Home /News /north-gujarat /

17 માર્ચે હોળિકા દહન, ઘરમાંથી કંકાશ દૂર કરવા કરો આ ઉપાયો

17 માર્ચે હોળિકા દહન, ઘરમાંથી કંકાશ દૂર કરવા કરો આ ઉપાયો

રાખથી તમે તમારી અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો

હોળિકા દહન સમયે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તો ખાસ કરીને તમે પણ જાણી લો હોળિકા દહનના શુભ મુહૂર્ત (Subh Muhurt) અને ઉપાયો વિશે. જો તમે હોળીના (Holi) દિવસે આ ખાસ ઉપાયો કરશો તો તમારી નેગેટિવ ઊર્જા (Negative Energy) બહાર જાય છે.

    ફાગણ માસની પૂનમે હોળિકા દહન (Holika Dahan) કરવામાં આવે છે. આ દિવસે હોળિકા દહન કર્યા પછી ભોજન કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ હોળીનું (Holi) ખૂબ મહત્વ રહેલું છે. આ વર્ષે હોળી 17 માર્ચ, 2022ના રોજ છે. જ્યારે ધૂળેટી (Dhuleti) 18 માર્ચ, 2022ના રોજ છે.

    હોળિકા દહન સમયે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે

    હોળિકા દહન સમયે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તો ખાસ કરીને તમે પણ જાણી લો હોળિકા દહનના શુભ મુહૂર્ત (Subh Muhurt) અને ઉપાયો વિશે. જો તમે હોળીના (Holi) દિવસે આ ખાસ ઉપાયો કરશો તો તમારી નેગેટિવ ઊર્જા (Negative Energy) બહાર જાય છે અને પોઝિટિવ ઉર્જાનો (Positive Energy) સંચાર થાય છે.

    હોળિકા દહનના શુભ મુહૂર્ત

    હોળિકા દહન આ વર્ષે ગુરુવારના રોજ એટલે કે 17 માર્ચ, 2022ના રોજ કરવામાં આવશે. હોળિકા દહનની પૂજાનું (Puja) શુભ મુહૂર્ત 9 વાગ્યાના 20 મિનિટથી લઇને 10 વાગ્યાના 31 મિનિટ સુધી રહેશે. આ સમયે લોકો હોળિકા દહનની પૂજા કરી શકશે. હોળિકા દહન (Holika Dahan) માટે એક કલાકનો સમય તમને મળી રહેશે. ત્યારબાદ શુક્રવારના રોજ તમે આનંદથી ધૂળેટી (Dhuleti) રમી શકશો.

    હોળિકાની રાખના ઉપાયો

    હોળિકા દહન પછી બચેલી રાખને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. હોળિકાની આ રાખથી તમે તમારી અનેક સમસ્યાઓને (Problems) દૂર કરી શકો છો.

    રાખથી તમે તમારી અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો

    જો તમારા ઘરમાં બહુ લડાઇ ઝઘડા થાય છે અને સાથે ઘર નેગેટિવ ઉર્જાથી ભરાઇ ગયું છે. તો તમે હોળિકાની રાખને એક પોટલીમાં (Package) બાંધી લો. અને ઘરમાં (Home) એક જગ્યા પર મુકી દો. આમ કરવાથી તમારા ઘરમાં રહેલો કંકાશ દૂર થાય છે અને સાથે તમારા ઘરમાં પોઝિટિવિટી (Positivity) આવે છે. આ રાખને તમારે સાચવીને મુકી રાખવી ખૂબ જરૂરી છે. આ સાથે જ ઘરમાં રાખેલી આ રાખ તમને સફળતાના દ્રાર (Crack) પર લઇ જાય છે.

    આ પણ વાંચો:  યુદ્ધની આગમાં ભડકી મોંઘવારી, આખી દુનિયામાં ફુગાવો અને મંદીનો ખતરો

    તમારા ઘરમાં જો કોઇને નજર લાગે છે તો તમારી માટે આ રાખ સૌથી ઉત્તમ છે. આ માટે તમે આ રાખ લો અને પછી આ રાખને બાળક પર સાત વાર એક બાજુ પર ફેરવો. આમ કરવાથી નજર (Glance) ઉતરી જાય છે અને બાળક સ્વસ્થ રહે છે.

     આ પણ વાંચો: સુરતઃ આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર, કોર્પોરેટરની ઘર વાપસી

    હોળિકા દહનની રાખથી ઘરમાં આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ માટે તમે લાલ રંગની પોટલીમાં આ રાખને બાંધી લો અને પછી કબાટમાં મુકી દો.
    First published:

    Tags: Holi 2022, હોળી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन