujarati
Updated: June 1, 2020, 4:22 PM IST
ગાંધીનગર : અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકી, પતિ-પત્નીનો ડૂબવાનો Video વાયરલ
વાયરલ વીડિયોનો સ્ક્રિન ગ્રેબ

ગાંધીનગરમાં ડીપીએસ સ્કૂલ નજીક મર્સિડીઝ કાર તળાવમાં ખાબકી, યુવાનનું મોત મહિલાની શોધખોળ શરૂ

  • Share this:
ગાંધીનગર : ગાંધીનગર પાસે આવેલા કોબા નજીક અંબાપુર ગામનું તળાવ આવેલું છે. આ તળાવમાં ગઈકાલે એક બેકાબૂ મર્સિડિઝ કાર ખાબકી હતી. આ કાર એટલી સ્પીડે તળાવમાં ખાબકી કે તળાવની વચ્ચે પહોંચી હતી. આ અકસ્માતમાં લોકોની નજર સામે એક યુવક-યુવતી ડૂબી ગયા હતા. મોતનો આ લાઇવ વીડિયો લોકોએ પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો પરંતુ કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.

જોકે, ઘટના બાદ આ યુવકની ઓળખ શાહીબાગમાં જીવરાજનગરમાં રહેતા આનંદ મોદી તરીકે થઈ છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવકની લાશ મળી આવી છે પરંતુ મહિલાની શોધખોળ શરૂ છે. પ્રાપ્ત અહેવાલો માટે ચાલક પાલનપુર ગયો હતો અને (MH-04-EQ-2400) લઈને અમદાવાદ તેમના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન અડાલજ-કોબા હાઇવે પર અંબાપુર ગામંના તસલવામાં બમ્પ કૂદાવ્યા બાદ તળાવમાં કાર ગરકાવ થઈ હતી.

આ પણ વાંચો :  સુરત : લોકડાઉનમાં ટોરન્ટ પાવરે કતારગામમાં ભુક્કા બોલાવ્યા, 10 ગણા વધું લાઇટ બીલ ફટકાર્યા હોવાનો આક્ષેપ

આ યુવક-યુવતિ લોકોના મોબાઇલ વીડિયોમાં લાઇવ ડૂબતા નજરે પડ્યા હતા. ગાંધીનગર ફાયરની ટીમે ઘટના સ્થળે જઈને કારમાં સવાર યુવનાનો મૃતદેહ બહાર કાઢ્યો હોવાના મીડિયા અહેવાલો છે જ્યારે મહિલાની શોધખોળ થઈ છે. સ્થાનિકોએ પત્રકારોને જણાવ્યા મુજબ મૃતકના પર્સમાંથી એક ઇલેક્શન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્ય પણ મળી આવ્યું છે.આ પણ વાંચો :  અમદાવાદ સિવિલની બેદરકારી : દર્દીના મૃત્યુના 14 દિવસ બાદ પરિવારને મેસેજ આવ્યો, 'દર્દીને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરાયા છે'

Video Viral પરંતુ સત્તાવાર માહિતી નથી

જોકે, આ સમગ્ર ઘટના વિશેના અહેવાલોના આધારે આ વીડિયો અંબાપુરના અકસ્માતનો જ હોવાની ચર્ચા છે પરંતુ હજુ સુધી તેના વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી મળી શકી નથી. વાયરલ વીડિયોના કારણે હાલ તો સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
First published: June 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading